• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

|

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદથી પાકિસ્તાન પર ભારતનું દબાણ વધી રહ્યું છે. 100 કલાકની અંદર જ્યાં એક તરફ ભારતે તેના માસ્ટરમાઈન્ડ અને ખૂંખાર આતંકી અબ્દુલ રાશિદ ગાઝી અને કામરાનને ટાર કર્યા, તો બીજી તરફ યુએન સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવને કારણે ભારતની કૂટનીતિક જીત થઈ છે.

ફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ 'અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'

પહેલી અસરઃ પાકે. જમાત ઉદ દાવા પર મૂક્યો પ્રતિબંધ

પહેલી અસરઃ પાકે. જમાત ઉદ દાવા પર મૂક્યો પ્રતિબંધ

પાકિસ્તાને પણ આતંકી સંગઠનો પર પગલાં લેવા મજબૂર થવું પડ્યું છે. પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતીના વડાએ જમાત ઉદ દાવા અને તેની સાથે જોડાયેલા ફાઉન્ડેશન ફલાહ એ ઈન્સાનિયતને પ્રતિબંધિત કર્યું છે. હાફિઝ સઈદના આ સંગઠનોનો પ્રમુખ છે અને તે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ પહેલા પાકિસ્તાને આ સંગઠનો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. જમાત ઉદ દાવાનો દાવો છે કે પાકિસ્તાને ભારતના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે.

બીજી અસરઃ UN સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવ પસાર

બીજી અસરઃ UN સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવ પસાર

પુલવામા હુમલાને જઘન્ય અને કાયરતાપૂર્વક ગણાવતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવની ખાસિયતો આ પ્રમાણે છે

- પુલવામા પર નિંદા પ્રસ્તાવ પસાર

- પ્રસ્તાવમાં જૈશ એ મોહમ્મદનું નામ

- ઘટનાના ગુનેગારો, ષડયંત્રકારો અને ફંડ આપનારની નિંદા

- આવા લોકોને જવાબદાર ઠેરવીને કાયદા અંતર્ગત લાવવા જરૂરી

- આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ-સુરક્ષા માટે ખતરો

જો કે સુરક્ષા પરિષદના 15 સભ્યોમાં સામેલ ચીને પ્રસ્તાવમાંથી જૈશ એ મોહમ્મદનું નામ હટાવવાની માગ કરી ફરીવાર પાકિસ્તાનને સાથ આપ્યો છે. પરંતુ ફ્રાંસ ટૂંક સમયમાં જ જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની સૂચિમાં સામેલ કરવા પ્રસ્તાવ લાવવાનું છે.

ત્રીજી અસરઃ ભારતે રોક્યું પાણી

ત્રીજી અસરઃ ભારતે રોક્યું પાણી

મોદી સરકારના કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં વહી જતું પાણી રોકશે. આ પાણીનો ઉપયોગ કાશ્મીર અને પંજાબમાં થશે. આ માટે જરૂરી ડેમ બનાવવા કામ શરૂ કરાઈ રહ્યું છે. જો આમ થશે તો પાકિસ્તાન માટે આ સૌથી મોટો ફટકો હશે. હવે ભારત સિંધુ જળ સંધિની સમીક્ષા કરી રહ્યું છે. અત્યાર સુધી પાકિસ્તાન કહેતું હતું કે પાણી રોકવાની ભારતની તાકાત નથી.

ચોથી અને પાંચમી અસરઃ ઈમ્પોર્ટ ડ્યુટી 200 ટકા, MFNનો દરજ્જો રદ

ચોથી અને પાંચમી અસરઃ ઈમ્પોર્ટ ડ્યુટી 200 ટકા, MFNનો દરજ્જો રદ

ભારતે વેપારી સ્તરે પણ પાકિસ્તા પર ગાળિયો કસ્યો છે. ભારતે પાકિસ્તાનમાંથી આયાત થતા સમાન પર 200 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. તેનાથી પાકિસ્તાનમાંથી આયાત થતી વસ્તુઓમાં ઘટાડો થશે. આ પગલું પણ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. આ પહેલા ભારત પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેસનનો દરજ્જો ઘટી શકે છે. સાથે જ વેપારમાં પાકિસ્તાનને મળતી રાહતો પણ સમાપ્ત થઈ ચૂકી છે.

છઠ્ઠી અને સાતમી અસરઃ અબ્દુલ ગાઝી અને કામરાન ઠાર

છઠ્ઠી અને સાતમી અસરઃ અબ્દુલ ગાઝી અને કામરાન ઠાર

ભારતે પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ અબ્દુલ ગાઝી રાશીદને ઠાર કર્યા છે 100 કલાકની અંદર ભારતે બદલો લીધો છે. રાશીદને અઝહર મસૂદે ખાસ મક્સદથી કાશ્મીર મોકલ્યો હતો. તે મસૂદના બે ભત્રીજાની મોતનો બદલો લેવા માટે આવ્યો હતો. કામરાને ખાસ રીતે પુલવામા હુમલાનું ષડયંત્ર કર્યું હતું. તેણે જ આત્મઘાતી હુમલાખોરને તૈયાર કર્યો હતો, જેણે હુમલો કર્યો.

ભારત તરફથી હજી એક્શન યથાવત્ છે. કૂટનીતિક સ્તરે પણ ભારત પાકિસ્તાનને એકલું પાડી રહ્યું છે. બોર્ડર પર આતંકી ઠેકાણા ઘટી રહ્યા છે. પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ડર સતાવી રહ્યો છે. તો મસૂદ અઝહર પણ અન્ડરગ્રાઉન્ડ થઈ ચૂ્યો છે. જોવાનું એ રહેશે કે ભારત પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં કેટલું સફળ થશે. અને પાકિસ્તાન ભવિષ્યમાં આતંકીઓને પોતાની જમીન પરથી ખસેડી શક્શે કે નહીં.

English summary
modi govt took seven big decision after pulwama attack which shook pakistan as nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more