For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની પ્રશંસા કરનાર શશિ થરૂરને કોંગ્રેસે આપી 'સજા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસ કરવાના ઘટનાક્રમમાં કોંગ્રેસ પાર્ટીએ આજે શશિ થરૂરને પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવી દિધા. નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાથી કોંગ્રેસની કેરલ એકમ અસહજ થઇ ગઇ છે.

કોંગ્રેસ મહાસચિવ જનાર્ધન દ્રિવેદીએ એક નિવેદનમાં કહ્યું, ''કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની અનુશાસન સમિતિની તે ભલામનને સ્વિકારી કરી લીધી છે જેમાં શશિ થરૂરને એઆઇસીસીના પ્રવક્તાઓની યાદી સાથે તાત્કાલિક પ્રભાવથી દૂર કરવાની વાત કહી હતી.''

shashi-tharoor-modi-600

તેમણે કહ્યું કે ''કેરલ પ્રદેશ કોંગ્રેસની અનુશાસન સમિતિના સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી.'' કેરલ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શશિ થરૂર વિરૂદ્ધ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં થોડા દિવસો પહેલાં એઆઇસીસીની અનુશાસન સંબંધી કાર્યવાહી સમિતિ પાસે મોકલવામાં આવી હતી.

પાર્ટીની કેરલ એકમે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વિશે શશિ થરૂરના નિવેદનથી કેરલમાં કોંગ્રેસ કાર્યકર્તા ગભરાઇ ગયા થા જેમણે તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી શશિ થરૂર જીત માટે ઇમાનદારી અને પરિશ્રમ સાથે કામ કર્યું હતું.

English summary
The Kerala unit of the Congress appears to have won its battle against Shashi Tharoor as the party high command, Monday, decided to remove the Thriuvanathapuram MP from the post of party spokesperson.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X