કોવિડ-19 વેક્સીનના અપડેટ માટે સરકારે ઑનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું
નવી દિલ્હીઃ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારત સહિત કેટલાય દેશ કોરોનાથી બચવા માટે વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહ્યા છે. અવારનવાર કોરોનાની વેક્સીનને લઈને કોઈને કોઈ દેશ દાવા કરતા જોવા મળે છે. ત્યારે હવે ભારતની મોદી સરકારે આ વિશે એક ઑનલાઈન Covid 19 Vaccine Portal લૉન્ચ કરી દીધું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ પર ઓનલાઈન જઈ શકશે અને આવા પ્રકારની વેક્સીન વિશે વર્તમાન સમયમાં થઈ રહેલા સંશોધન- વિકાસ અને ક્લીનિકલ ટ્રાયલ સંબંધિત જાણકારી જોઈ શકશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે વેક્સીન વિકસિત કરવા માટે તેજીથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછી 3 એવી વેક્સીન તૈયાર કરવાં આવી છે જે દેશમાં હાલ ક્લીનિકલ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે અમને ઉમ્મીદ છે કે 2021ના પહેલા ક્વાર્ટરમાં ભારત પાસે પોતાની સ્વદેશી કોરોના વેક્સીન ઉપલબ્ધ હશે.
કોરોનાનો ઈલાજ કરાવી રહેલા બે કેદી હોસ્પિટલેથી ફરાર
દેશમાં કોરોનાની સ્થિતિ પર વાત કરીએ તો દેશમાં 50 લાખથી વધુ લોકોના કોરોના વાયરસને માત આપવામાં સફળ થયા છે. આંકડા મુજબ અત્યાર સુધી કુલ 50,16,520 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દી ઠકી થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9,62,640 છે.