
માત્ર મોદી લહેરથી વિધાનસભા ચૂંટણી નહિ જીતી શકે ભાજપ, બીએસ યેદિયુરપ્પાના નિવેદનથી ચડ્યો રાજકીય પારો
નવી દિલ્લીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે માત્ર મોદી લહેરથી ભાજપ વિધાનસભા ચૂંટણી નહિ જીતી શકે. બીએસ યેદિયુરપ્પાએ ભાજપ નેતાઓને સલાહ આપીને કહ્યુ કે તેમણે વિધાસભા પેટાચૂંટણી, વિધાન પરિષદ ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા બધાએ સમજવુ પડશે કે આપણે એકલા મોદી લહેરથી કર્ણાટક ચૂંટણી નહિ જીતી શકીએ. ભાજપ કોર કમિટીની બેઠકને સંબોધિત કરીને યેદિયુરપ્પાએ કહ્યુ કે તમે લોકો એ ભ્રમમાં બિલકુલ ના રહેતા કે આપણે બધા લોકો માત્ર મોદી લહેરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી શકીએ છીએ. મોદી લહેરમાં લોકસભા ચૂંટણી જીતવી સરળ હોઈ શકે છે પરંતુ આપણે માત્ર તેના પર જ નિર્ભર ન રહી શકીએ. આપણે લોકો પાસે વાસ્તવમાં વિકાસ કાર્યોને લઈને જવુ જોઈએ.
વિપક્ષને હળવામાં ન લોઃ બીએસ યેદિયુરપ્પા
બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે તે કોંગ્રેસ પાર્ટીને કમ ના સમજે કારણકે તેમના નેતા અને કાર્યકર્તા સક્રિય થઈ ગયા છે. ચૂંટણી જીતવા માટે તેમની પોતાની રણનીતિ છે. બીએસ યેદિયુરપ્પાએ આવનારી આગામી વિધાનસભા પેટા ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યુ કે મોદીના નામથી લોકસભા ચૂંટણી જીતવી સરળ છે પરંતુ વિધાનસભા ચૂંટણી નહિ. વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીની હાર ખોટો સંદેશ આપશે. માટે પેટાચૂંટણી ભાજપ માટે સરળ નથી. કાર્યકર્તાઓએ આ ધારણ હેઠળ ન રહેવુ જોઈએ કે મોદી લહેરથી તેમને ચૂંટણી જીતવામાં મદદ મળશે. આપણે બંને સીટો જીતવા અને કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાડવા માટે કઠોર મહેનત કરવાની જરૂર છે.