
સરકારી કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ગિફ્ટ, LTCને કેશમાં આપવાની દરખાસ્ત
મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે ટ્રાવેલ એલાઉન્સ રજા યોજનામાં કેશ વાઉચરની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને વધુ રાહત આપીને સરકારે આ યોજનાની ઘોષણા કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને મુસાફરી ભથ્થાના બદલામાં મળેલા રોકડ બજારમાં સરક્યુલર થશે અને આનાથી દેશના અર્થતંત્રને અસર થશે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે અર્થતંત્રને લગતી અનેક યોજનાઓની ઘોષણા કરી. તેમણે પ્રથમ ટ્રાવેલ એલાઉન્સ હોલીડે સ્કીમમાં કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કહ્યું કે આ યોજના સરકારી કર્મચારીઓના ખિસ્સામાં વધુ પૈસા લાવશે. જ્યારે પૈસા હશે, ત્યારે તે ખર્ચ કરશે. આ ખર્ચથી સમાજના અન્ય વર્ગ અને અર્થતંત્રને ફાયદો થશે.
Indications are that savings of govt. and organized sector employees have increased, we want to incentivize such people to boost demand for the benefit of the less fortunate: Finance Minister @nsitharaman pic.twitter.com/zsflqNVUpB
— PIB India (@PIB_India) October 12, 2020
કેન્દ્રીય કર્મચારીઓને 4 વર્ષના સમયગાળામાં મુસાફરી ભથ્થું મળે છે. આ ભથ્થામાં, આ સમય દરમિયાન, તે દેશમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. આ સમય દરમિયાન, કર્મચારીને બે વાર તેના વતનમાં ઘરે જવાની તક મળે છે. આ મુસાફરી ભથ્થામાં કર્મચારીને હવાઈ મુસાફરી અને રેલ મુસાફરીનો ખર્ચ મળે છે. આ સાથે કર્મચારીઓને 10 દિવસની રજા એન્કેશમેન્ટ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો: વીજયા રાજે સિંધીયાના સન્માનમાં પીએમ મોદીએ જારી કર્યો 100 રૂપિયાનો સિક્કો