For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના હાથે સચિનની હાર, ફેસબુક પર સૌથી વધારે લોકપ્રિય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની શાનદાર કામગીરીનો જશ પાર્ટી પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. પાર્ટીનું માનવું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે જ આટલા વોટ મળ્યા છે. આવામાં ભાજપની જીત સાથે જ મોદીની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલામાં ફેસબુક પર ક્રિકેટર સચિન તેંડુલકરને માત આપી દીધી છે. મોદી ભારતમાં ફેસબુક પર સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં રહેનાર વ્યક્તિ બની ગયા છે. અમેરિકન સોશિયલ સાઇટ ફેસબુકે આની જાણકારી આપતા જણાવ્યું કે મોદી ફેસબુક પર સૌથી વધારે પોપ્યુલર બની ગયા છે.

ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં વર્ષ 2013ના ટ્રેન્ડ અનુસાર, રિઝર્વ બેન્ક ગવર્નર રઘુરામ રાજન અને ભારતનું મંગળ અભિયાન પણ મોદી કરતા પાછળ રહી ગયું છે. ફેસબુક પર સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં મોદી બાદ સચિન તેંડુલકર, આઇફોન 5એસ, રઘુરામ રાજન અને ઇસરોના મંગળ અભિયાનનો નંબર આવે છે.

narendra modi
English summary
According to the US-based social networking site BJP's prime ministerial candidate Narendra Modi is the most talked about person on Facebook in India beating likes of cricketing legend Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X