For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ કર્ણાટક ગુમાવ્યા બાદ એમપી, રાજસ્થાન પણ ગુમાવશે ભાજપ

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ટીવી ચેનલ એબીપીએ એક સર્વે જારી કર્યો છે. આ સર્વેમાં રાજસ્થાનના આંકડા જારી કરવામાં આવ્યા છે. સર્વે મુજબ રાજસ્થાન ભાજપના હાથમાંથી જઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ટીવી ચેનલ એબીપીએ એક સર્વે જારી કર્યો છે. આ સર્વેમાં રાજસ્થાનના આંકડા જારી કરવામાં આવ્યા છે. સર્વે મુજબ રાજસ્થાન ભાજપના હાથમાંથી જઈ શકે છે. રાજ્યમાં કોંગ્રેસ પાછા ફરવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. આ સર્વે 28 એપ્રિલથી 17 મે દરમિયાન કરાવવામાં આવ્યો હતો. સર્વે મુજબ, રાજસ્થાનમાં કોંગ્રેસની મતબેંકમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આગામી ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને ઘણો મોટો ફાયદો થવાનો છે. 2013 માં 200 સીટો માટે થયેલી ચૂંટણીમાં ભાજપને 163 સીટો અને કોંગ્રેસને માત્ર 21 સીટો મળી હતી જ્યારે 16 અન્યને મળી હતી.

રાજસ્થાનમાં ભાજપને મોટુ નુકશાન

રાજસ્થાનમાં ભાજપને મોટુ નુકશાન

જો હાલમાં ચૂંટણી થઈ જાય તો રાજ્યના 44 ટકા મત કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. ભાજપને 39 ટકા મત મળશે જ્યારે 17 ટકા અન્યના ખાતામાં જઈ શકે છે. જો વાત 2013ની ચૂંટણીઓની કરીએ તો તે સમયે ભાજપના ખાતામાં 45 ટકા મતો હતા જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 33 ટકા મતો હતા. સર્વે મુજબ મતોમાં ભાજપને 6 ટકા નુકશાન થયુ છે. વળી કોંગ્રેસને 11 ટકા મતોનો ફાયદો થવાનો છે.

મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર જઈ શકે છે

મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર જઈ શકે છે

સર્વે મુજબ મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર જઈ શકે છે. કોંગ્રેસ પક્ષ રાજ્યમાં જબરદસ્ત વાપસી કરી શકે છે. જો બંને પક્ષોના મતોની વાત કરીએ તો ભાજપના હાથમાંથી મતોનો એક મોટો હિસ્સો સરકતો દેખાઈ રહ્યો છે. વળી, કોંગ્રેસના મતોમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે.

એમપીમાં કોંગ્રેસના મતોમાં જબરદસ્ત ઉછાળો

એમપીમાં કોંગ્રેસના મતોમાં જબરદસ્ત ઉછાળો

2013માં ભાજપ પાસે 45 ટકા, કોંગ્રેસ પાસે 36 ટકા અને અન્ય પાસે 19 ટકા મત હતા. તાજા સર્વે મુજબ હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપ પાસે 34 ટકા, કોંગ્રેસ પાસે 49 ટકા અને અન્યના ખાતામાં 17 ટકા મત જતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસને 13 ટકાનો જબરદસ્ત ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. વળી, ભાજપના ખાતામાં 11 ટકા મતો ઘટી ગયા છે.

English summary
modi completes 4 years office abp news survey congress bjp rajasthan madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X