• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મન કી બાતમાં મોદીએ કેરળ પૂર અને અટલજીનો ઉલ્લેખ કર્યો

|

પીએમ મોદીએ રવિવારે સવારે 11 વાગ્યે ફરી મન કી બાત કરી છે. આ મોકા પર તેમણે તમામ દેશવાસીઓને રક્ષા બંધન અને જન્માષ્ટમીની શુભકામના પાઠવી હતી. આજે સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે ત્યારે પીએમ મોદીએ સંસ્કૃતમાં શુભકામના પાઠવી હતી. ઉપરાંત કેરળ પૂરની વાત કરતા અસરગ્રસ્તોને આશ્વાસન આપ્યું અને અટલજી અંગે વાત કરી હતી.

રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કર્યા

રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કર્યા

કર્ણાટકના મટૂર ગ્રામજનો આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે. કહ્યું કે સંસ્કૃત ભાષાની વિશેષતા રહી છે કે બહુ ઓછા શબ્દોમાં સટિક નિવેદન આપી શકીએ છીએ. શિક્ષક દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું કે મા પછી શિક્ષક જ હોય છે જે બાળકોને યોગ્ય દિશા બતાવે છે. શિક્ષક દિવસ પર આપણે ડૉ. રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કરીએ છીએ.

કેરળ હોનારતનો ઉલ્લેખ

કેરળ હોનારતનો ઉલ્લેખ

આકરી મહેનત કરતા ખેડૂતો માટે ચોમાસું શુભ સમાચાર લાવે છે પણ ક્યારેક ક્યારે મુસિબતો અને પૂર પણ લાવે છે. હમણા જ આપણે જોયું કે કેરળમાં ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે આજે આખો દેશ કેરળના લોકો સાથે ઉભા છે. જીવન ગુમાવ્યું તેની ભરપાઈ તો ન થઈ શકે પણ આશ્વાસન આપવા માંગું છું કે દુઃખના આ સમયે દેશના બધા લોકો તમારી સાથે ઉભા છે અને ઘાયલ લોકો જલદી સાજા થઈ જાય.

પાઠવી શુભકામના

પાઠવી શુભકામના

એરફોર્સ, નેવી, આર્મી, બીએસએફ, સીઆઈએફએસ, આરએએફ સહિત મતામ લોકોએ રાહત અને બચાવ કાર્યની ભૂમિકા નિભાવી હતી. એનડીઆરએફના જવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે આ મુસિબત સમયે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં બહુ મહેનત કરી. ઓણમના તહેવારનો ઉલ્લેખ કરતા લોકોને શુભકામના પાઠવી અને કેરળ ફરી પગભર ઉભું થઈ શકે તે માટેની શુભકામના પાઠવી.

અટલી બિહારી વાજપેયનો ઉલ્લેખ

અટલી બિહારી વાજપેયનો ઉલ્લેખ

અટલી બિહારી વાજપેય અંગે ઉલ્લેખ કરતા કહ્યું કે કેટલાય લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. અટલજી પ્રત્યે સ્નેહ, શ્રદ્ધા અને શોકની ભાવના દેશભરમાં જોવા મળી તે તેમના વ્યક્તિત્વને દર્શાવે છે. સુશાનને મુખ્ય ધારામાં લાવવા માટે દેશ હંમેશા અટલજીનો આભારી રહેશે. અટલજીએ ભારતને જે પોલિટિકલ કલ્ચર આપ્યું, તેને કારણે ભારતને બહુ લાભ થયો અને આગામી દિવસોમાં પણ બહુ લાભ થશે તે નક્કી છે.

બળાત્કારીઓને સહન નહીં કરીએ

બળાત્કારીઓને સહન નહીં કરીએ

સંસદના મોનસૂન સત્ર વિશે વાતચીત કરતા કહ્યું કે આ સત્રમાં કેટલાય ખરડા પસાર કરવામાં આવ્યા. અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિના કાયદાને વધુ સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. બળાત્કારીઓના દોષિઓને સહન કરવા માટે દેશ તૈયાર નથી તેથી નવો કાયદો ઘડી દુષ્કર્મીઓને ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને સગીરાનો રેપ કરનારને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ આપવામાં આવેલી ફાંસીની સજાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

એસિયન ગેમ્સનો ઉલ્લેખ

એસિયન ગેમ્સનો ઉલ્લેખ

વધુમાં કહ્યું કે, કસભામાં ત્રિપલ તલાક બિલને પસાર કરી દેવામાં આવ્યો પણ રાજ્ય સભાના સત્રમાં શક્ય ન થઈ શક્યો. એસિયન ગેમ્સ વિશે વાતચીત કરતા કહ્યું કે, દેશ માટે મેડલ જીતનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવા માગું છું. ભારતના ખેલાડી ખાસ કરીને શૂટિંગ અને રેસલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જ રહ્યા છે પણ પહેલા આપણું પ્રદર્શન સારું ન હતું તેવા ખેલમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલ લાવી રહ્યા છે વધુમાં મોદીએ હોકીના જાદુગર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવીશું.

English summary
pm modi spoke about kerala flood, raksha bandhan and atal bihari vajpayee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more