bjp assembly poll narendra modi assembly election results 2018 election results 2018 madhya pradesh election results 2018 rajasthan election results 2018 chhattisgarh election results 2018 telangana election results 2018 mizoram election results 2018 ભાજપ વિધાનસભા પોલ નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 ચૂંટણી પરિણામ 2018 મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018 રાજસ્થાન ચૂંટણી પરિણામ 2018 છત્તીસગઢ ચૂંટણી પરિણામ 2018 તેલંગાના ચૂંટણી પરિણામ 2018 મિઝોરમ ચૂંટણી પરિણામ 2018
એમપી, રાજસ્થાન, છત્તીસગઢના પરિણામથી સામે આવ્યુ મોદી ફેક્ટરનું સત્ય
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. 2019 લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપની હાર માટે આખરે જવાબદાર કોણ છે? આ સ્થાનિક પક્ષોની હાર છે કે મોદી ફેક્ટર હવે રાજ્યોમાં બિનઅસરકારક થઈ ગયુ છે. 2014ની લોકસભા ચૂંટણી બાદ હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાં મુખ્યમંત્રીનો ચહેરો ઉતારીને નરેન્દ્ર મોદીના ફેસ પર ચૂંટણી લડવામાં આવી. આ બધા રાજ્યોમાં ભાજપને મોટી જીત પણ મળી પરંતુ હિંદુ હાર્ટલેન્ડ- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મોદી ફેક્ટર બિનઅસરકારક દેખાયુ. હવે આને શું સમજવાનું ? શું હવે એમ માની લેવાનું કે બ્રાન્ડ મોદીમાં હવે પહેલા જેવો જાદુ નથી રહ્યો કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીની ચૂંટણી નિષ્ફળતા પાછળ અમુક બીજા ફેક્ટર પણ છે?
આ પણ વાંચોઃ તેલંગાનામાં જીત બાદ KCR: 'રાષ્ટ્રીય રાજનીતિમાં અમારી ભૂમિકા મહત્વની રહેશે'

એમપી, છત્તીસગઢ, રાજસ્થાનની હાર કોની મોદી ફેક્ટર કે સ્થાનિક ક્ષેત્રોની?
મધ્ય પ્રદેશમાં 1 વર્ષોથી ભાજપનું શાસન હતુ. છત્તીસગઢમાં પણ રમણ સિંહે સતત ત્રણ વાર જીતીને ભાજપ સરકાર બનાવી. રાજસ્થાનમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત નોંધાવી હતી. આ ત્રણ રાજ્યોમાં રમણ સિંહ, વસુંધરા રાજે સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા કદાવર સ્થાનિક નેતાઓ કમાન સંભાળી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ પણ આ રાજ્યો રેલીઓ કરી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે એકલા મોદી ફેક્ટરના દમ પર આ રાજ્યોમાં જીત મેળવવી સરળ કામ નહોતુ. આ રાજ્યોમાં પાર્ટીને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો. વસુંધરા રાજે અને રમણ સિંહની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણા સમયથી નીચે આવી રહ્યો હતો. એમપીમાં મામા શિવરાજ સિંહ ચૌહાણે જરૂરથી દમ દેખાડ્યો અને અહીં ભાજપે કાંટાની ટક્કર આપી પરંતુ 1 વર્ષની સત્તા વિરોધી લહેરને તે પણ રોકી શક્યા નહિ. હવે સવાલ બચ્યો મોદી ફેક્ટરનો, શું હવે તેને ફેલ માની લેવાનું કે એવુ સમજવાનું કે આ હાર સ્થાનિક નેતીઓની છે ?

પહેલા પણ ફેલ થઈ ચૂક્યુ છે મોદી ફેક્ટર
આ વાત સો ટકા સાચી છે કે 2014 બાદ ભારતના ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા ખેલાડી તરીકે ઉભર્યા. પાર્ટીએ તેમના દમ પર 2014 લોકસભા ચૂંટણીમાં પહેલી વાર બહુમત મેળવ્યો. ત્યારબાદ એક બાદ એક રાજ્યોમાં પણ ચૂંટણી જીતી પરંતુ જ્યાં સુધી રાજ્યોમાં મોદી ફેક્ટરની વાત છે તો તે ત્યારે પણ બે રાજ્યોમાં ફેલ થઈ ગયુ હતુ જ્યારે આખો દેશ મોદીના ચૂંટણી કૌશલ્યને સલામ કરી રહ્યો હતો. દિલ્લી અને બિહારમાં નરેન્દ્ર મોદી જ ચહેરો હતા પરંતુ બંને જગ્યાએ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો.

મોદી ફેક્ટરે ક્યારે ક્યારે કામ કર્યુ અને ક્યારે કયારે થયુ ફેલ
મોદી ફેક્ટરના દમ પર અત્યાર સુધી જેટલા પણ વિજય મળ્યા છે તે બધામાં એક વાત કોમન છે અને તે છે સત્તા વિરોધી લહેર. 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રીય પટલ પર ઉભરીને આવ્ય ત્યારે સત્તામાં કોંગ્રેસ હતી અને મોદી સત્તા વિરોધી લહેર પર સવાર થઈને ચૂંટણી મેદાનાં ઉતર્યા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ જેવા રાજ્યોમાં મોદી ફેક્ટરના દમ પર ભાજપે ચૂંટણી જીતી. આ બધા રાજ્યોમાં પણ ભાજપ સત્તાને પડકારી રહી હતી એટલા માટે જીતી. જો કે બિહાર અને દિલ્લીમાં પણ ભાજપ સત્તાને પડકારી રહી હતી, મોદી ફેક્ટર પણ હતુ, પરંતુ હાર જ નસીબ થઈ. વાસ્તવમાં, આ બંને જગ્યાએ સ્થાનિક નેતાઓ ખૂબ જ અસરદાર હતા. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ અને બિહારમાં નીતિશકુમાર. માટે બે વાતો સ્પષ્ટ છે - પહેલી તો એ કે એકલા મોદી ફેક્ટરના દમ પર રાજ્યોમાં ભાજપ જીતી નથી શકતુ. બીજી એ કે જે રાજ્યોમાં સત્તા વિરોધી લહેર છે અને ત્યાં સ્થાનિક નેતા અસરદાર નથી એવી જગ્યાએ મોદી ફેક્ટર કામ કરે છે. જેમ- હરિયાણામાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાથી જનતા નાખુશ હતી અને ભાજપ પાસે કોઈ ચહેરો નહોતો. અહીં મોદી ફેક્ટરે કામ કર્યુ. આ રીતે યુપી, ઝારખંમાં પણ મોદી ફેક્ટર ચાલ્યુ અને કારણ એ જ બે, જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે.

શું 2019માં બ્રાંડ મોદી પણ હશે સત્તા વિરોધી લહેરની શિકાર
રાજ્યોમાં મોદી ફેક્ટર ક્યારે ચાલ્યુ અને ક્યારે ફેલ થઈ ગયુ આની પાછળના કારણ પણમ સમજમાં આવે છે પરંતુ 2019 લોકસભા ચૂંટણી પહેલા હિંદુ હાર્ટલેન્ડ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ખરાબ પ્રદર્શનથી એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ક્યાંક રમણ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે સિંધિયાની જેમ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પણ સત્તા વિરોધી લહેરનો સામનો ન કરવો પડે. શું તેમની બ્રાન્ડ વેલ્યુ હજુ પણ બચી છે? કે સત્તા વિરોધી લહેર હવે બ્રાંડ મોદીને પણ ઘેરામાં લઈ ચૂકી છે. આ સવાલ હજુ પણ યથાવત છે. આ ત્રણ રાજ્યોની લોકસભા સીટો પર નજર નાખીએ તો આંકડો 65નો થાય છે. 2014માં આ 65 સીટોમાંથી ભાજપને 62 પર જીત મળી હતી. એવામાં મોટો સવાલ એ છે કે શું બ્રાંડ મોદી આ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં ચાલશે કે 2019માં બ્રાંડ મોદીને પણ સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડશે.
આ પણ વાંચોઃ રાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો!