For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને ખરાબ નજર ના લાગે એ માટે અહીં કરવામાં આવી વિશેષ પૂજા

મોદીના આગમન પહેલા ભાજપ સમર્થકોએ કાલે કાશીના કોતવાલને ખરાબ નજરથી બચાવવા કાલભૈરવ મંદિરમાં પીએમ મોદીના કટઆઉટની વિશેષ પૂજા-અર્ચના કરી અને તેની નજર પણ ઉતારી.

|
Google Oneindia Gujarati News

લોકસભા 2019ની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે પીએમ નરેન્દ્ર મોદી કાશી આવી રહ્યા છે. પીએમ પદના ફરીથી શપથ લેતા પહેલા તે કાશીની જનતાનો આભાર માનવા ઈચ્છતા હતા એટલા માટે તે આજે કાશી પધારી રહ્યા છે. આ વાતની માહિતી પીએમ મોદીએ પોતે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આપી હતી. આ માહિતી બાદ કાશીની જનતા અને અહીંના ભાજપ સંગઠનમાં તૈયારી જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલઆ પણ વાંચોઃ આ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ

કેસરીયા બન્યુ બનારસ, ચારે તરફ મોદી-મોદીના નારા

કેસરીયા બન્યુ બનારસ, ચારે તરફ મોદી-મોદીના નારા

હાલમાં આખુ બનારસ ભગવા રંગે રંગાયેલુ છે, શહેરમાં દરેક જગ્યાએ પીએમ મોદીના પોસ્ટર લાગેલા છે. હર હર મોદીના નારા છે તો વળી મોદીના આગમન પહેલા ભાજપ સમર્થકોએ કાલે કાશીના કોતવાલને ખરાબ નજરથી બચાવવા કાલભૈરવ મંદિરમાં પીએમ મોદીના કટઆઉટની વિશેષ પૂજા-અર્ચના કરી અને તેની નજર પણ ઉતારી. સમર્થકોનું કહેવુ છે કે તેમણે આવુ એટલા માટે કર્યુ કારણકે પીએમ મોદીને કોઈને ખરાબ નજર ના લાગી જાય.

દુષ્ટ શક્તિઓથી પીએમને બચાવવા માટે થઈ વિશેષ પૂજા

દુષ્ટ શક્તિઓથી પીએમને બચાવવા માટે થઈ વિશેષ પૂજા

ભાજપ સમર્થકોએ કહ્યુ કે અત્યારે માત્ર હિંદુસ્તાની જ નહિ પરંતુ વિશ્વના દરેક દેશ પીએમ મોદીની વાત કરી રહ્યા છે, એવામાં દુષ્ટ શક્તિઓ મોદીનું કંઈ બગાડી ન શકે એટલા માટે અમે તેમના માટે કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી. તમને જણાવી દઈએ કે કાલ ભૈરવના પૂજારીઓએ રવિવારે ખાસ દિવસે પીએમ મોદીના પ્રતીક રૂપે મોદીના કટઆઉટની કાલભૈરવના દંડથી ઝાડ-ફૂંક કરી અને કાલભૈરવનું સુરક્ષા કવચ પણ બાંધ્યુ.

આ છે કાર્યક્રમ

આ છે કાર્યક્રમ

પીમએમ મોદી 10 વાગે લગભગ કાશી વિશ્વનાથના દર્શન કરશે, ત્યારબાદ તે દીનદયાળ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તા સંમેલન કરશે, આ સંમેલન 11-12 વાગ્યુ સુધી થશે, પ્રધાનમંત્રી મોદી 12.30 વાગ્યા સુધી વારાણસીથી દિલ્લી માટે રવાના થઈ જશે.

આ હતુ પીએમનું ટ્વીટ

આ પહેલા પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કર્યુ હતુ, ‘માના આશીર્વાદ લેવા કાલે સાંજે ગુજરાત જઈશ, પરમ દિવસે જનતા દ્વારા મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા તેમનો આભાર માનવા કાશીની મહાન ધરતી પર જઈશ.' રવિવારે ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ પોતાની મા હીરાબાને મળવા પણ પહોંચ્યા હતા.

30મેના રોજ સાંજે 7 વાગે બીજી વાર પીએમ પદની શપથ લેશે નરેન્દ્ર મોદી

30મેના રોજ સાંજે 7 વાગે બીજી વાર પીએમ પદની શપથ લેશે નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી 30 મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 વાગે મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓને પણ શપથ અપાવવામાં આવશે. મોદીને શનિવારે એનડીએ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નરેન્દ્ર મોદી સાથે તેમના મંત્રીમંડળના સહયોગી પણ શપથ લેશે.

English summary
modi to visit varanasi today, special pooja to protect pm from evil eye in kaal bhairab temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X