• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિચડ આપનું અને કમળ અમારું, મોદીના આકરા પ્રહારો તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

રાયગઢ, 15 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના રાયગઢમાં પબ્લિક રેલીને સંબોધી હતી, જેમાં તેમણે હંમેશની જેમ કોંગ્રેસની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીની આ રેલી અત્રેના એક સ્ટેડિયમમાં રાખવામાં આવેલી છે. આખુ સ્ટેડિયમ મોદીને સાંભળવા ખીચોખીચ ભરાઇ ગયું હતું. મોદી જેવા બોલવા માટે મંચ પર આવ્યા કે લોકોએ મોદીના નામના નારા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ પણ ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ હાલમાં દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે જેવું વાતાવરણ સચિન તેંડુલકર દ્વારા મેદામ ઊભું કરવામાં આવ્યું હતું. સચિન ક્રિઝ પર પહોંચે એટેલે સ્ટેડિયમમાં હોહા મચી ગઇ હોય છે અને દરેકજણ તેના ચોગ્ગા છગ્ગા જોવા માટે તલપાપળ થઇ જાય છે. એવી જ રીતે નરેન્દ્ર મોદીના ચોગ્ગા-છગ્ગા સાંભળવા માટે લોકો તેમની રેલીમાં ખેંચાઇ આવે છે.

મોદી દ્વારા છત્તીસગઢની રેલીમાં કોંગ્રેસ પર કરવામાં આવેલા પ્રહારો અને તેમના ભાષણના મુખ્ય મુદ્દાઓ જુઓ સ્લાઇડરમાં. તમામ તસવીરો મોદીની ગઇકાલની રાયપુર રેલીની છે.

કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે

કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે

મિત્રો આપ આવા ધોમધખતા તાપમાં તપી રહ્યા છો, છતાં આપનો પ્રેમ ભાજપ પ્રત્યે વધતો જઇ રહ્યો છે. મિત્રો આનું વળતર તમને વિકાસના રૂપમાં રમણસિંહના નેતૃત્વમાં ચોક્કસ મળશે. હાલમાં આખા છત્તીસગઢમાં ભાજપની આંધી ચાલી રહી છે અને તેમાં કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે.

કોંગ્રેસે મારી પર વોચ રાખવા હજારોની ટીમ રાખી છે

કોંગ્રેસે મારી પર વોચ રાખવા હજારોની ટીમ રાખી છે

આખી દિલ્હીની સરકાર દિવસ રાત ટીવી સામે બેસી રહે છે, મોબાઇલમાં મેસેજ જોતી રહે છે કે મોદી ક્યાં છે? મોદી શું કરે છે? મોદી શું બોલે છે? હજારો લોકોને મારા એક એક શબ્દોનું રિસર્ચ કરવા માટે રાખ્યા છે.

તમે જેટલું કિચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખિલશે

તમે જેટલું કિચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખિલશે

મારા કોંગ્રેસના મિત્રો ટીવીના પરદા પર આપ મોદીને ગમે તેટલી ગાળો ભાંડો પરંતુ જનતા દિલોમાં જે કમળ ખીલ્યું છે તેને આપ ક્યારેય મૂર્જાવી શકશો નહીં. મારા કોંગ્રેસના મિત્રો એ સાંભળી લો કે તમે જેટલું વધારે કિચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખિલશે. કમળનો સ્વભાવ છે કે કિચડમાં ખીલવું. કિચડ આપનું અને કમળ અમારું.

કેન્દ્રએ છત્તીસગઢ માટે શું કર્યું ?

કેન્દ્રએ છત્તીસગઢ માટે શું કર્યું ?

ભાજપે છત્તીસગઢ માટે શું કર્યું એ ચર્ચાનો વિષય નથી પરંતુ કેન્દ્ર સરકારે છત્તીસગઢ માટે શું કર્યું એનો જવાબ આપવો જોઇએ, નક્સલવાદ વધી રહ્યો છે તેનો જવાબ તેમણે આપવો જોઇએ.

કોંગ્રેસના મંત્રીને બેઇજીંગમાં વસી જવાનું મન થાય છે

કોંગ્રેસના મંત્રીને બેઇજીંગમાં વસી જવાનું મન થાય છે

સરહદ પર અવારનવાર પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે, નિર્દોષ માણસો મોતનેઘાટ ઉતરી રહ્યા છે તેનો જવાબ આપવો જોઇએ. ચીનની ઘુસણખોરી થઇ રહી છે અને તેમનો એક મંત્રી બેઇજીંગમાં જઇને એવું કહે છે કે તેમને ત્યાં વસી જવાનું મન થાય છે.

મીડિયાની મહેરબાનીથી કોંગ્રેસ બચેલી છે

મીડિયાની મહેરબાનીથી કોંગ્રેસ બચેલી છે

આ કોંગ્રેસ સરકારને શું થઇ ગયું છે? ગમે તેવું નિવેદન આપી દેશે. કોંગ્રેસના મિત્રો આ મીડિયાની મહેરબાનીથી આપ બચેલા છો, જે હિસાબે મીડિયા મારી વાતો કરે છે એ જ તુલનાએ તમારી વાત મીડિયા કરતું તો આજે તમે દેશમાં કોઇને મો બતાવવા લાયક ના રહેતા.

પાપ તમે કરો અને ઇલ્ઝામ અમારી પર

પાપ તમે કરો અને ઇલ્ઝામ અમારી પર

આતંકવાદ સામે લડવાની જવાબદારી કોની છે? વાજપેઇ સરકારે કોટાનો કાયદો બનાવ્યો હતો. અને કોંગ્રેસની સરકારે તે કાયદાને રદ કરી નાખ્યો. તમારી એ કહેવાની હિમ્મત કેવી રીતે થાય કે રમણસિંહની સરકારમાં નક્સલવાદ વધી રહ્યો છે. વાહ ક્યાં સીન હૈ! પાપ તમે કરો અને ઇલ્ઝામ અમારી પર લગાવો.

ભાજપે બંને રાજ્યોને બિમારીમાંથી મૂક્તિ આપી

ભાજપે બંને રાજ્યોને બિમારીમાંથી મૂક્તિ આપી

ભારતનો કૃષિ વિકાસ દર 2..3..4 ટકાથી આગળ પાછળ થઇ રહ્યો છે. ભારતના ખેડૂતોની સ્થિતિ સુધરી નથી રહી. તેમણે જે લક્ષ્ય નક્કી કર્યું હતું ત્યા દસ વર્ષોમાં પણ પહોંચી શક્યા નથી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય જ્યારે એક હતું ત્યારે તે બિમારુ રાજ્ય હતું, પરંતુ ભાજપની સરકારે બંને રાજ્યોને બિમારીમાંથી મૂક્તિ આપી દીધી છે. હવે ભારત સરકાર, કોંગ્રેસ કે મીડિયા પણ આ રાજ્યોને બિમારૂ રાજ્ય કહેતું નથી. મેડમ સોનિયા તમે આ રાજ્યને બિમારુ રાજ્ય કહો છો. જરા હોમવર્ક કરીને આવો. તમે રમણસિંહની ઓફિસમાં ફેક્સ કરજો હું તેમને વિનંતી કરીશ કે તેઓ તમને તમામ માહિતી પહેલાથી આપી દે. અરે ગમે તે શું બોલો છો, દેશની ગરીમાનો સવાલ છે.

છત્તીસગઢને ખૂદ વડાપ્રધાને પુરસ્કાર આપ્યો હતો

છત્તીસગઢને ખૂદ વડાપ્રધાને પુરસ્કાર આપ્યો હતો

મેડમ સોનિયાને ખબર નથી કે જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એક હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દૂકાળ જેવી સ્થિતિ હતી, પરંતુ આજે છત્તીસગઢનો ખેડૂત તેની સાથે સાથે આજુબાજુના ત્રણ રાજ્યોને ચોખા અને અન્ય ધાન પૂરું પાડી રહ્યો છે. મેડમ સોનીયાજી આપને ખબર છે છત્તીસગઢે જે કૃષિ ક્ષેત્રે ઉત્તમ કામ કર્યું છે તેના માટે તમારી દિલ્હી સરકારે પુરસ્કાર આપ્યો છે. ખૂદ વડાપ્રધાને છત્તીસગઢને પુરસ્કાર આપ્યો હતો.

વડાપ્રધાને પુરસ્કાર આપ્યો તો કોણે રૂપિયા લીધા જરા જણાવો

વડાપ્રધાને પુરસ્કાર આપ્યો તો કોણે રૂપિયા લીધા જરા જણાવો

હમણાં એક કોંગ્રેસી નેતાએ એવું કહ્યું કે છત્તીસગઢની સરકાર પુરસ્કાર ખરીદીને લે છે, હું એમ કહું છું કે પહેલા રૂપિયા લઇને પુરસ્કાર આપનારનું નામ બતાવો પછી રૂપિયા આપનારનું જોયું જશે. વડાપ્રધાને પુરસ્કાર આપ્યો તો કોણે રૂપિયા લીધા જરા જણાવો. શું બોલો છો યાર! કઇ વિચાર તો કરો બોલતા.

કોંગ્રેસ પાસે હાલમાં બે જ કામ છે, 'સોનું શોધો અને મોદીને શોધો...'

કોંગ્રેસ પાસે હાલમાં બે જ કામ છે, 'સોનું શોધો અને મોદીને શોધો...'

કોંગ્રેસને હાલમાં બીજું કોઇ કામ નથી બસ બે જ કામ છે સોનું શોધો અને મોદીને શોધો... આ ડાયલોગ મારીને નરેન્દ્ર મોદી અટ્ટહાસ્ય કરીને ફરી બોલ્યા સોનું શોધવા નીકળી પડ્યાતા...

ચા વેચવી ગૂનો છે?

ચા વેચવી ગૂનો છે?

મોદીએ જનતાને જણાવ્યું કે ચા વેચવી શું ગૂનો છે મિત્રો? અરે દેશ વેચનાર વડાપ્રધાન બને એના કરતા ચા વેચનાર વડાપ્રધાન બને એ વધારે યોગ્ય છે.

English summary
Narendra Modi fire on Congress in raigarh, Read main points of modi's speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X