માલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસો
કેન્દ્ર સરકાર વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન અને ચેતન સાંડેસરા સહિત 58 આવા ભાગેડુઓને ભારત લાવવાની કોશિશ કરી રહ્યુ છે જેમણે દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. બુધવારે મોદી સરકારે સંસદમાં આ વાતની જાણકારી આપતા કહ્યુ કે દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા આર્થિક ગુનેગારોને પકડવાની કોશિશો ચાલી રહી છે. આના માટે ઈન્ટરપોલ દ્વારા આ ગુનેગારો સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. વળી, તેમના પ્રત્યાર્પણની પણ અપીલ કરવામાં આવી છે.

ઘણા દેશોના સંપર્કમાં
જે 58 આર્થિક ગુનેગારોને ભારત પાછા લાવવાની કોશિશ સરકાર કરી રહી છે તેમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, ચેતન સાંડેસરા ઉપરાંત યુરોપિયન મિડલમેન ગીડો રાલ્ફ હશ્કે, કાર્લો ગેરોસા પણ શામેલ છે. આ તમામ ગુનેગારોને પાછા લાવવા માટે સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈએ યુએઈ, યુકે, બેલ્જિયમ, મિશ્ર, અમેરિકા, એન્ટીગુઆ અને બર્બુડામાં 16 પ્રત્યાર્પણની અપીલ કરી છે. આ મામલે લોકસભામાં બુધવારે વિદેશ મંત્રાલયે વિસ્તૃત જાણકારી આપી અને ખુલાસો કર્યો કે વીવીઆઈપી ચૉપર્સ ગોટાળામાં મિડલમેન હશ્કે અને કાર્લો ગેરોસાના પ્રત્યાર્પણ માટે ઓક્ટોબર મહિનામાં ઈટલી સરકારને અપીલ કરવામાં આવી છે.

નીરવ મોદી માટે રેડ કોર્નર નોટિસ
આ પહેલા સીબીઆઈએ ગેરોસાને નવેમ્બર 2017માં પ્રત્યાર્પણ માટે અને હશ્કેને જાન્યુઆરી 2018માં પ્રત્યાર્પણ માટે ઈટલીની સરકારને અપીલ કરી હતી. તપાસકર્તાઓનું કહેવુ છે કે હશ્કે અને ગેરોસા ચૉપર ગોટાળાના મહત્વના આરોપી છે. જો કે યુએઈ દ્વારા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળતા મળી છે પરંતુ નીરવ મોદી વિશે સરકારનું કહેવુ છે કે રેડ કોર્નર નોટિસ પહેલેથી તેની સામે જારી કરી દેવામાં આવી છે. આ બાબતે બેલ્જિયમ સરકારને પણ અપીલ કરવામાં આવી છે. પરબના પ્રત્યાર્પણ માટે મિશ્રની સરકારને અપીલ કરવામાં આવી છે.

ચોક્સી માટે કોશિશ ચાલુ
આ જ રીતે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે બે અલગ પ્રત્યાર્પણ અપીલ એંટીગુઆ સરકારને કરવામાં આવી છે અને હાલમાં જ તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. ઈન્ટરપોલ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના વેપારી આશિષ જોબનપુર અને તેની પત્ની પ્રીતિને પણ ભારત લાવવાની કોશિશ ચાલી રહી છે અને આ બાબતે અમેરિકી સરકારને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બરાબર એ જ જગ્યાએ બનવુ જોઈએ રામ મંદિર, 10 દિવસમાં સુનાવણી ખતમ થઈ શકે