• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ગાયોનું કત્લેઆમ કરનારી કોંગ્રેસને કર્ણાટકમાં આપો નો એન્ટ્રી'

|
narendra modi1
મેંગ્લોર, 2 મેઃ કર્ણાટકના મેંગ્લોર ખાતે એક જાહેર સભાને સંબોધતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની નબળી, દુર્બળ, દિશાહિન સરકારને કર્ણાટકમાં આવવા દેવી જોઇએ. મોદીએ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના યુવા ચહેરા રાહુલ ગાંધી પર પણ વેધક પ્રહારો કર્યા હતા.

મોદીએ જાહેર મેદનીને સંબોધન કરતા કહ્યું કે, સારુ થયુ હોત કે તમે લોકોએ મને કન્નડ ભાષા શીખવી દીધી હોત, જો તમે મને શીખવી દીધી હોત તો હું આજે તમારી સાથે કન્નડમાં વાત કરતો હોત, પરંતુ હું એ કરી શકતો નથી કારણ કે મને કન્નડ ભાષા આવડતી નથી. મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે દિલ્હીની સરકાર જવાબ આપે કે દેશનો વિકાસદર ઓછો કેમ થયો. કોંગ્રેસ કહે છે કે કર્ણાટક સરકારે પાંચ વર્ષમાં કંઇ કર્યું નથી, પરંતુ તમે જવાબ આપો કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે, શું તમારી સરકારે દેશમાં વિશેષ ફર્ટીલાઇઝર પેદા કરવામાં આવે તેવા પ્રયાસો કર્યા છે ખરા, તમારી સરકારના ખોટા નિર્ણયોના કારણે દેશમાં ગાયો અને પશુઓની સંખ્યા ઘટી રહી છે અને તેના કારણે ફર્ટીલાઇઝરની સમસ્યા ઉદ્દભવી છે, ફર્ટીલાઇઝરની સમસ્યાના હલ માટે કામ આવે તેવી આપણી પશુસંપદા આજે ઓછી થઇ ગઇ છે અને તેની પાછળ અન્ય કોઇ નહીં પરંતુ કેન્દ્ર સરકાર છે.

દિલ્હીમાં બેસેલી સરકારનો એજેન્ડા

મોદીએ દિલ્હીમાં બેસેલી કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સરકારના એજન્ડા અંગે જાહેર મેદનીને જણાવતા કહ્યું કે, આપણે ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન સાંભળ્યું છે, પરંતુ શું તમે ક્યારેય પિન્ક રિવોલ્યુશન સાંભળ્યું છે. કોંગ્રેસની સરકારનો એજેન્ડા પિન્ક રિવોલ્યુશનનો છે. પિન્ક રિવોલ્યુશનનો અર્થ છે, પશુઓ, ગાયોનું કત્લેઆમ કરવામાં આવે, કારણ કે મટનનો કલર પિન્ક હોય અને તેનું એક્સપોર્ટ કરવામાં આવે તે પિન્ક રિવોલ્યુશન. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કતલખાનુ ખોલનારાને પાંચ વર્ષ સુધી ટેક્સ માફી આપવામા આવે છે, 50 કરોડ સુધી કેન્દ્ર સરકાર દ્વારા સબ્સીડી આપવામાં આવે છે. એટલું જ નહીં, તમારા કતલખાનેથી મટનને એક્સપોર્ટ કરવા માટે રસ્તામાં પર કિ.મી. પાંચ રૂપિયા ટ્રાન્સપો્રટ એલાઉન્સ પણ આપવામાં આવશે, આ બધના કારણે આપણા દેશમાં પુશધનની, ગાયોનું કત્લેઆમ કરવામાં આવે છે.

ગાયોનું કત્લેઆમ કરનારી કોંગ્રેસને કર્ણાટકમાં એન્ટ્રી ના આપવી જોઇએ

મોદીએ અન્ય પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ પિન્ક રિવોલ્યુશન લાવીને કેન્દ્ર સરકાર પશુધન ઓછું કરવાની યોજના બનાવી રહી છે, તો બીજી તરફ પાડીસી દેશોમાં ગાયોનું સ્મગ્લિંગ કરવામાં આવી રહ્યું છે. આપણે અત્યારસુધી ગોલ્ડના સ્મગ્લિંગ અંગે સાંભળ્યું હતું પરંતુ હવે ગાયોનું સ્મગ્લિંગ પણ આ દુર્બળ સરકારના કારણે થઇ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે, જો તમે અમને વોટ આપશો તો અમે તેમને ગાયોનું કત્લેઆમ કરવા માટેની પરવાનગી આપીશું. હિન્દુસ્તાન જેવા કૃષિપ્રધાન દેશણાં પશુપાલન અનિવાર્ય છે, ત્યારે શું ગાયોની પશુઓની કત્લેઆમ કરનારી આ કોંગ્રેસને કર્ણાટકમાં એન્ટ્રી આપવી જોઇએ? નહીં.

સરબજીત મુદ્દે નિષ્ફળ રહી આ દિલ્હીની દુર્બળ સરકાર

પાકિસ્તાનની જેલમાં હુમલો થયા બાદ લાહોરમાં મૃત્યું પામનાર ભારતીય જાસૂસ સરબજીત સિંહના મોત અંગે મોદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, દિલ્હીમાં બેસેલી સરકાર દુર્બળ, દિશાહિન અને વૈચારિક દારિદ્રવાળી છે. સરબજીત સાથે પાકિસ્તાનમાં જે થયું, સરબજીતને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો તેના માટેનો સીધો આરોપ હું પાકિસ્તાન સરકાર મુકુ છું. જેલની અંદર કેદીઓ વચ્ચે દંગા થાય છે, કેદીઓ ઝઘડે છે અને ક્યારેક દુર્ઘટના પણ થાય છે. પરંતુ ક્યારેય ફાંસીની સજા ભોગવનારાઓની ખોલીમાં દંગા થતા નથી. ફાંસીની સજા ભોગવનારા કેદીને ઇસોલેટેડ સેલમાં રાખવામાં આવે છે. તેને ક્યારેય અન્ય કેદીને મળવાની પરવાનગી હોતી નથી. ત્યાં દંગા થતા નથી. ત્યારે શુ કારણ છેકે, સરબજીત પર હુમલો કરવામાં આવ્યો અને તેનું મૃત્યું થયું.

સરબજીત પર હુમલો થયા બાદ ભારત સરકાર પાસે સમય હતો કે તે પાકિસ્તાન વિરુદ્ધનો માહોલ બનાવે. વિશ્વમત બનાવે, વિશ્વના તમામ દેશોને આ મુદ્દે જાગૃત કરવાની જરૂર હતી, પરંતુ દિલ્હીની સરકારે સરબજીતનો આખો મામલો તેમના પરિવાર પર છોડી દીધો. સરબજીતની બહેન પોતાના ભાઇની જિંદગી બચાવવા મથી રહી પરંતુ દિલ્હી સરકારે પોતાની કોઇ તાકાત દર્શાવી નહીં અને તેનું કારણ છે, દિલ્હીમાં દુર્બુળ સરકાર છે. એવો કોઇ નાનો દેશ નથી કે જે ભારતને હેરાન ના કરતો હોય, આખા વિશ્વમાં હિન્દુસ્તાનના પક્ષમાં બોલનારું કોઇ મળતું નથી.

પ્રધાનમંત્રી શું કરી રહ્યાં છે. ચીને તમારી કોઇ ચિંતા નથી. આપણી સરહદમાં આવે છે, ટેન્ટ બનાવે છે, સૈનિકોની પરેડ કરાવે છે અને રોડ બનાવે છે, જ્યારે દિલ્હી સરકારને કંઇ ખબર જ નથી. સરકારને ખબર જ નથી કે કેવી રીતે તાકાતનું પ્રદર્શન કરવામાં આવે. બાંગ્લાદેશ જેવો નાનો દેશ હિન્દુસ્તાનને આખો દેખાડે છે. તેની વાત સાંભળવા તૈયાર નથી. આપણા માછીમારોની હત્યા કરી દેવામાં આવે છે અને ઇટલી તેમને મોકલવા તૈયાર નથી થતું. એવા સમયમાં આરોપીઓને ઇટલીથી લાવવા માટે સુપ્રિમ કોર્ટને દખલગીરી કરવી પડે એથી મોટી દુઃખદ વાત કઇ હોઇ શકે.

સુરક્ષિત ભવિષ્ય માટે કોંગ્રેસમુક્ત કર્ણાટક, કોંગ્રેસમુક્ત ભારત બનાવો

મોદીએ કહ્યું કે, શું આવી દુર્બળ સરકારના હાથમાં દેશના નાગરીકોનું ભવિષ્ય સુરક્ષિત છે. તેમના પર વિશ્વાસ કરી શકાય. કર્ણાટકના જવાનોને પુછુ છુ કે તમારા માતા પિતા જે કપરી સ્થિતિમાંથી પસાર થયા, તેમાથી તમારે પસાર થવું છે કે આગળ વધવા માગો છો અને સારી જિંદગી જીવવા માગો છો. જો તમને તમારા ભવિષ્યની ચિંતા હોય તો એકજ ઉત્તમ માર્ગ છે અને જ્યા સુધી આપણે એ રસ્તા પર નહીં જઇએ ભવિષ્ય સુરક્ષિત નહીં થાય. એ માટે આપણે કોંગ્રેસમુક્ત કર્ણાટક અને કોંગ્રેસમુક્ત ભારત બનાવવાનું છે.

પ્રધાનમંત્રી બોલ્યા એ સૌથી મોટી ઘટના

મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી અહીં આવ્યા હતા અને બોલ્યા હતા. તેઓ બોલ્યા એ સૌથી મોટી ઘટના છે પરંતુ મીડિયાએ તેની નોંધ લીધી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, કર્ણાટકની સરકારે વિજળી ક્ષેત્રમાં કંઇજ કર્યું નથી. પરંતુ તમારા નેતૃત્વ હેઠળ દેશમાં જે 24 કલાક અંધારપટ છવાયો અને તેના કારણે વિશ્વભરમાં દેશને શર્મસાર થવું પડ્યું તે અંગે કોણ જવાબદાર છે એ તો જવાબ આપો, અને જુઓ તો જે શિંદે કે જે ત્યારે પાવર મિનિસ્ટર હતા તેમને પ્રમોશન આપવામાં આવ્યું અને તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. તમારી સરકારમાં નિષ્ફળને પ્રમોશન આપવામાં આવે છે. ગુજરાત પાસે 2000 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, પરંતુ તે બંધ છે કારણ કે કોલસા અંગે કેન્દ્રની કોઇ નીતિ નથી. જેના કારણે ઇંધણ મળી રહ્યું નથી અને કોલસો પહોંચી રહ્યો નથી. ત્યારે કર્ણાટકને પૂછતા પહેલા પીએમએ જવાબ આપવો જોઇએ કે તેઓ શા માટે કોલસા પર બેસી ગયા છે.

જે દિલ્હી નથી સંભાળી શકતા તે કર્ણાટક સંભાળી શકશે ખરા?

મોદીએ દિલ્હીમાં થયેલા મહિલા વિરુદ્ધના ક્રૂર અત્યાચારોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, દિલ્હીમાં કોગ્રેસની સરકાર છે અને કેન્દ્રમાં પણ તેમની નેતૃત્વ હેઠળની સરકાર છે છતા તેઓ નાના અમથા દિલ્હીને સંભાળી શક્યા છે. જે લોકો દિલ્હીને નથી સંભાળી શક્યા, તેઓ કર્ણાટકને સંભાળી શકશે ખરા? મેં બેંગ્લોરમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. તમારા પરિવારમા બે દિકરી હોય મોટી દિકરીના લગ્ન થઇ જાય અને જે પરિવારમાં તેના લગ્ન થયા હોય ત્યાં તે દુધી હોય તો શું એ પરિવારમા તમે તમારી બીજી દિકરી આપવાની હિમત કરશો. આવી ભુલ કોઇ કરશે નહીં. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આપીને આપણે પરેશાની ભોગવીએ છીએ તો શું તેને કર્ણાટક આપવાની ભુલ કરશો.

English summary
narendra modi addressed public meeting in Mangalore. he said, People embracing brotherhood now. We want our Karnataka has a life of peace and happiness but Congress believes in divide and rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more