• search

સલીમ ખાનના હસ્તે મોદીની ઉર્દૂ વેબસાઇટનું લોન્ચિંગ; સલમાનને રાહત માટે મોટો સોદો?

ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની વેબસાઇટની ઉર્દૂ આવૃત્તિનું ઉદઘાટન બોલીવુડ સ્ટાર સલમાન ખાનના પિતા અને ફિલ્મ લેખક સલીમ ખાનના હસ્તે કરવામાં આવ્યું. આ સમાચારમાં કોઇ મોટી વાત લાગતી નથી. પરંતુ ભૂતકાળમાં પાછા જઇએ અને છેલ્લા કેટલાક મહિનાઓથી નરેન્દ્ર મોદી, સલમાન ખાન અને તેના પરિવાર સાથેના સંબંધોની કડીઓ જોડીએ તો એક નવી કડી જોડાય છે જે એક મોટા સમાચાર આવવાનું સૂચન કરે છે.

આ બાબતના ઊંડાણમાં જઇને વિચાર કરીએ તો જે ચિત્ર સ્પષ્ટ થાય છે તે એવું છે કે શક્ય છે કે સલમાન ખાન અને નરેન્દ્ર મોદીના સંબંધો વધારે મજબૂત થાય અને મોદી વડાપ્રધાન બને તો સલમાન ખાનને રાજસ્થાનના કાળિયાળ શિકાર કેસમાં રાહત મળી શકે એમ છે.

રાજકાજ અને ફિલ્મો એવી દુનિયા છે જેના તાંતણા ઘણે દૂર મળે છે અને તે પરસ્પર સહયોગ અને સમજુતીના છે. આ બાબત વર્ષોથી બનતી આવી છે. પછી તે સંજય દત્ત અને સુનીલ દત્ત હોય કે અમિતાભ બચ્ચન અને અમરસિંહનું ઉદાહરણ હોય.

અહીં નરેન્દ્ર મોદી, સલીમખાન અને સલમાન ખાનનું કેવું સમીકરણ રચાય છે અને તેના ભાવિ પરિણામો કેવા હોઇ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી છે.

પરસ્પર સમજુતી

પરસ્પર સમજુતી

નરેન્દ્ર મોદીએ એક પંથ દો કાજની જેમ પોતાનું કામ પાર પાડ્યું છે. મોદીએ સલીમ ખાનના હસ્તે પોતાની ઉર્દૂ આવૃત્તિની વેબસાઇટ લોન્ચ કરાવવાનું એક કામ તો પાર પાડ્યું છે સાથે મુસ્લિમ મતદારોને રીઝવવાનો એક વધુ પ્રયાસ પણ કર્યો છે. કારણ કે સલીમ ખાનના પુત્ર સલમાન ખાનના અનેક ચાહકો મોદીની તરફેણ કરી શકે છે.

નરેન્દ્ર મોદીને કેવી રીતે ફાયદો?

નરેન્દ્ર મોદીને કેવી રીતે ફાયદો?

આ બિગ ડીલ દ્વારા મુસ્લિમોનું સમર્થન મેળવવાનું નરેન્દ્ર મોદી માટે વધારે સરળ થશે. તેમની છબી વધારે બિનસાંપ્રદાયિક નેતા તરીકેની બનશે. જેનો સીધો ફાયદો મતદાન સમયે મુસ્લિમ મતો અંકે કરવામાં મળશે.

સલમાન ખાનને કેવી રીતે ફાયદો?

સલમાન ખાનને કેવી રીતે ફાયદો?

સલમાન ખાન કાળિયાળ અને ગેરકાયદેસર હથિયાર રાખવા એમ બે કેસોમાં રાજસ્થાનની જોધપુર કોર્ટમાં ઘક્કા ખાઇને કંટાળી ગયો છે. નરેન્દ્ર મોદી માટે મુસ્લિમોની સહાનુભૂતિ મેળવી આપવાના બદલામાં સલમાન ખાનને આ કેસોમાં રાહત મળી શકે છે. કારણ કે આ વખતે રાજસ્થાનમાં ભાજપ સરકાર આવશે તેવા ઉજળા સંકેતો છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર આવવાથી સલમાનને કેસમાં રાહત તો આપી જ શકાય છે.

સલમાનનો કેસ શું છે?

સલમાનનો કેસ શું છે?

સલમાન ખાને તેના સાથી કલાકારો સાથે 1-2 ઓક્ટોબર, 1998માં રાજસ્થાનના જોધપુર પાસે આવેલા ગામ કાંકાણીમાં ફિલ્મ હમ સાથ સાથ હૈ ના શૂટિંગ દરમિયાન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સુરક્ષિત શ્રેણીમાં આવતા કાળિયાળનો શિકાર કર્યો હતો. આ સમયે સલમાને ગેરકાયદેસર હથિયાર રાખ્યા હતા તેવો પણ કેસ ચલાવવામાં આવી રહ્યો છે. આ બે કેસ હેઠળ સલમાન ખાન આજે પણ જોધપુર કોર્ટના ધક્કા ખાઇ રહ્યો છે.

જાન્યુઆરી 2014માં સલમાન-મોદી મુલાકાત

જાન્યુઆરી 2014માં સલમાન-મોદી મુલાકાત

મોદી અને સલમાન વચ્ચેનો સંબંધ હવે જુનો થયો છે. વાસ્તવમાં સલમાન જાન્યુઆરી 2014માં પોતાની ફિલ્મ ‘જય હો'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો. એ સમયે બંને વચ્ચે મુલાકાત યોજાયા બાદ સલમાને મોદીના વખાણ કરતા તેમને બેસ્ટ મેન ગણાવ્યા હતા. આ સાથે સલમાને ગુજરાતમાં થયેલા વિકાસ અંગે પણ ખુલીને વાત કરી હતી.

સલમાન બાદ સલીમે પણ મોદીને આપ્યું સમર્થન

સલમાન બાદ સલીમે પણ મોદીને આપ્યું સમર્થન

નરેન્દ્ર મોદીની વેબસાઇટની ઉર્દૂ આવૃત્તિને લોન્ચ કરતી વખતે જાણીતા લેખક સલીમ ખાને મોદીનું સમર્થન કરતા જણાવ્યું હતું કે 'ક્યાં સુધી ગુજરાતમાં થયેલા રમખાણો અંગે ચર્ચા કરીશું. હવે જૂની વાતોને ભૂલીને આગળ વધવાની જરૂર છે. મોદીના રાજમાં ગુજરાતમાં મુસ્લિમો સુરક્ષિત છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારસુધી હું કોંગ્રેસને મત આપતો આવ્યો છું, પરંતુ આ વખતે અનેક મુદ્દાઓને લઇને હું કોંગ્રેસથી નારાજ છું.'

... તો સલમાન બને શકે ગુજરાત ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર

... તો સલમાન બને શકે ગુજરાત ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર

નરેન્દ્ર મોદી પીએમ બની જાય અને વાત જામી જાય તો શક્ય છે કે ગુજરાત ટુરિઝમના પ્રમોશનમાં હવે અમિતાભ બચ્ચનને બદલે સલમાન ખાન ગુજરાતના પ્રવાસન સ્થળોના વખાણ કરતો જોવા મળે અને ગુજરાત ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બની પ્રચાર કરે.

English summary
Modi's Urdu website launching by Salim Khan is a big deal? If Modi become a PM then Salman gets relief in Black Buck hunting case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X