રાહુલની સામે કંઇપણ નથી મોદી અને કેજરીવાલ: લાલૂ
મુજફ્ફરનગર, 29 ડિસેમ્બર: મુજફ્ફરનગરમાં રમખાણ પીડિતોના રાહત શિબિરની મુલાકાત દરમિયાન આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીની પ્રશંસા કરતાં આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે કંઇપણ નથી. લાલૂ પ્રસાદ યાદવે અહીં લાલૂ પ્રસાદે હિંસા માટે ભાજપ અને સપાને દોષી ગણાવ્યા હતા. આરજેડી પ્રમુખે કહ્યું હતું કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે.
તેમને કહ્યું હતું કે 'રાહુલ ગાંધી સામે કેજરીવાલ અને નરેન્દ્ર મોદી કંઇપણ નથી. તમે લોકોએ કેજરીવાલ અને નરેન્દ્ર મોદીને માથે ચડાવી રાખ્યા છે. તમે જ છો જેના દ્વારા પ્રચાર કર્યો છે. તેમને અત્યાર સુધી શું કર્યું છે? શામલીમાં ગત રવિવારે રાહુલ ગાંધીની મુલાકાતના એક અઠવાડિયા બાદ અહીં આવેલા લાલૂ પ્રસાદે યાદવે કોંગ્રેસ ઉપાધ્યક્ષના વિચારોનું સમર્થન કરતાં કહ્યું હતું કે શિબિરોમાં રહેતા લોકોએ પોતાના ગામ પરત ફરી જવું જોઇએ. લાલૂ પ્રસાદ યાદવે સંવાદદાતાઓને કહ્યું હતું કે અહી પીડિતોના આંસૂ લુછવા માટે આવ્યા છીએ કહ્યું હતું કે શિબિરોમાં રહેતા લોકોએ પોતાના ઘરે પરત ફરી જવું જોઇએ. સરકારે આ કામમાં મદદ કરવી જોઇએ.
લાલૂ પ્રસાદ યાદવે આમ આદમી પાર્ટીની ટીકા કરતાં કહ્યું હતું કે લાલ બત્તીવાળી કરો અને સુરક્ષા વગેરે સુવિધાઓ લેવાની ના પાડીને 'નાટક' કરી રહી છે. તેમને કહ્યું હતું કે 'આપ ભ્રષ્ટાચાર વિશે વાત કરી રહી છે, પરંતુ તે પોતે ભ્રષ્ટ છે.' લાલૂ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તેમના અંગત સહયોગી અમિત શાહને 'સમાજને સાંપ્રદાયિક બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રીના જનરલ મેનેજર' ગણાવ્યા હતા.'
તેમને કહ્યું હતું કે 'તે (અમિત શાહ) આખા વાતાવરણને ખરાબ કરી રહ્યાં છે. અહી (ઉત્તર પ્રદેશ)માં કામ કરી રહેલા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમના માટે જાણીતા છે અને જુઓ રમખાણો ફાટી નિકળ્યા. લોકો અહીં સાથે મળીને રહેતા હતા પરંતુ રમખાણો ફાટી નિકળ્યા.' લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પાર્ટીની ચૂંટણી કમાન સોંપ્યા બાદ રમખાણો ફાટી નિકળ્યા. તે રાજ્યનું વાતાવરણ ખરાબ કરી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે ભાજપ દેશની દુશ્મન છે, અમે ભાજપના દુશ્મન છીએ. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે જે પ્રકારે અફવા ફેલાવવામાં આવી હતી કે ભગવાન ગણેશ દુધ પી રહ્યાં છે, તે આખા સમાજને સાંપ્રદાયિક બનાવવા અને બાહ્ય અને આંતરિક વિભાજનને પ્રોત્સાહન આપી રહ્યાં છે. યુવકો તેમનો મુખ્ય શિકાર છે. લાલૂ યાદવને અલ્પસંખ્યક સમુદાય વચ્ચે લોકપ્રિય નેતા માનવામં આવે છે તેમની પાર્ટી આરજેડીએ તેમને મુખ્યરૂપે મુસ્લિમ-યાદવ સમર્થનથી 15 વર્ષ સુધી બિહારમાં સત્તા સંભાળી છે.