• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીજળી દરોમાં પરિવર્તન દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને મળ્યો વેગ

By Vicky Nanjappa
|

આપણા દેશમાં સૌને 24 કલાક વીજળી મળી રહે, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર; એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષા છે.

આ માટે દેશના ખૂણે-ખૂણે ઝડપભેર નવીનીકરણીય ઊર્જા સ્થાપનાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ સાથે જ વીજળીના દરો ખૂબ જ વ્યાજબી કરવામાં આવ્યા છે. વીજળીના દરોમાં નોંધાયેલ ઘટાડો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહિયારી મહેનતનું પરિણામ છે.

આનું તાજું ઉદાહરણ છે, ચંદીગઢમાં વીજળીના ભાવમાં નોંધાયેલ ઘટાડો. ચંદીગઢમાં વીજળીના ભાવમાં 18 ટકા ઘટાડો નોંધાયો છે. યૂટીના વીજળી વિભાગે સ્થાનિક તેમજ વ્યાવસાયિક ગ્રાહકો માટેના FPPCA(ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ કોસ્ટ એડજસ્ટમેન્ટ) ચાર્જમાં ઘટાડો કર્યો છે, જેને કારણે ચંદીગઢમાં વીજળીના ભાવ ઘટ્યા છે.

સ્થાનિક શ્રેણીના નિયમિત વીજળી દરમાં ઘટાડો

સ્થાનિક શ્રેણીનો નિયમિત વીજળી દર 0-150 યુનિટ માટે 80 પૈસા હતો જે ઘટાડીને 65 પૈસા કરવામાં આવ્યો છે, 151-400 યુનિટ માટેનો દર 1.48 રૂ.થી ઘટાડીને 1.21 રૂ. તથા 400થી વધુ યુનિટનો દર રૂ.1.56થી ઘટાડીને રૂ.1.28 કરવામાં આવ્યો છે.

વ્યાવસાયિક શ્રેણી માટે પણ FPPCA ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 0-150 યુનિટની કિંમત રૂ.1.15થી ઘટાડીને રૂ.1.24 તથા 151-400 યુનિટની કિંમત રૂ.1.68થી ઘટાડીને રૂ.1.38 કરવામાં આવી છે.

એ જ રીતે, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં નાણાંકીય વર્ષ 2016-17 તથા વર્ષ 2017-18 માટે વીજળીના દરમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો. ઉપરોક્ત રાજ્યોનું ઉદાહરણ લઇ, અન્ય રાજ્યો પણ ભારત સરકારના સૌને સસ્તા ભાવે વીજળી પહોંચાડવાના કાર્યમાં સહભાગી બને તેવી પૂરી શક્યતા છે.

સુધારાઓ

વીજળીના દર ઘટે તથા ભારતનો કોઇ ખૂણો અંધકારમય ન રહે એ માટે છેલ્લા ત્રણ વર્ષોમાં સરકારે વીજળી પહોંચાડાવાની પ્રક્રિયાના દરેક પગલે લાંબા ગાળાના માળખાકીય સુધારા પર ધ્યાન આપ્યું છે.

આ પ્રક્રિયાના સૌથી પહેલા ચરણ કોલસાથી સુધારાની શરૂઆત થાય છે. વર્ષ 2014 પહેલાં કોલસાનું ક્ષેત્ર જાણે કૌભાંડોથી ઘેરાયેલું હતું, જેને કારણે સંસાધનો અને ઉત્પાદકતામાં મોટા પ્રમાણમાં ખોટ આવી હતી.

જો કે, અપેક્ષા અનુસાર જ કેન્દ્ર સરકારે કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયા સંસ્થાગત કરી, જેના પરિણામે રાજ્યોને જંગી આવક થઇ. મે, 2014માં બે તૃતીયાંશ પાવર પ્લાન્ટને કોલસાની તીવ્ર તંગીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે પરિવર્તન બાદ કોઇ તંગી નથી.

શક્તિ

આ મહિને સરકારે શક્તિ(SHAKTI - Scheme for Harnessing and Allocating Koyala Transparently in India) યોજના બહાર પાડી છે. કોલસાની ફાળવણી અને હરાજી માટેની પારદર્શી અને પરિવર્તનીય નીતિ, જેને કારણે કોલસો સરળતાથી ઉપલબ્ધ રહેશે અને વીજળીના દરો વ્યાજબી રહેશે.

ચઢિયાતા કોલસાના ઉપયોગ દ્વારા સરકારે વીજળીના નીચા દરો જાળવી રાખ્યાં છે - વર્ષ 2013-14માં 0.69 કિગ્રા કોલસાના ઉપયોગની સામે વર્ષ 2016-17માં 0.63 કિગ્રા કોલસાના ઉપયોગ વડે 1 kWh વીજળી ઉત્પન્ન કરવમાં આવી છે. એટલે કે, ત્રણ વર્ષ પહેલાની સરખામણી 8 ટકા ઓછા કોલસાના ઉપયોગ વડે વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

ગર્વની વાત છે કે, છેલ્લા 3 વર્ષોમાં આપણો દેશ વીજળીની તંગીની સમસ્યાને પાછળ છોડવામાં સફળ થયો છે. કાયમી વીજળીની ઉત્પાદન ક્ષમતામાં લગભગ 60 ગીગાવૉટ જેટલી વૃદ્ધિ થઇ છે, ત્રણ વર્ષના સમયગાળા માટે આ સૌથી વધુ વૃદ્ધિ છે. હવે એ દિવસો ગયા, જ્યારે વર્ષ 2012માં ભારતના ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં કરોડો ભારતીયોએ લગભગ 2 દિવસ સુધી વીજળી વિના કામ ચલાવવું પડતું હતું. એની જગ્યાએ હવે તો રાજ્યોમાં વર્ષ 2011-12ની સરખામણીએ લગભગ એક તૃતીયાંશ ભાવમાં વીજળી ઉપલબ્ધ છે, જેને વિદ્યુત પ્રવાહ ડેશબોર્ડ પર જોઇ શકાય છે.

પર્યાવરણની જાળવણી

વર્ષ 2016-17માં પહેલી વાર નવીનીકરણીય ઊર્જાની ક્ષમતામાં થયેલ વધારો(અંદાજે 11 ગીગાવૉટ) પરંપરાગત વીજળીના કુલ વધારા(અંદાજે 10.3 ગીગાવૉટ)ને પાર કરવામાં સક્ષમ રહ્યો છે. આ વર્ષે અન્ય એક મુખ્ય સુધારો સૌર ઊર્જા અને પવન ક્ષેત્રે જોવા મળ્યો છે. નક્કી કિંમતમાંથી પ્રતિસ્પર્ધી બોલીની પ્રક્રિયા અપનાવવાને કારણે સોલર ક્ષેત્ર(રૂ.2.44/યુનિટ) અને પવન ક્ષેત્રે(રૂ.3.46/યુનિટ) ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

આ રીતે સરકાર ગરીબોને વ્યાજબી દરે વીજળી પહોંચાડવાની સાથો-સાથ પર્યાવરણની જાળવણી પર પણ ધ્યાન આપી રહી છે. પ્રતિસ્પર્ધાત્મક બોલીની પ્રક્રિયા મેગા પાવર પોલીસીનો આધાર છે, ભવિષ્યના પાવર પરચેઝ એગ્રિમેન્ટ્સ(PPAs)ની સુવિધા માટે તથા આ યોજનાની લાંબા ગાળાની કામગીરી માટે તે જરૂરી છે.

સરકારનો રેકોર્ડ

ગ્રાહકોને વ્યાજબી દરે વીજળી પહોંચાડવાની સાથે જ વીજળીની ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો કરવાના કામમાં સરકારે રેકોર્ડ સ્થાપ્યો છે. માર્ચ 2014માં 5.3 લાખ MVA ક્ષમતામાં લગભગ 40 ટકા વૃદ્ધિ થઇ હતી, જ્યારે માર્ચ 2017માં 7.4 લાખ MVAની વૃદ્ધિ નોંધાઇ છે.

વધુમાં, માર્ચ 2014ની સરખામણીએ દક્ષિણ ભારતને ઉપલબ્ધ રૂપાંતરણ ક્ષમતામાં 116 ટકાની વૃદ્ધિ થઇ છે. આમ, ભારતમાં રૂપાંતરણની પ્રક્રિયામાં સાચે જ પરિવર્તન આવ્યું છે, સાથે જ વધુ સારી આંતર-રાજ્ય રૂપાંતરણ ક્ષમતાને પરિણામે 'વન નેશન, વન ગ્રિડ, વન પ્રાઇઝ' લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ. આ ઉપરાંત ઊર્જાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સરકાર તરફથી વિશ્વની સૌથી મોટી LED વહેંચણીની યોજના બહાર પાડવામાં આવી છે, જેથી ગ્રાહકો વીજળીના બિલ પર બચત કરી શકે. આ ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 23 કરોડ LED બલ્બની વહેંચણી કરવામાં આવી છે, જેને પરિણામે ગ્રાહકો દર વર્ષે રૂ.12,000 કરોડની બચત કરવા સક્ષમ બન્યા છે.

ખેડૂતોને મદદરૂપ યોજના

ખેડૂતોને ઉપયોગી એવી અન્ય યોજના નેશનલ એનર્જી એફિશિયન્ટ એગ્રિકલ્ચર પંપ્સ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોના જૂના કૃષિ પંપને નવા વધુ ક્ષમતાવાળા તથા 5 સ્ટાર રેટિંગ વાળા કૃષિ પંપ સાથે બદલવામાં આવે છે.

ઉજ્જવળ ડિસ્કકૉમ એશ્યોરન્સ યોજના(UDAY-Ujwal DISCOM Assurance Yojana)ના માધ્યમથી સૌથી વ્યાપક એવા વીજળી ક્ષેત્રમાં સુધારો આવ્યો છે. ઉદય યોજના, નાણાંકીય અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારાઓ દ્વારા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનની ડિસ્કોમ સમસ્યાઓનું સ્થાયી સમાધાન શોધવાના વિચાર પર આધારિત છે. ઓછા વ્યાજદરને કારણે ડિસ્કોમને થયેલ રૂ.12,000 કરોડની બચતને પરિણામે ગ્રાહકોને ઓછા દરે વીજળી મળી રહી છે.

ઉપરોક્ત પહેલના પરિણામે, બે વર્ષમાં સરકારે વીજળીના ભાવમાં માત્ર 3.27 ટકાનો વધારો નોંધાવ્યો છે. જેની સામે યૂપીએ સરકારે વીજળીના ભાવમાં 2004-2014માં 5.94 ટકા વધારો કર્યો હતો. સ્પષ્ટ છે કે, વીજળીના દરમાં કરવામાં આવેલ પરિવર્તનને પરિણામે ગ્રાહકોને રાહત મળી છે.

વીજળીના ભાવમાં વધારો(CAGR) 2004-14 2014-16
સ્થાનિક ક્ષેત્ર (માસ દીઠ 2 KW-200 યુનિટ) 5.06% 4.04%
વ્યવસાયિક ક્ષેત્ર (માસ દીઠ 20 KW-3000 યુનિટ) 5.06% 4.10%
કૃષિ ક્ષેત્ર (માસ દીઠ 3HP-600 યુનિટ) 14.56% 8.68%
ઇન્ડસ્ટ્રીયલ LT ક્ષેત્ર (માસ દીઠ 50 KW-7500 યુનિટ) 5.49% 3.83%
ઇન્ડસ્ટ્રીયલ HT ક્ષેત્ર (માસ દીઠ 10 MW @40% LF-2.92 મિલિયન યુનિટ) 4.87% 1.76%
રેલવે ટ્રેક્શન ક્ષેત્ર 5.12% 2.87%
ઓલ ઇન્ડિયા પ્રાઇઝ - ટકાવારી 5.94% 3.27%

વીજળી ક્ષેત્રની ક્ષમતામાં વધારો

વીજળીની તંગીની અસર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર પર પડે છે, આને કારણે આજીવિકાની તકો મર્યાદિત થઇ જાય છે અને ગરીબોને ગરીબાઇમાંથી બહાર નીકળવાની શક્યતા ઘટી જાય છે.

આ કારણે જ સરકાર વીજળી ક્ષેત્રના તમામ પાસાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી મોદી સરકાર ભારતીયોને કરેલ 'ઉજ્જવળ ભારત'નો વાયદો પૂર્ણ કરી શકે, ખાસ કરીને એ ભારતીયો જેઓ ઘણા લાંબા સમયથી વીજળીની સુવિધા વગર રહી રહ્યાં છે.

English summary
A flagship Mission of the Government is to realise the Hon’ble Prime Minister Shri Narendra Modi’s vision of 24X7 Affordable “Power for all” in an environment-friendly manner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X