67 વર્ષમાં બન્યાં 65 એરપોર્ટ, અમે 4 વર્ષમાં 35 બનાવ્યાંઃ મોદી
ગંગટોકઃ પીએમ મોદી આજે સિક્કિમના પ્રવાસે છે. અહીં તેમણે સિક્કિમના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. પાક્યોંગ એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સિક્કિમ માટે તો ઐતિહાસિક છે જ પણ દેશ માટે પણ મહત્વપૂર્ણ છે. પાક્યોંગ એરપોર્ટના ખુલતાની સાથે જ દેશમાં એરપોર્ટની સેંચ્યૂરી લગાવી છે. પીએમ મોદીએ કહ્યું કે પાક્યોંગ એરપોર્ટ લાંબા અંતરને મિનિટોમાં પાર કરી લેશે. ઉપરાંત આ એરપોર્ટને ઉડાણ યોજના સાથે પણ જોડવામાં આવ્યો છે.

મિનિટોમાં કાપી શકશો લાંબું અંતર
પીએમ મોદીએ કહ્યું કે સિક્કિમને ઉત્તર પૂર્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈમોશનલ બંને રીતે કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. હું ખુદ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં વિકાસની જાણકારી લેવા માટે ખુદ કેટલીય વાર આવી ચૂક્યો છું. દર અઠવાડિયે કે પછી 2 અઠવાડિયામાં કોઈને કોઈ કેન્દ્રીય મંત્રી પણ આ ક્ષેત્રમાં રહે છે. જેનું પરિણામ તમે બધા જમીન પર જોઈ જ રહ્યા છો. સિક્કિમ હોય, અરુણાચલ પ્રદેશ હોય, મેઘાલય હોય, મણિપુર, નાગાલેન્ડ, આસામ, ત્રિપુરા હોય કે પછી નોર્થ ઈસ્ટના તમામ રાજ્યો કેમ ન હોય અહિં કેટલાંય કામ પહેલી વખત થઈ રહ્યાં છે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહી હવાઈ જહાજ પહેલી વાર પહોંચ્યાં છે, રેલ કનેક્ટિવિટી પહેલી વાર પહોંચી છે, કેટલીય જગ્યાએ વીજળી પહેલી વાર પહોંચી છે, નેશનલ હાઈવે બની રહ્યા છે, ડિજિટલ ઈન્ડિયાનો વિસ્તાર થઈ રહ્યો છે. આજે આપણા દેશમાં100 એરપોર્ટ શરૂ થઈ ગયાં છે, જેમાંથી 35 એરપોર્ટ પાછળા 4 વર્ષમાં બન્યાં છે. જ્યારે 2014 સુધી 67 વર્ષ બાદ પણ દેશમાં 65 જ એરપોર્ટ હતા. એટલે કે એક વર્ષમાં સરેરાશ 1 એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું, જ્યારે ભાજપ સરકારે 1 વર્ષમાં સરેરાશ 9 એરપોર્ટ બનાવ્યાં.

મોદીએ સિક્કિમના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આના માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે. નોર્થ ઈસ્ટમાં સરકારે મિશન ઓર્ગેનિક વેલ્યૂ ડેવલપમેન્ટ ફૉર નોર્થ ઈસ્ટર્ન રીજન ચલાવ્યું છે. આના માટે લગભગ 400 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
લોકસભા ચૂંટણીમાં AAP નો માસ્ટર પ્લાન, 100 સીટો પર ચૂંટણી લડશે