For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'

શાહીન બાગની મુસ્લિમ મહિલાઓએ કહ્યું- 'PM મોદી અમારા દીકરા, છતાં માતાની કેમ નથી સાંભળતા?'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એખ્ટના વિરોધમાં દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં પાછલા કેટલાય દવિસોથી વિરોધ પ્રદર્શન અને ધરણા પર બેઠેલી મુસ્લિમ મહિલાઓએ મંગળવારે દિલ્હીથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા પહોંચી. શાહીન બાગમાં દરણા પર બેઠેલી મહિલાઓએ સ્પષ્ટ કરી દીધુ્ં કે જ્યાં સુધી CAA, NRC, NPR બિલને સરકાર પરત નહિ લે ત્યાં સુધી તેઓ ત્યાંથી નહિ હટે.

caa

જ્યારે એલજીને મળવા પહોંચેલી શાહીન બાગની દાદીઓએ કહ્યું કે, 'પીએમ મોદી અમરા દીકરા જેવા છે, પરંતુ એવી શું કમી આવી ગઈ કે એક મા રસ્તા પર આી ગઈ અને દીકરાને તેમને મળવાનો પણ સમય નથી. તેમણે કહ્યું કે તેમના દીકરા સુધી તેમનો અવાજ કેમ નથી પહોંચી રહ્યો એલજીને મળવા પહોંચેલ શાહીન બાગની ચાર દાદીઓ સરવરી, નૂર બેગમ, બિલકીસ અને અન્ય એક મહિલાએ કહ્યું કે જ્યાં સુધી સીએએ, એનઆરસી અને એનઆરપી પરત નહિ થાય ત્યાં સુધી તેઓ ધરણાથી નહિ ઉઠે.'

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શાહીન બાગમાં ધરણા પર બેઠેલા લોકોમાં કેટલાક લોકો એલજીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન એક મહિલાએ કહ્યું કે જ્યાં સુધી આ કાનૂન પાછો નહિ લેવાય ત્યાં સુધી અમે અહીં જ રહીશું તેવી કસમ ખાધી છે. અમે મરવાથી નથી ડરતા. તેમણે કહ્યું કે તેઓ રસ્તો ખાલી નહિ કરે. શાહીન બાગના પ્રદર્શનકારીઓએ કહ્યું કે આ કાનૂન વિરુદ્ધ અમે 29 જાન્યુઆરીએ ચક્કાજામ કરશું. ઉલ્લેખનીય છે કે પાછલા 37 દિવસથી શાહીન બાગના લોકોએ રસ્તો જામ કરી ધરણા પ્રદર્શન પર બેઠેલા છે. રસ્તો બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. જ્યારે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આ કાનૂન પરત નહિ લેવાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.

CoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજરCoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજર

English summary
modi is my son therefore why he is not listening to his mother says protester women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X