For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકાયુક્તમાં મોદી, 'કૌમાર્ય'માં આસારામ બંને એક સમાન: રમેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા તેમની તુલના આસારામ સાથે કરી નાખી છે. રમેશે જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા લોકાયુક્ત પર વાત કરવી બિલકૂલ એવું જ છે જેમ આસારામની વર્જિનીટી પર વાત કરવી. ઉલ્લેખનીય છે કે આસારામ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે અને તેમની પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશ નરેન્દ્ર મોદીના દેહરાદૂનની રેલીમાં લોકાયુક્ત બિલને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવાલ કર્યો હતો કે કોંગ્રેસ લોકપાલ બિલ પર ભાર આપી રહી છે તે ઉત્તરાખંડમાં પૂર્વવર્તી બીસી ખંડૂરી સરકાર દ્વારા લાવવામાં આવેલ લોકાયુક્ત બિલને શા માટે લાગૂ નથી કરતી.

જયરામ રમેશે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ 10 વર્ષ સુધી પોતાના રાજ્યમાં લોકાયુક્ત વરણી ન્હોતી કરી. તેમને આ મુદ્દા પર બોલવાનો કોઇ અધિકાર નથી. મોદીએ લોકાયુક્તના મુદ્દા પર ઉપદેશ એવા જ છે જેમ આસારામ કોમાર્ય અંગે બોલી રહ્યા હોય.

jairam ramesh
રમેશે ઉત્તરાખંડના લોકાયુક્ત બિલને એક મજાક ગણાવીને જણાવ્યું કે તેમાં કેટલીક સમસ્યાઓ હતી. જોકે તેમણે એ જણાવ્યું નહીં કે શું સમસ્યાઓ હતી. જયરામ રમેશના નિવેદન પર ભાજપ ભડકી ઊઠી છે. પાર્ટીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે હું જયરામ રમેશના ગંદા નિવેદનને વખોડી નાખું છું, આ નરેન્દ્ર મોદીને નહીં પરંતુ પોતાને જ ગાળ આપવા બરાબર છે. કોંગ્રેસ એટલા નિચલા સ્તરે ઉતરી જશે, તેની કલ્પના ન્હોતી કરી.

English summary
Narendra Modi on Lokayukta is like Asaram talking about virginity: Jairam Ramesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X