For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Model Tenancy Act: ભાડુઆતો માટે સરકારે નવા કાયદાને આપી મંજૂરી, ભાડાનો બિઝનેસ ચમકશે

ભાડુઆત(Tenant) કે રેંટલ ક્ષેત્ર(Rental Housing Sector) સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભાડુઆત(Tenant) કે રેંટલ ક્ષેત્ર(Rental Housing Sector) સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મૉડલ ટેનેંસી એક્ટને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ રેંટલ સાથે જોડાયેલા નિયમોને બદલી શકશે. સાથે જ નવા કાયદામાં રાજ્ય સરકારોને નવો નિયમ લાગુ કરવાની અનુમતિ પણ આપવામાં આવી છે. સરકારે કહ્યુ છે કે આનાથી દેશભરમાં રેંટલ હાઉસિંગ સેક્ટરને મદદ મળશે. મૉડલ ટેનેંસી એક્ટ હેઠળ હવે રાજ્યોમાં ઑથોરિટી તૈયાર કરવામાં આવશે જેમની મદદથી રેંટલ હાઉસિંગ સાથે જોડાયેલા મામલાની સુનાવણી અને ઉકેલ આવી શકશે. સરકારે કહ્યુ છે કે નવા કાયદા હેઠળ ક્ષેત્રમાં કાયદા વ્યવસ્થાને સુધારવામાં મદદ મળશે. આ કાયદા હેઠળ સરકારે બેઘરોના મુદ્દાને પણ ધ્યાનમાં રાખ્યો છે.

ભાડુઆતો અને મકાનમાલિકો માટે આમાં નવી જોગવાઈ અને નિયમ

ભાડુઆતો અને મકાનમાલિકો માટે આમાં નવી જોગવાઈ અને નિયમ

કેન્દ્ર તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બધી આવકના વર્ગો માટે ભાડાના આવાસનો પૂરતો સ્ટૉક કરવામાં આવી શકશે. નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ધીમે-ધીમે ભાડાની આવાસની વ્યવસ્થાને બજારનુ રૂપ પણ મળી શકશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ કાયદા માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જાણકારો કાયદામાં બદલાવની માંગ કરી રહ્યા હતા. મૉડલ ટેનેંસી એક્ટ આવ્યા બાદ ખાલી પડેલા મકાનોને ભાડુઆતો માટે ખોલવાની કવાયત થશે. સરકારને આશા છે કે આવાસની કમીને દૂર કરવા માટે રેંટલ આવકને એક વેપાર મૉડલ તરીકે પણ જોઈ શકાશે. જેના કારણે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ વધશે. સમાચાર છે કે સરકારે ભાડુઆતો અને મકાનમાલિકો માટે આમાં નવી જોગવાઈ અને નિયમ પણ શામેલ કર્યા છે.

ભાડાનો બિઝનેસ ચમકશે

ભાડાનો બિઝનેસ ચમકશે

નવો કાયદો અમલમાં આવ્યા બાદ તે મકાન કે પ્રોપર્ટી બજારનો હિસ્સો થઈ જશે જે ઘણા સમયથી બંધ હતા. નવો કાયદો આ પ્રોપર્ટીને ભાડા પર આપવાનો અધિકાર આપશે. પ્રોપર્ટીની રક્ષા થઈ શકશે અને મકાન-માલિકના અધિકાર સુરક્ષિત રહે એ પ્રકારની સુવિધાઓ મળશે. આજકાલ ભાડાનો બિઝનેસ પણ ઘણો ધમધમી રહ્યો છે. ઘણી એજન્સીઓ આ કામમાં લાગી છે. નવા કાયદાથી રેંટલ બિઝનેસને તેજી મળશે. ખાલી પડેલા મકાન જ્યારે રેંટલની મુખ્ય ધારામાં આવશે તો તેનાથી હાઉસિંગનો બિઝનેસ ચમકશે.

બંનેને મળશે ઘણા અધિકાર

બંનેને મળશે ઘણા અધિકાર

આ કાયદો લાગુ થવાથી ભાડુઆત સાથે મકાન માલિકને પણ ઘણા અધિકાર મળશે. મકાન કે પ્રોપર્ટીના માલિક અને ભાડુઆતમાં કોઈ વાત માટે વિવાદ થાય તો તેને ઉકેલવામાં બંનેને કાનૂની અધિકાર મળશે. કોઈ કોઈની પ્રોપર્ટી પર કબ્જો નહિ કરી શકે. મકાન માલિક પણ ભાડુઆતને હેરાન કરીને ઘર ખાલી કરવા માટે નહિ કહી શકે. આના માટે જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. ઘર ખાલી કરાવવુ હોય તો મકાન માલિકે પહેલા નોટિસ આપવી પડશે. જે ઘરમાં રહેતા હોય તેની દેખરેખની જવાબદારી પણ ભાડુઆતની રહેશે.

English summary
Model Tenancy Act approved by government to unlock vacant houses for rental purposes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X