• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોલકત્તામાં રહેતા ગુજરાતીઓને રાજ્ય સાથે નાતો જોડવા મોદીએ કર્યો અનુરોધ

|
Google Oneindia Gujarati News
કોલકતા, 9 એપ્રિલઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકત્તા ખાતે ગુજરાતી કોમ્યુનિટીને સંબોધી હતી. જ્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ગુજરાત સાથેનો નાતો જોડવા માટે કરવામાં આવે.

એક સમય એવો હતો કે કચ્છમાં માઇનસ ગ્રોથ હતો, કલકતામાં ઘણા છે હવે ઉંઘું છે બધા પાછા આવે છે, 100 વર્ષ પછી બધા પાછા આવ્યા છે. ત્યારે મનને સંતોષ લાગે કે આપણો પરીવાર એખઠો થઇ રહ્યો છે. માં ગુર્જરીની ગોદમાં આવતા હોય ત્યારે તેનાથી વધારે જીવનનો આનંદ શો હોય.

ગુજરાતે વિકાસની અનેક ઉંચાઇ પાર કરી છે અને તેના કારણે આજે સમગ્ર દેશમાં ગુજરાત વિકાસના મોડલ તરીકે ઓળખાય છે. કચ્છમાંથી કેરી સહિતની અનેક સમાગ્રી એક્સપોર્ટ થાય છે. આ સ્થિતિ પાર કરવા માટે કેટ કેટલો પ્રયત્ન થયો હશે, ગઇ કાલે જ્યાં ધુળની ડમરી ઉડતી ત્યાંથી ફળફળાદી દેશ દૂનિયામાં એક્પોર્ટ થતા હોય તે રાતોરાત નથી થતી, તે એક આયોજન બદ્ધ રીતે થાય છે. બધાને વિકાસના ભાગીદાર બનાવ્યા તેના કરાણે છે,

ગુજરાતની જે કંઇપણ વાહવાહી થાય છે તે તમે પણ અનુભવતા હતા કે 15 વર્ષ પહેલા આપણને મળતા પણ એવી મિઠાશ પણ આજે તે મળે છે ત્યારે આપણો હાથ નથી મુકતા ગુજરાતના છો આવો-આવો કહેછે, આપણી તો છાતી ફુલાય છે પણ સામે વાળાની પણ ફુલાય છે કહે છે કે ગુજરાતીને મળ્યો છું.

પ્રત્યેક ગુજારતી દુનિયાના ખુણામાં હોય તેને કોઇપણ માનવી મળે અને ગુજરાતની વાત થાય ત્યારે માથું ઉંચુ થાય છે, આ ગુજરાતે મેળવ્યું છે. આ વિકાસ થયો છે અને તેનો ગૌરવ પ્રત્યેક ગુજરાતીઓનો છે. હું વર્ષોથી કહીં રહ્યો છું કે તમારા બાળકોને વર્ષમાં એક વખત માટે ગુજરાત મોકલો, તે ગુજરાતને જુએ, નિહાળે તેમને ગુજરાત સાથે જોડવા જોઇએ. આ બધી બાબતો એટલા માટે કરવા જેવી છે કે આપણે ગુજરાત સાથેનો નાતો જોડવો જોઇએ.

સોશિયલ નેટવર્ક થકી હું લોકોને મળી રહ્યો છું અને એવું કામ આપણે ગુજરાતીઓને એકઠાં કરવા છે અને આ સોશિયલ નેટર્વકિંગ સાઇટનો ઉપયોગ ગુજરાત સાથેનો નાતો જોડવામાં કરવો જોઇએ. તેમણે કોલકતામા રહેતા ગુજરાતીઓને તેમના બાળકો માટે ગુજરાતીની સ્પર્ધા યોજવા માટે પણ જણાવ્યું હતું. અને જો આવી પ્રવૃતિ કરવામાં આવશે તો આપણી અંદરના ગુજરાતીપણાનું એક વાતાવરણ ઉભુ થશે અને એ દિશામાં આપણે પ્રયાસ કરવાના છે.

ગુજરાતનો પૂર ઝડપે વિકાસ આગળ વધી રહ્યો છે. ગુજરાત અનેક વિધ સપનાઓ લઇને આગળ વધી રહ્યું છે. પ્રવાસનમાં ગુજરાતનું કોઇ નામ નહોતું, આજે સ્થિતિ બદલાઇ છે, ગુજરાત જવા જેવું, જોવા જેવું અને જાણવા જેવું અને માણવા જેવું છે, એ બાબતે ગુજરાતે વિશ્વમાં પોતાની જગા બનાવી છે. ટૂરિઝમમાં દેશના ટૂરિઝમના ગ્રોથ કરતા રાજ્યનો ગ્રોથ ડબલ છે.
સોલાર અંગે મોદીએ કહ્યું કે, સોલાર પોલીસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય હતું અને પછી કેન્દ્ર સરકારે બનાવી અને સોલાર એનર્જીમાં ગુજરાતે ઘણું મોટું ઇનિસેટિવ લીધું, સોલાર એનર્જીમાં જમીન ઘણી જોઇએ ગુજરાતે પહેલ કરી અને તેના તરફ બધાનું ધ્યાન ગયું છે. સરદાર સરોવર યોજનાનો ઉપયોગ કર્યો. આપણે કેનાલની ઉપર સોલાર પાવર ઉભા કર્યા અને સોલાર પાવર ઉભા કર્યા. એક કરોડ લીટર પાણીનું ભાષ્પીભવન થતું બચી જાય છે. એક નાનકડો પ્રયોગ કેટલો મોટો

ગાંધીનગરને સોલાર સિટી બનાવવાનું સ્વપ્ન છે. સૌર ઉર્જાથી ધાબા પર વિજળી પેદા કરોને સરકારને વેચો અને કમાણી કરો. આવા નાના નાના ફેરફારના કારણે અર્થતંત્ર પર નવો વેગ મળ્યો છે. 1600 કિમીનો દરીયો છે, આવનારા સમયમાં દરિયા કિનારે નવા ગુજરાતનું નિર્માણ થવાનું છે. બંદર કેવા હોય તે જોવા લોકો ગુજરાત આવે છે. આપણે નવું શહેર બનાવી રહ્યાં છીએ ધોલેરા. એ આજના દિલ્હી કરતા ડબલ સાઇઝમાં બનશે.

English summary
Modi interacts with Gujarati Community in Kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X