
Modi Cabinet Resuffle: આ 43 નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી, ગુજરાતીઓનો દબદબો વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 43 નવા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આજે સાંજે 6 વાગ્યે આ 43 નેતાઓ શપથ લેશે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેંદર યાદવ અનુપ્રિયા પટેલ, શોભા કરાંડલાજે, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ અને અનુરાગ ઠાકુર વગેરે નામ સામેલ છે.
11 મંત્રીઓના રાજીનામાં લઈ લીધાં
કેબિનેટ વિસ્તરણ પહેલાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સહિત ડઝનેક મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયાં છે. મંત્રીમંડળથી રાજીનામું આપનાર મંત્રિઓમાં નિશંક અને હર્ષવર્ધન ઉપરાંત સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌધરી, મહિલા બાળ વિકાસ મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા, શ્રમ રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતન લાલ કટારિયાના રાજીનામાં પણ લઈ લીધાં છે. મંગળવારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે પણ રાજીનામું આપી દીધું હતું અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
આ 43 નેતા શપથ લેશે
- નારાયણ રાણે
- સરબાનંદ સોનોવાલ
- વિરેન્દ્ર કુમારજ્યોતિરાદિત્ય સિંધિયા
- રામચંદ્ર પ્રસાદ સિંહ
- અશ્વિની વૈશ્ણવ
- પશુ પતિ કુમાર પારસ
- કિરણ રિજિજુ
- રાજ કુમાર સિંહ
- હરદીપ સિંહ પુરી
- મનસુખ માંડવિયા
- ભૂપેન્દ્ર યાદવ
- પરશોત્તમ રૂપાલા
- જી કિશન રેડ્ડી
- અનુરાગ સિંહ ઠાકુર
- પંકજ ચૌધરી
- અનુપ્રિયા સિંહ પટેલ
- સત્ય પાલ સિંહ બાઘેલ
- રાજીવ ચંદ્રશેખર
- સુશ્રી શોભા
- ભાનુ પ્રતાપ સિંહ વર્મા
- દર્શના વિક્રમ જરદોશ
- મીનાક્ષી લેખી
- અનુપુર્મા દેવી
- એ નારાયણસ્વામી
- કૌશલ કિશોર
- અજય ભટ્ટ
- બીએલ વર્મા
- અજય કુમાર
- ચૌહાણ દેવુસિંહ
- ભગવંત ખુબા
- કપિલ મોરેશ્વર પાટિલ
- પ્રતિમા ભૌમિક
- સુભાસ સરકાર
- ભગવત કિશનરાવ કારડરાજકુમાર રંજન સિંહ
- ભારતી પ્રવિણ પવાર
- બિશ્વેસ્વર તુડુ
- શાંતનુ ઠાકુર
- મુંજપરા મહેન્દ્રભાઈ
- જોહ્ન બારલા
- એલ મુરુગન
- નિસિથ પ્રમાણિક
ચૂંટણીને લઈ વિસ્તરણ કરાયુંઃ ખડગે
કેબિનેટ વિસ્તરણને લઈ કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેટલાક દલિતો અને પછાત જાતીના સભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર આવું કરી રહી છે. લોકોને ભટકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર સમુદાયોના હિત માટે નહી બલકે પોતાના હિત માટે કેબિનેટનું વિસ્તરણ કરી રહ્યા છે.