For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ સાથે ઐતિહાસિક સંધિ કરવા ઇચ્છે છે મોદી સરકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર પહેલા ભારત અને બાંગ્લાદેશની વચ્ચે લેંડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ (એલબીએ)ને સંસદને મંજૂરી અપાવવાની પહેલ કરી રહી છે. 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન આર્મીને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરી દીધા હતા. ત્યારબાદ જ સ્વતંત્ર દેશ તરીકે બાગ્લાદેશ દુનિયાના નક્શા પર સામે આવ્યું.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પાર્ટીની બંગાળ એકમથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના મહત્વનો હવાલો આપતા લેંડ બાઉંડ્રી એગ્રીમેન્ટને લઇને તેના વાંધાઓને અવગણવા જણાવ્યુ છે. મામલાની જાણકારી રાખનાર વ્યક્તિએ પોતાનું નામ નહીં છાપવાની શરત પર જણાવ્યું કે આ મામલામાં પાર્ટીની અંદર વાતચીત આ મહિનાના અંતે થશે.

તેણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંધિને 16-17 ડિસેમ્બરથી પહેલા સંસંદથી મંજૂરી અપાવવા ઇચ્છે છે. સપ્ટેમ્બર 2011માં ભારત અને બાંગ્લાદેશે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યું હતું, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઠાકા પ્રવાસ પર ગયા હતા. જોકે હજી સુધી આ સમજૂતીને સંસદની મંજૂરી મળી શકી નથી. પૂર્વ યૂપીએ સરકારે આ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું, પરંતુ તેને સંસદની મંજૂરી મળી ન્હોતી. જોકે રાજ્યસભામાં રજૂ કરવાના કારણે આ બિલ હજી સુધી એક્સપાયર નથી થયું.

modi
ગયા વર્ષે પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સંસદના શિયાળુ સત્રની સમાપ્ત થયા પહેલા આ સંવિધાન સંશોધન બિલને રાજ્યસભામાં રજૂ કરી દીધું હતું. જોકે રાજ્યસભામાં એનડીએની સરકાર બહુમતમાં નથી પરંતુ તેને આશા છે કે લોકસભામાં પ્રમુખ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ બિલનો વિરોધ નહીં કરે. એવું એટલા માટે કે કોંગ્રેસે આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. ખુર્શીદે આ બિલની પ્રક્રિયાને ત્રણવાર તોડવાની કોશીશ કરી પરંતુ તેઓ તેમાં સફળ ના થઇ શક્યા.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા સંધિ પર હસ્તાક્ષર કરતા પહેલા ઘણું બધું કરવાની જરૂરત છે, પરંતુ એલબીએને લાગૂ કરીને ભારત એ સંદેશ આપવામાં સફળ રહેશે કે તે ખરેખર બાંગ્લાદેશની સાથે દ્વિપક્ષિય સંબંધોને લઇને પ્રતિબદ્ધ છે. બાંગ્લાદેશની શેખ હસીના સરકાર આ સમજૂતીનું સમર્થન કરી ચૂકી છે. બિલનો ઉદ્દેશ્ય ભારત અને બાંગ્લાદેશની વચ્ચે નવેસરથી સરહદને નક્કી કરવાનો છે. ભાજપના બંગાળ યૂનિટ અને રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બંને એલબીએનો વિરોધ કરી રહી છે. તેમને લાગે છે કે આ સમજૂતીના કારણે ભારતે પોતાની જમીન ગુમાવી પડી શકે છે.

English summary
Narendra Modi pushes for Parliamentary approval of Indo-Bangladesh Land Boundary Agreement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X