લ્યો હવે કોલેજોમાં પણ મોદી Cafe, બનશે કેમ્પસ એમ્બેસેડર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: 'આપ'થી સતર્ક ભાજપ સતત પોતાની ચૂંટણી રણનિતીમાં ફેરફાર કરી રહી છે. યુવાનોને પોતાના પક્ષમાં કરવા માટે પાર્ટીએ પોતાના પીએમ ઇન વેટિંગ નરેન્દ્ર મોદીની ચા વેચવાના બ્રેકગ્રાઉન્ડનો ચૂંટણીમાં લાભ લેવાની સ્કિમ બનાવી છે. ભાજપ દેશભરના કોલેજ કેમ્પસ એમ્બેસેડર બનાવશે જે મોદી કેફે પર ચાની ચુસ્કીઓ વચ્ચે પાર્ટી માટે સમર્થન પ્રાપ્ત કરશે.

ભાજપ યુવા મોરચાએ તેના માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે આ કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમની વેબસાઇટ પણ લોન્ચ કરી. તેમને કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં યુવા શક્તિની મોટી ભૂમિકા હશે એટલા માટે પાર્ટીના યુવા કાર્યકર્તાઓને આ મૂળમંત્રની સાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાના છે કે રાજકીય જીવનમાંપ પ્રામાણિકતા સૌથી મોટી પૂંજી છે. યુવાનોએ એવું રાજકારણ કરવાનું રહેશે જે સમાર્ગ પર લઇ જાય.

તેમને કહ્યું હતું કે ભાજપ ફક્ત વોટોનું રાજકારણ કરતું નથી પરંતુ આ ભારતની સાંસ્કૃતિક ધારા સાથે જોડાયેલી છે, એટલા માટે અમારી વિચારધારા પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે. તેમને યુવાનો સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતનો ફક્ત આર્થિક વિકાસ જ નથી કરવાનો પરંતુ આધ્યાત્મિક વિકાસ પણ કરવાનો છે. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુરને આ નવી પહેલ માટે શુભેચ્છા પાઠવતાં તેમને કહ્યું હતું કે યુવાનો હંમેશા કંઇક નવું કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે.

લોકસભા ચૂંટણીમાં યુવા શક્તિની મોટી ભૂમિકા ભજવશે
  
લોકસભા ચૂંટણીમાં યુવા શક્તિની મોટી ભૂમિકા ભજવશે

ભાજપ યુવા મોરચાએ તેના માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે આ કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમની વેબસાઇટ પણ લોન્ચ કરી. તેમને કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં યુવા શક્તિની મોટી ભૂમિકા હશે એટલા માટે પાર્ટીના યુવા કાર્યકર્તાઓને આ મૂળમંત્રની સાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાના છે કે રાજકીય જીવનમાંપ પ્રામાણિકતા સૌથી મોટી પૂંજી છે. યુવાનોએ એવું રાજકારણ કરવાનું રહેશે જે સમાર્ગ પર લઇ જાય.

કેમ્પસ એમ્બેસેડર બનાવવામાં આવશે
  
કેમ્પસ એમ્બેસેડર બનાવવામાં આવશે

ચૂંટણીમાં યુવા મોરચાને પોતાની જવાબદારીને આ જ આત્મવિશ્વાસ પુર્વક નિભાવવી પડશે. અનુરાગ ઠાકરે આ અવસરે કહ્યું હતું કે દેશની હજારો કોલેજોમાં હજારો કેમ્પસ એમ્બેસેડર બનાવવામાં આવશે.

કોલેજના વિદ્યાર્થીઓને યુવા મોરચા સાથે જોડવાનું કામ
  
કોલેજના વિદ્યાર્થીઓને યુવા મોરચા સાથે જોડવાનું કામ

પહેલાં ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઇન કાર્યક્રમના માધ્યમથી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આના માધ્યમથી દેશમાં પ્રોફેશનલ કોલેજના વિદ્યાર્થીઓને યુવા મોરચા સાથે જોડવાનું કામ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના ફિડબેક લેવામાં આવશે
  
વિદ્યાર્થીઓના ફિડબેક લેવામાં આવશે

કેમ્પસ એમ્બેસેડર કોલેજના યુવાનોની વિચારધારા, સંગઠન અને નીતિઓથી માહિતગાર કરવાનું કામ કરશે. આ એમ્બેસેડર મતદારોની નોંધણી અને જાગૃતતાનો કાર્યક્રમ પણ ચલાવશે અને વિદ્યાર્થીઓના ફિડબેક પણ લેશે.

મોદી કેફે
  
મોદી કેફે

કેમ્પસ એમ્બેસેડર મોદી કેફેના નામથી નાના-નાના સમૂહોમાં ચા-કોફી પર યુવાનોને મોદીની સાથે-સાથે પાર્ટી વિશે જણાવીશું. કાર્યક્રમમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના દસથી વધુ પણ કોલેજોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો હાજર રહ્યાં હતા.

English summary
BJP president Rajnath Singh today launched "BJYM Campus Ambassador" programme aimed at connecting with youth, and asked party's youth wing activists to do clean politics.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.