For Quick Alerts
For Daily Alerts
સુશીલ મોદીએ સરકારી સુવિધાઓ પાછી આપી, નીતિશને મળવાનો ઇનકાર
પટણા, 15 જૂન : બિહારમાં ભાજપ અને જેડીયુ ના તાલમેલથી ચાલી રહેલી નીતિશ સરકારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આજે સરકાર તરફથી મળનારી તમામ સરકારી સુવિધાઓ પરત આપી દીધી છે. આ સાથે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારના એ નિમંત્રણને પણ નકારી દીધું છે જેમાં નીતિશે ફોન પર આજે તેમને મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા.
બિહારમાં ભાજપ અને જેડીયુ અલગ થઇ રહ્યા ચે. આજે જ એ નક્કી થઇ ગયું છે. આજથી આવતીકાલ સુધીમાં એનડીએમાંથી જેડીયુનું અલગ થવાનું એલાન પણ થઇ જશે. આ બંને પાર્ટીઓ વચ્ચેના સંબંધોમાં હવે માત્ર છૂટા પડવાની ઔપચારિકતા પણ બાકી છે. એક તરફ નીતિશ કુમારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તમામ સરકારી સુવિધાઓ પરત આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એવા સમાચાર પણ છે કે નીતિશ કુમારે ઉપ મુંખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદી તથા ભાજપાના કોટાથી મંત્રી નંદકિશોર યાદવને ફોન પર મુલાકાત માટે બોલાવ્યા હતા. પણ બંને ભાજપા નેતાએ આ મુલાકાત માટે ઇનકાર કરી દીધો છે. આ નેતાઓએ જણાવ્યું છે કે તેમને દિલ્હીમાં બેસેલા હાઇકમાન્ડના નેતાઓ તરફથી આ માટે કોઇ નિર્દેશ મળ્યો નથી. આ તેમનો અંગત નિર્ણય છે.