બિહારને પાણી અને જવાની પર ધ્યાન આપવાની જરૂર છે: મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર ચૂંટણી પહેલા બિહારમાં ચાર અલગ અલગ જગ્યાએ જાહેર ચૂંટણીઓને સંબોધી. જે સ્પીડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં જનસભા સંબોધી રહ્યા છે તે જોતાના લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ મોદી એક નવો રેકોર્ડ સ્થાપશે. નોંધનીય છે કે વડાપ્રધાન બિહાર ચૂંટણીમાં 40 જેટલી રેલીઓને સંબોધી છે. આટલી જનસભાઓ તેમણે લોકસભાની ચૂંટણી વખતે પણ નહતી કરી. જે બતાવે છે બિહારમાં કેસેરિયા લહેરાવો ભાજપ માટે કેટલું મહત્વપૂર્ણ છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મુંગેર, બેગૂસરાય. સમસ્તીપુર અને નવાદામાં ચાર ચૂંટણી સભાઓને સંબોધી. વળી આ રેલીઓ તેમણે લાલુ યાદવ, નિતિશ કુમાર, રાહુલ ગાંધી, ગૌ માંસ વિવાદ, ગઠબંધન, જંગલરાજ, વિકાસ, જેવા અનેક મુદ્દાઓને આવર્યા.

નોંધનીય છે કે મોદીની આ મહેનત રંગ પણ લાગી રહી છે ચૂંટણી પહેલાના લેવાયેલા વિવિધ પોલનું માનીએ તો પહેલી વાર તેવું બની પણ શકે છે બિહારમાં ભાજપનું કમળ ખીલે. ત્યારે મોદીની આ ચાર રેલીઓમાં મોદીએ કેવા કેવા મુદ્દાને ઉઠાવ્યા, કોને શું કહ્યું તે વિષે વિસ્તૃત અહેવાલ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મહાગંઠબંધ છે મહા સ્વાર્થનું બંધન
  

મહાગંઠબંધ છે મહા સ્વાર્થનું બંધન

મોદીએ રાજદ, જદયૂ અને ક્રોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ મહાગઠંબંધન મહા સ્વાર્થનું બંધન છે. તે બિગ બોસના ઘર જેવું છે જેમાં તમામ લોકો એક બીજાના વિરોધમાં હોય છે અને બિગ બોસ તેમને નચાવતો રહે છે.

ક્રોંગ્રેસ પર શું બોલ્યા
  

ક્રોંગ્રેસ પર શું બોલ્યા

મોદી કહ્યું કે ક્રોંગ્રેસ અહીં 35 વર્ષ સુધી રાજ કર્યું પણ તેમણે લોકોનું કોઇ રીતે ભલુ નથી કર્યું. ક્રોંગ્રેસના નેતાઓ તેમના વખાણ કરવાની શક્તિ ખોઇ ચૂક્યા છે. ક્રોંગ્રેસને તેનો જ અહંકાર નડ્યો છે. તેણે 35 વર્ષમાં બિહારને લૂંટ્યું જ છે.

લાલુ, યદુવંશ અને શેતાનનો મુદ્દો
  
 

લાલુ, યદુવંશ અને શેતાનનો મુદ્દો

મોદી કહ્યું કે યદુવંશ સાચા ગૌ પ્રેમીઓ હતા. અને હવે લાલુજી કહે છે કે યદુવંશીઓ ગૌ માંસ ખાવાનો આરોપ લગાવે છે તેમને યાદ રહે કે આ જ યદુવંશીઓના કારણે તેમને સત્તા મળી હતી.

શેતાનને લાલુ જ મળ્યો!
  

શેતાનને લાલુ જ મળ્યો!

મોદીએ કહ્યું કે યદુવંશીઓએ જ્યારે લાલુજીનો વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે મારી અંદર શેતાન પ્રવેશ કરી ગયો છે. મને નવાઇ લાગે છે કે દુનિયા, ભારતમાં બિહાર શેતાન કોઇના મળીને લાલુનું જ શરીર મળ્યું. લાલુ અને રાબડી અને નિતિશ 25 વર્ષમાં બિહારને ખાલી લૂંટ્યું છે.

જંગલરાજ કે વિકાસરાજ
  

જંગલરાજ કે વિકાસરાજ

મોદી કહ્યું કે લોકોએ નક્કી કરવું પડશે કે તેમને જંગલરાજ જોઇએ છે કે વિકાસ. અત્યાર સુધી આવેલા તમામ નેતાઓએ અહીં જંગલરાજ જ ચાલાવ્યું છે.

પાણી અને જવાની
  

પાણી અને જવાની

મોદી કહ્યું કે બિહારના કેટલાક વિસ્તારોમાં એટલું પાણી છે જેની માટે ભારતના અનેક વિસ્તારો તરસી રહ્યા છે. અને યુવાનો પણ અનેક છે જો જુવાની અને પાણી પર ધ્યાન આપવામાં આવે તો બિહારની તસવીર બદલી શકાય છે.

English summary
Narendra Modi address rally in bihar
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.