કોંગ્રેસ પર આરોપો લગાવવાના બદલે બદલે ચીન પર ફોકસ કરે મોદી સરકારઃ આનંદ શર્મા
નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે દેશ સામે આવેલ પડકારોને છોડી ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર કોંગ્રેસને નિશાન બનાવવા પર વધુ ધ્યાન આપી રહી છે. મોદી સરકારે કોંગ્રેસને બદલે ચીન સાથે સીમા પર ચાલી રહેલ તણાવ, કોરોના મહામારી અને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઇએ. આનંદ શર્માએ ચીન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલ આરોપ- પ્રત્યારોપો વચ્ચે આ વાત કહી છે.
આનંદ શર્માએ રવિવારે કહ્યું કે આ વર્ષની જ્યારે આપણે વાત કરીએ તો જુઓ કે આપણી સીમાઓ પર શું ચાલી રહ્યું છે, આપણે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીમાનો મામલો કોઇ બે રાજકીય પાર્ટીઓ વચ્ચેનો મામલો નથી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. અમે મોદી સરકારને કહેવા માંગીએ છીએ ક અમારી પાર્ટીની ચિંતા છોડી દે અને કોરોના વાયરસ મહામારી અને ચીન જે હુમલાખોર વલણ અપનાવી રહ્યું છે તેનાથી નિપટવા પર ધ્યાન આપે.
કન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઇન્ટર્વ્યૂમાં હાલમાં જ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી બાદ આજ સુધી ગાંધી પરિવારના બહારના નેતા પાર્ટીના અધ્યક્ષ નથી બન્યા. જેના પર આનંદ શર્માએ કહ્યું કે એ વાત સાચી છેકે ઘણા લાંબી સમયથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગાંધી પરિવારથી જ રહ્યા પરંતુ ક્યારેય નથી બન્યા એ વાત બિલકુલ ખોટી છે, રાજીવ ગાંધી બાદ અમારે ત્યાં સીતારામ કેસરી અને પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ પણ પાર્ટી અધ્યક્ષ રહ્યા છે. અમિત શાહે કોંગ્રેસની ચિંતા ના કરવી જોઇએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે દશની હાલની સ્થિતિઓ પર ચર્ચા માટે સંસદનું સત્ર બોલાવવા માટે કહ્યું. સરકારનું કર્તવ્ય છે કે તે વિપક્ષના સવાલોના જવાબ આપે. સરકાર આવું કરી વિપક્ષ અથવા દેશ પર કોઇ અહેસાન નથી કરી રહી. સરકારને સવાલ પૂછવાનો સાંસદોને હક છે. જે કોઇપણ સ્થિતિ હોય તે દેશ સામે સ્પષ્ટ હોવી જોઇએ.
અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ