For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપ

#Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે 'મેં નહિ હમ' પોર્ટલ અને એપ લૉન્ચ કર્યાં છે. આઈટી અને ઈલેક્ટ્રોનિક વિનિર્માણ ક્ષેત્રના ઉદ્યમિયો સાથે તેમણે સંવાદ કર્યો. કહ્યું કે આ પોર્ટલ સેલ્ફ ફૉર સોસાયટીની થીમ પર કામ કરશે. સેલ્ફ ફૉર સોસાયટીની થીમ પર કામ કરનાર આ પોર્ટલ આઈટી સેક્ટર સાથે જોડાયેલ બિઝનેસમેન અને સંગઠનોને એક મંચ આપશે, જેનાથી તે પોતાની સમાજ સેવા સાથે જોડાયેલ પ્રયાસોને સાથે લાવી શકશે.

modi

આઈટી પ્રોફેશનલ્સને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે દુનિયાની અપેક્ષા પર ખરા ઉતરવું પડશે. દરેક નાના-મોટા પ્રયાસોની કદર કરવી જોઈએ. સરકાર યોજના બનાવી શકે છે પરંતુ કોઈપણ પહેલની સફળતા જનતાના જોડાવવા પર નિર્ભર કરે છે. 'મેં નહિ હમ'નો મતલબ એમ નથી થતો કે 'મેં'ને ખતમ કરી દેવો છે, બલકે 'હમ'માં 'મેં'નો વિસ્તાર કરવો છે. એમણે કહ્યું કે આપણે એ વિચારવું જોઈએ કે આપણી ઉર્જાનો ઉપયોગ કેવી રીતે અન્યોના જીવનમાં સકારાત્મક સુધાર લાવવા માટે કરી શકીએ.

મોદીએ કહ્યું કે યુવા ટેક્નોલોજીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ આનાથી ખુદ માટે જ નહિ બદલે બીજાઓ માટે પણ ભલાઈ ખાતર ઉપયોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા સાથે જોડાયેલો માણસ છું. માટે મને જે સૂચના પીરસવામાં આવે છે, હું તેનો શિકાર નથી. જે સૂચના મારે જોઈએ છે તે હું શોધી લઉં છું. મોદીએ કહ્યું કે દેશમાં લાખો લોકો ટેક્સ જમા કરે છે કેમ કે એમને વિશ્વાસ છે કે એમના પૈસાનો યોગ્ય રીતે અને લોકોની ભલાઈ માટે ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશમાં હાર્દિક બોલ્યો- ગધેડાઓને ચૂંટે છે જનતા

English summary
PM Narendra Modi addressing IT professionals in Delhi main nahin hum portal app
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X