લોકસભામાં OBC સુધારા બિલ રજૂ, રાજ્યસભામાં પણ કોંગ્રેસનુ સમર્થન
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે લોકસભામાં બંધારણ(127મો સુધારો) બિલ 2021 રજૂ કર્યુ. હવે આ બિલના માધ્યમથી રાજ્ય સરકારો ઓબીસીની યાદી તૈયાર કરી શકશે એટલે કે ઓબીસી સાથે જોડાયેલ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યોને અધિકાર આપતુ બંધારણ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવી ચૂક્યુ છે. હાલમાં જ મોદી કેબિનેટે આ બિલ પર મહોર લગાવી હતી. વળી, સરકાર સાથે ટકરાવ વચ્ચે ઓબીસી બિલ પર વિપક્ષે સમર્થન આપ્યુ છે.
બંધારણ સુધારા બિલ જે રાજ્યોને અન્ય પછાત વર્ગોની પોતાની સૂચિ બનાવવાનો અધિકાર આપે છે, તેને વિપક્ષનુ પણ સમર્થન મળ્યુ છે. જ્યારે એક બંધારણ સુધારા બિલને સંસદમાં પાસ થવા માટે બે તૃતીયાંશ બહુમતની જરૂર હોય છે પરંતુ વિપક્ષના બોર્ડમાં આવવાથી આ કોઈ મુદ્દો નહિ રહે. કેબિનેટે આ મુદ્દો ઉઠાવવાનો નિર્ણય એ દરમિયાન કર્યો જ્યારે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી દરમિયાન સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે માત્ર કેન્દ્ર સરકાર જ અન્ય પછાત વગ્રની એક સૂચિ તૈયાર કરી શકે છે.
વર્ષ 2018માં પાસ કાયદા પર અદાલતે કહ્યુ હતુ કે ઓબીસી સૂચિ તૈયાર કરવા માટે માત્ર કેન્દ્રને શક્તિ આપી હતી. અદાલતે કહ્યુ કે રાજ્ય માત્ર સૂચિમાં શામેલ કરવા માટે કહી શકે છે. બિલનો કાયદો બન્યા બાદ પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાની ઓબીસી સૂચિ તૈયાર કરવાની શક્તિ મળશે જે કેન્દ્રીય સૂચિથી અલગ હોઈ શકે છે.
બિલ પર વિપક્ષનો પૂરો સાથ
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે સંસદમાં 127મુ બંધારણ સુધારા બિલ 2021 સરકાર લાવવા જઈ રહી છે. અમે બધી વિપક્ષી પાર્ટીઓના નેતા અને સંસદના સભ્ય આ બિલનુ સમર્થન કરીશુ. તેમણે કહ્યુ કે બાકીના મુદ્દે પોતાની જગ્યાએ છે પરંતુ આ મુદ્દો પછાત વર્ગના લોકો અને દેશના હિતમાં છે. આપણા સૌની ફરજ છે કે ગરીબો અને પછાતોના હિતમાં જે કાયદો આવે તેનુ આપણે સમર્થન કરીએ.