For Quick Alerts
For Daily Alerts
Exclusive: વડાપ્રધાન મોદી ઉકેલશે ગોરખા સૈનિકોના મુદ્દા
નવી દિલ્હી (વિવેક શુક્લા) નેપાળ યાત્રા પર આજે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસ દરમિયાન તે ગોરખા સૈનિકોના પ્રતિનિધિમંડળને મળશે, જેમણે ભારતીય સેનામાં નોકરી કરી છે. તેમના પેંશન અને બીજા ઘણા મુદ્દાઓને વણઉકેલા રહે છે. નેપાળમાં હજારો ગોરખા સૈનિક રહે છે, જે ભારતીય સેનામાં લાંબા સમય સુધી સેવા આપ્યા પછી હવે નિવૃત જીંદગી પસાર કરી રહ્યાં છે.
પેંશન સંબંધી મુદ્દા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સૈનિકોને અથવા તેમના પરિજનોને પેંશન સંબંધી મુદ્દા લટકતા રહ્યાં છે. ભારતીય સેના દર વર્ષે નેપાળના ગોરખાઓની ભરતી કરે છે.
કાઠમાંડૂ બનશે સેંટર
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવૃત થયેલા ગોરખા સૈનિકોના મુદ્દાઓને ઉકેલવા માએ નેપાળના કાઠમાંડૂમાં જ અલગથી જ એક વિશેષ પ્રકોષ્ઠ બનશે જેથી ગોરખ સૈનિક પોતાના જીવનનો સંધ્યાકાળ આરામથી જીવી શકે. સનદ રહે કે ગોરખ સૈનિકોને ચીન અને પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધ દરમિયાન પોતાની બહાદુરીમાં દુશ્મનોને પાણી બતાવી દિધું હતું.