મોદીએ કરી ભૂલ તો રાહુલે શું કર્યું : યશવંત સિન્હા
સિન્હાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીના ઉત્તરાખંડના પ્રવાસ બાક કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી અંગે કંઇપણ બોલવાનો અધિકાર નથી. તેમણે પૂછ્યું કે જો નરેન્દ્ર મોદીએ ભૂલ કરી છે તો રાહુલ ગાંધીએ શું કર્યું છે?
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે મારા જેવા વ્યક્તિનું માનવું છે કે કૂદરતી આપત્તિ પર રાજકારણ ના થવું જોઇએ. નેતાલોકો આ મુશ્કેલીની ઘડીમાં એવી રીતે લાગેલા છે કે તેઓને બે વોટ મળી જાય. તેમણે જણાવ્યું કે એક સાંસદ તરીકે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે કે કેટલાંક સાંસદોએ આવું કર્યું છે. નેતાઓ તો નીકાળી નથી રહ્યા આ કામ તો સુરક્ષા જવાનો કરી રહ્યા છે. આ કામ તેમનું છે અને તેમને જ કરવા દેવું જોઇએ.
પીડિતો એક વખત ત્યાંથી નીકળી જાય ત્યારબાદ તેમને ઘરે પહોંચાડવાનું કાર્ય સરકારોનું છે. ત્યાંના લોકોનું પુનર્વસન મોટો પડકાર છે. તેમાં લોકો સહયોગ કરે. યશવંત સિન્હાએ કહ્યું કે ડિઝાસ્ટર ટૂરિઝમ કરનારાઓ પર પ્રતિબંધ લાગવો જોઇએ.
કેદારનાથના મંદિર પર કોઇ વિવાદ નહીં થવો જોઇએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે નરેન્દ્ર મોદીના ગયા બાદ ગૃહમંત્રીએ ઇનકાર કર્યો કે ત્યાં કોઇ નહીં જાય તો પછી બાદમાં રાહુલ ગાંધી શા માટે ત્યાં ગયા?