• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીની લોકપ્રિયતા નહેરુ જેવીઃ અશોક સિંઘલ

By Super
|
modi-gujarat-cm
સંગમ, 6 ફેબ્રુઆરીઃ વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)ના વરિષ્ઠ નેતા અશોક સિંઘલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ સાથે કરી છે અને કહ્યું છે કે મોદી એવી જ લોકપ્રિયતાની અનુભૂતિ કરી રહ્યાં છે જેવી જવાહર લાલ નહેરુએ અનુભવી હતી. નહેરુ બાદ પહેલી વાર લોકો તરફથી એવી માગં આવી રહી છે કે મોદી દેશના પ્રધાનમંત્રી બને.

પૂર્વ વિહિપ ચીફનું આ પ્રકારનું નિવેદન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની મુલાકાત પહેલાના થોડા સમય અગાવ જ આવ્યું હતું. રાજનાથ સિંહ ત્યાં સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓને મળશે અને વિશ્વ હિન્દુ પરિષદની સેન્ટ્રલ એડવાઇઝરી કમિટિની બેઠકમાં ભાગ લેશે. વિહિપનો સમારોહ મર્યાદા અને સીમા અનુરુપ હોવાનું જણાવતા પૂર્વ વિહિપ ચીફે કહ્યું છે, ' રાજકારણ સાથે જોડાઇને અમે શાંતિ ભંગ કરવા માગતા નથી. અમારો આત્મા સંપૂર્ણપણે હિન્દુ સમાજ માટે સમર્પિત છે.

ગુરુવારે આયોજિત ધર્મ સંસદમાં મોદીને પ્રધાનમંત્રી પદ પર આગળ કરવાને લઇને ચર્ચા થશે, તે સવાલ પર સિંઘલે કહ્યું કે વિહિપની બેઠકમાં પ્રધાનમંત્રી પદ અને મોદીને લઇને કોઇ ચર્ચા થશે નહીં. તે અમારો મુદ્દો નથી. તેમણે કહ્યું કે, સંત સમાજ સાથે બેઠકમાં અમે રામ મંદિર આંદોલન અંગે નવેસરથી ચર્ચા કરીશું.

નોંધનીય છે કે, આ પહેલાં મહાકુંભમાં અલ્હાબાદ પહોંચેલા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રવિણ તોગડિયાએ પણ મોદી અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, પીએમ મદના ઉમેદવારથી તેમને કોઇ મતલબ નથી. એ કામ ભારતીય જનતા પાર્ટીનું છે. અહીં ચાલી રહેલા સમારોહમાં અમે તેમનું સ્વાગત કરીશું જે હિન્દૂ છે. પછી તે કોઇપણ પાર્ટીનું કેમ ના હોય.

English summary
Amid demand by some BJP leaders for projecting Narendra Modi as the party's Prime Ministerial candidate, VHP leader Ashok Singhal today said the Gujarat Chief Minister enjoys the same popularity as that of the first Prime Minister Jawahar Lal Nehru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more