For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સરકારે આપ્યો કંઈક આવો જવાબ

પેટ્રોલ અને ડીઝલની કિંમતો હાલમાં ઓછી થયા એવું લાગતું નથી. એવું એટલા માટે કારણકે કેન્દ્ર સરકાર હજુ પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવા માટે વિચાર કરી રહ્યું નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલની કિંમતો હાલમાં ઓછી થયા એવું લાગતું નથી. એવું એટલા માટે કારણકે કેન્દ્ર સરકાર હજુ પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવા માટે વિચાર કરી રહ્યું નથી. નાણાં મંત્રાલય મામલે સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. તેમને જણાવ્યું કે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત એટલી બધી નથી વધી કે સરકારે તેના પર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવા માટે વિચાર કરવો પડે.

55 મહિનામાં સૌથી ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમત

55 મહિનામાં સૌથી ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લા 55 મહિનામાં સૌથી વધુ પહોંચી ગયી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 74.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 65.93 રૂપિયા પ્રતિ લીટર છે. રાજ્યોની તેલ કંપનીઓ ઘ્વારા છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારે બદલાવ નથી કર્યો. આવી હાલતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો આવતા લોકોને સરકાર પાસેથી આશા હતી કે તેઓ એક્સાઇઝ ડ્યુટી ઓછી કરશે. પરંતુ હવે સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું ચૂક્યું છે કે સરકાર આ મામલે કોઈ પણ વિચાર નથી કરી રહી.

સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા જાણકારી આપવામાં આવી

સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા જાણકારી આપવામાં આવી

વિત્તીય મામલે સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની અસર સરકારના રાજકોષ બજેટ પર પડશે. જો તેમાં કોઈ બદલાવ થાય તો તેની અસર એલપીજી કિંમત પર પડશે, જેના પર સરકાર સબસીડી આપી રહી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી

પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી

સચિવ સુભાસ ચંદ્ર ગર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘરેલુ એલપીજી ગેસ સિવાય કોઈ પણ કમોડિટી માં સીધી રીતે સબસીડી નથી આપવામાં આવી રહી. તેમને જણાવ્યું કે જો પેટ્રોલ અને ડીઝલની કિંમત એક સ્તર સુધી પહોંચી જાય તો એક્સાઇઝ ડ્યુટી વિશે વિચાર કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી એવું કઈ જ થયું નથી.

English summary
Modi Government is not considering cutting excise duty on petrol diesel for now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X