• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ગુજરાતના વિકાસમાં કેરળના ભાઇઓના પરસેવાની મહેક પણ છે'

|
Google Oneindia Gujarati News
ગાંધીનગર, 24 એપ્રિલ:બ્રહ્મા કુમારીઝના સંગમ તિર્થધામના ઉદ્દઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધર્મ મિમાંસા પરિષદમાં સંબોધન કરવામાં આવ્યું હતું. આ તકે મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું કે ગુજરાતના વિકાસમાં કેરળના ભાઇઓને પરસેવાની મહેક પણ છે.

હું જોઇ રહ્યો છું કે અહીં જગા ઓછી પછી છે અને મોટી માત્રામાં લોકો બહાર ઉભા રહ્યાં છે. ભાઇઓ બહેનો અહીં જગા ઓછી હશે પરંતુ મારા દિલમાં તમારા માટે ઘણી જગા છે. મારું ઘણુ સૌભાગ્ય રહ્યું કે, નાનપણમાં સંઘની ગતિવિધિમાં જોડાયો. સંઘની ગતિવિધિમાં પ્રાતઃસ્મરણ શીખવવામાં આવ્યું હતું. ત્યારથી દરરોજ શ્રી નારાયરણ ગુરુદેવનું સ્મરણ કરવાની તક મળતી હતી.

આજે દેશની જે સમસ્યા તરફ આપણે જોઇ રહ્યા છીએ તેના તરફ નજર કરીએ અને સ્વામીજીની શીક્ષા તરફ ધ્યાન આપીએ તો, તેમની શીક્ષા અને દીક્ષાના પગરણ પર ચાલ્યું હોત તો આ દેશની આ હાલત ના થઇ હોત. શ્રી નારાયણ ગુરુ સ્વામી સમાજ જીવનની શક્તિ વધારવાના મુળભુત તત્વોને સૌથી વધુ બળ આપ્યું હતું. આજે સમાજમાં કોઇને કોઇ સ્વરૂપમાં અશ્પૃશ્યતા આજે પણ જોવા મળે છે. આપણા સંતોની મદદથી સમાજમાં છુઆછૂત ઓછી થઇ પણ રાજકારણમાં છુઆછૂત આજે પણ જોવા મળે છે.

આઝાદીની જ્યોત જગાવવામાં સંતોનો મોટો ફાળો

આ દેશ સ્વામી વિવેકાનંદની 150મી જંયતી માનવી રહ્યો છે, ત્યારે એ વાતનો પણ સંયોગ છે કે તેમના જીવનમાં પણ આ કાર્યને આગળ વધારવોનો સીધો સંબંધ જોવા મળ્યો હતો. આપણે આરાધ્યના આંદોલન તરફ નજર કરીએ તો સામાજિક ચેતના, એકતાનું કામ સંતો મહંતોએ કર્યું અને તેના કારણે દેશની આઝાદી માટે એક મજબૂત પીઠીકાની રચના થઇ. 1857ના સ્વાતંત્રય સંગ્રામ વખતે અંગ્રેજો એવું માનતા હતા કે દેશને સદીઓ સુધી ગુલામ રાખી શકાય છે, પરંતુ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ હિન્દુસ્તાનનો એવો કોઇ ભાગ નહીં હોય જ્યાં કોઇ મહાપુરુષનો જન્મ નહીં થયો હોય જેણે છેલ્લી ત્રણ સદીમાં સમાજની સુધારણાનું કામ ના કર્યું હોય.

સ્વામી રામદાસ, વિવેકાનંદ, દયાનંદ, શ્રદ્ધાનંદ, ગુજરાતના નરસિંહ મહેતા હોય કે કેરળમાં નારાયણ ગુરુ સ્વામી હોય તેમના કારણે હિન્દુસ્તાનમાં આ ચેતના જાગૃત રહી શકી છે. ત્યાગ અને તપસર્યા થકી દેશભક્તિ જગાડવાનું કામ કર્યું અને એક મજબૂત પીઠીકા તૈયાર કરી. લોકોને લાગે છે કે વિશ્વની અનેક પરંપરા ધ્વસ્ત થઇ ગઇ આજે તેમનું ક્યાંય નામ નથી. લોકો પૂછે છે કે હજારો વર્ષ પછી પણ આ દેશની સંસ્કૃતિને કંઇ થયું નથી, આ માટી અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે. તેના કારણે સમાજ જીવનમાં બારીકાઇથી જોઇએ હાજરો વર્ષ પછી પણ આપણી હસ્તી ખતમ કેમ થતી નથી, પરંતુ તેની પાછળનું કારણ અનેક બુરાઇઓ પછી પણ આ સમાજની તાકાત એ રહી છે કે હિન્દુ સમાજે પોતાની અંદર સંતોને જન્મ આપ્યો, સમાજ સુધારકોને જન્મ આપ્યો, તેમની પાછળ ચાલવાનું રાખ્યું અને બુરાઇઓને પછાડવાની તાકાત મેળવી છે.

કેરળ ગર્વ સાથે દેશભરમાં શીક્ષા સાથે ઉભુ છે તો તે સંતોના કારણે

શ્રી નારાયણ ગુરુદેવે એ કાળમાં શીક્ષાને મહત્વ આપ્યું અને આજે કેરળ ગર્વ સાથે દેશભરમાં શીક્ષા સાથે ઉભુ છે તો એ સો સવાસો વર્ષ પહેલા આવા મહાસંતોએ પોતાનુ જીવન અર્પિત કર્યું તે જોવા મળે છે. વિશ્વના ઘણા સમાજ એવા છે, જે 20મી સદી સુધી નારીને બરાબરનો દરરજો આપવા માગતો નહોતો, લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા અનેક દેશોમાં જ્યાં ત્યારે પણ હિન્દુસ્તાનમાં એવા સંતો જન્મ્યા તેમણે નારીને શીક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સારો દરરજો અપાવવા અને સમાજમાં અલગ સ્થાન અપવવાનું કામ કર્યું હતું.

સમાજના દલિત, પીડિત, વંચિત સમાજની ભલાઇ માટે અનેક સમાજસુધારકના કામ સદીઓથી ચાલી આવ્યા છે. જે સમાજના કામમા રાજકારણ જોડાય છે, ત્યાં એકના અધિકાર લેવા માટે બીજા વિરુદ્ધ બગાવત કરવાની પરંપરા રહે છે, પરંતુ સમાજ સુધારામાં આધ્યાત્મ જોડાય છે, ત્યારે સમાજ સુધરે અને સમાજ તૂટે નહીં, તેના થકી નારાયણ ગુરુમા સમાજ સુધાર સાથે આધ્યત્મનું અદભૂત મીલન હતું કે જેથી નફરતની કોઇને તક ના આપી.

આપણા દેશમાં એ કાળ તરફ નજર કરીએ તો સમાજની અંદર બુરાઇએ કબજો જમાવ્યો હોય ત્યારે તેવા સમયે આવા સંત ઉભા થયા તેમની પાસે કંઇ નહોતુ પરંતુ બુરાઇઓ સામે લડવા માટે સંકલ્પ હતો અને ઉભા થયા સમાજ સ્વિકારે કે ના સ્વિકારે પોતાનું જીવન સમાજ સુધાર માટે ઘસી નાંખ્યું. જ્યાં ઇશ્વર ભક્તિ સર્વશ્રેષ્ઠ હતી તે કાળમાં ઇશ્વર ભક્તિ પછી કરો પહેલા દરિદ્ર નારાયણની સેવા કરો, ગરીબોની સેવા કરશો તો ઇશ્વર તેને સ્વિકારશે તે કહેવાની તાકાત આ દેશમાં હતી.

અંગ્રેજોને તેમની ભાષા શીખી તેમા જ જવાબ આપો

નારાયણ ગુરુ તરફ નજર કરીએ તો તે સમયે અંગ્રેજોનું રાજ હતુ ગુલામી માનસિકતા હતી તે માનસિકતાને વધારવા માટે અંગ્રેજીનું પ્રભાવ વધારવા માગતા હતા ત્ચારે નારાયણ ગુરુએ સમાજને કહ્યું કે તેમની ભાષા શીખીને તેમને જવાબ આપવી પડશે અને તેના માટે દેશમાં હિંમત વધારવાનું કામ તેમણે કર્યું હતું. 21મી સદી હિન્દુસ્તાનની સદી છે, જ્ઞાનની સદી છે તેમ કહે છે, આજે હિન્દુસ્તાન વિશ્વનું યુવાન દેશ છે. તેથી આ યુવા દેશ આપણું ડેમક્રેટિક ડિવિન્ડ છે અને આપણી શક્તિ છે. પંરતુ જે પ્રગતિ કરવા માગે છે તે એક વિષય પર વાત કરવા માગે છે, તેમણે જે પહેલું ભાષણ કર્યું તેમાં કહ્યું કે સ્કિલ ડેવલોપમેન્ટને પ્રોત્સાહિત કરો. હિન્દુસ્તાની અંદર ડો. મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકાર પણ સ્કિલ ડેવલોપમેન્ટની વાત કરે છે પણ મને ગર્વ છે કે 21 એપ્રિલે પીએમએ સ્કિલ ડેવલોપમેન્ટના સારા કામ માટે ગુજરાત સરકારને સન્માનિત કરી હતી.

સ્કીલ ડેવલોપમેન્ટની વાત નારાયણ ગુરુએ કરી હતી

ગુજરાત પહેલુ રાજ્ય છે જેણે અલગ સ્કીલ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે. વિશ્વભરમાં સ્કીલ ડેવલોપમેન્ટની વાત થાય છે, પણ મહત્વની વાત એ છે કે નારાયણ ગુરુએ કેરળમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટે 100 વર્ષ પહેલા પ્રયાસ કર્યા હતા. આજે આખું વિશ્વ બે સમસ્યાથી પીડાય છે ગ્લોબલ અને આંતકવાદ. પરંતુ આપણે પૂર્વજોની વાતોને ધ્યાનમાં લઇએ તો તેના આધાર પર ચાલીએ તો ગ્લોબલથી બચાવી શકાય છે અને આતંકવાદથી લોકોને પરત લાવીને સદભાવના લાવી શકાય છે તે વાત નારાયણ ગુરુ સ્વામીએ કહી હતી. જયારે તોએ કહેતા હતા એક જન એક દેશ એક દેવતા. એ વાત સમયે આવો માહોલ નહતો. આજે એક રાજ્ય બીજા રાજ્યને પાણી આપવા તૈયાર નથી ત્યારે તેના સદીઓ પહેલાના સમયમાં તેમણે આ વાત કરી હતી.

તો આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ના સર્જાત

સ્વામીએ જેમ કહ્યું તેમ હિન્દુસ્તાન કરુણા અને પ્રેમથી બંધાયેલું રહેત તો આતંકવાદને સાથ આપવાનું કામ ના કરત અને દેશમાં આતંકવાદને સ્થાન ના મળ્યું હોત. એક સમય હતો જ્યારે મંદિરોથી પ્રભાવ થતો, મંદિરોના નિર્માણ માટે સ્પર્ધા થતી, તેવા સમયમાં નારાયણ ગુરુએ સમાજના એ પ્રભાવની વિરુધમાં ચાલીને નાના મંદિરોની રચનાની પરંપરા કરી, ઇશ્વર બધે છે એ વાત કરી પ્રકૃતિનો ઓછો ઉપયોગ કર્યો હતો. જો તેને સાચવી રાખી હોત તો આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્દભવી ના હોત.

સમાજના વિકાસની યાત્રામા નારીને ભાગીદાર બનાવવા નારાયણ ગુરુએ પ્રયાસ કર્યા

વિશ્વના ઘણા દેશ છે જે આજે પણ નારીના નેતૃત્વને સ્વિકારવાનું સામર્થ્ય નથી રાખતા, આધુનિક રાષ્ટ્ર પણ નારી સામર્થ્યને સ્વિકારવા તૈયાર નથી. પરંતુ આપણા દેશમાં જ્યારે નારી વિરુદ્ધ કંઇ થતું તો સંત જાગૃત થઇ જતા હતા. મહિલા એમપાવર માટે માતૃશક્તિના સામર્થ્યનુ કામ નારાયણ ગુરુએ બળ આપ્યું હતું. વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર થવાનું બળ આપ્યું હતું. સમાજના વિકાસની યાત્રામા ભાગીદાર બનાવવા નારાયણ ગુરુએ પ્રયાસ કર્યા હતા.

કેરળની ધરતી પરથી આ વાત મારા ગુજરાત સુધી પહોંચે તો તે સૌભાગ્યની વાત

નારાયણ ગુરુએ પ્રેમ, કરુણા, એકતાની વાતો કરવાની સાથે સાદગીનું આગ્રહ રાખ્યું હતું. હું આજે પણ આ પરંપરા સાથે જોડયેલા સંતોનું અભિનંદન કરવા માંગુ છું. આજે પણ સંતો એ સાદગી જાળવી રાખવાનું કામ કરી રહ્યાં છે તે એક ગર્વની વાત છે. આ મારું સૌભાગ્ય છે કે આ પરંપરાને નીકટથી જોવાની મને તક મળી છે. અહીં રુતંભરાજીએ કેટલીક અપેક્ષા વ્યક્ત કરી હતી. ગુજરાતની ધરતી પર આ સંદેશ કેવી રીતે પહોંચે. મારા માટે આ ગર્વની વાત છે કે, તેમણે આ વાત કરી. કેરળની ધરતી પરથી આ વાત મારા ગુજરાત સુધી પહોંચે તો તે સૌભાગ્યની વાત છે.

ગુજરાતની પ્રગતિમાં કેરળના ભાઇઓના પરસેવાની મહેક

કેરળનો કોઇ જિલ્લો, તાલુકો એવો નહીં હોય જ્યાના લોકો મારા ગુજરાતમાં ના રહેતા હોય. આજે ગુજરાતની પ્રગતિમાં કેરળના ભાઇઓના પરસેવાની મહેક પણ છે. અને તેથી આજે હું મારા કેરળના ભાઇઓ બહેનોનો આભાર અને અભિનંદન વ્યક્ત કરવા માંગુ છું. મને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં કેરળના ભાઇઓ જે ગુજરાતમા રહે છે, અહીં નારાયણ ગુરુની પ્રેરણાથી કંઇને કંઇ ગતિવિધિ થાય છે તેનાથી ગુજરાતમા રહેતા કેરળના ભાઇઓને પણ પ્રેરણા મળી જશે. નારાયણ ગુરુનો સંદેશો ફેલાવનારાઓને ગુજરાત આવીને ગુજરાતની સેવા કરવા માટે હું આમંત્રણ પાઠવું છું. આ પવિત્ર ધરતી પર આવવાની તક મળી તે બદલ તમને અભિનંદન પાઠવું છું. હું સારું કામ સદેવ કરતો રહું તેવા આશિર્વાદ આ તપોવન ધરતી પરથી મળે.


English summary
Gujarat chief minister narendra modi address dharma meemamsa parishad at kerala's sivagiri mutt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X