For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું

દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દુનિયાની સૌથી મોટા ગવર્નમેન્ટ ફંડેડ હેલ્થકેર પ્રોગ્રામ 'આયુષ્માન ભારત' લૉન્ચ કરી છે જેના લાભાર્થીઓ અંદાજીત 50 કરોડ ભારતીયો છે. હવે આ યોજના અંતર્ગત દેશભરના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગવર્નર લાલજી ટંડન સાથે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા.

ayushman bharat

લૉન્ચ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાનને લોકો દ્વારા 'મોદીકેર' સહિતના નામ આપવામાં આવી રહ્યાં છે પણ તેમના માટે ગરીબોની સેવા કરવાનો આ મોકો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વિશ્વમાં એકેય દેશ પાસે આયુષ્માન ભારત જેવી સ્કીમ નથી. આયુષ્માન ભારત સ્કીમના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્કીમ દ્વારા 50 કરોડથી વધુ ભારતીયોને લાભ આપવામાં આવશે. કહ્યું કે 'મને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો આજે શરૂ કરવામાં આવેલ આ યોજનાના આધારે નવી હેલ્થ સ્કીમ લઈને આવશે.'

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ છે, જેના લાભાર્થીઓની સંખ્યા યૂએસ, કેનેડા અને મેક્સિકો કરતા પણ વધુ છે. જણાવી દઈએ કે સ્વતંત્ર દિવસની સ્પીચ દરમિયાન લાલ કિલ્લેથી પીએમ મોદીએ આ સ્કીમ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઝારખંડના કેપિટલ રાંચીથી પીએમ મોદીએ સ્કીમની શરૂઆત કરી.

આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આર્થિક પછાત પરિવારોને 5 લાખથી 10 કરોડ રૂપિયા સુધીનું કવર પૂરું પાડી પીએમ મોદી સુલભ અને સસ્તું હેલ્થકેર બનાવવાનો છે. રવિવારે લૉન્ચ થયા બાદ 31 રાજ્યો સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ સ્કીમ લાગુ કરવામાં આવશે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના દિવસે એટલે કે 25મી સપ્ટેમ્બરથી આ સ્કીમ કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો- શહીદની પત્નીએ જોઈન કરી આર્મી, બન્યાં લેફ્ટનન્ટ

English summary
'Ayushman Bharat scheme will transform India into a medical hub', says Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X