વડાપ્રધાન તરીકે મોદી દેશના લોકોની સૌથી પહેલી પસંદ: સર્વે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 માર્ચ: હાલમાં દેશભરમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે જેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામનું મોઝું છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. જોકે આ વાત હિન્દુસ્તાન સમાચાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ સામે આવી છે, નરેન્દ્ર મોદી જ દેશના હવે પછીના વડાપ્રધાન બનશે.

આ સર્વેમાં સામે આવ્યું છે નાની નાની સ્થાનીક પાર્ટીઓ સહીત કોંગ્રેસને પણ મોટી નુકસાની વેઠવી પડે છે. જેમાં કોંગ્રેસને માત્ર 95 બેઠક જ મળી શકે છે જ્યારે તેના ગઠબંધનને કુલ મળીને 105થી 130 બેઠકો મેળવી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 12 અને બહુજન સમાજવાદી પાર્ટીને 14 બેઠકોનું નુકસાન થઇ શકે છે.

 

સર્વે અનુસાર કોંગ્રેસને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લાગી શકે છે. તેમજ બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયૂને પણ નુકસાની ભોગવવી પડશે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં નુકસાની ભોગવી શકે છે, 2009માં મેળવેલી 21 બેઠકોની સરખામણીમાં તેનો આંકડો નીચે આવી જશે. જ્યારે એસપી 23માંથી 12થી 15 પર અને બીએસપી 20માંથી 14થી 18 બેઠકો પર સરી પડશે.

જોકે અજીત સિંહની આરએલડી ગઇ ચૂંટણીની સરખામણીએ 5 કરતા બે બેઠક વધારે મેળવી શકે છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવી રહી છે જે કેટલાંક વિસ્તારોમાં કોંગ્રેસ-ભાજપના વોટને ડાઇવર્ટ કરશે. સર્વે પ્રમાણે આપ યુપીમાં માત્ર બે બેઠકો મેળવી શકશે.

જ્યારે બિહારમાં પરંપરા પ્રમાણે ભાજપ 20થી 25 બેઠકો પર વિજય મેળવી શકશે. જ્યારે જેડીયૂ ગઇ વખત (20 બેઠક)ની સરખામણીએ 10 કરતા વધારે બેઠક મેળવે તેવી સંભાવના નથી દેખાઇ રહી. જ્યારે કોંગ્રેસ માત્ર 1 અને આરજેડી 3થી 5 બેઠકો પર વિજય મેળવી શકે છે.

બીજી એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ત્રીજા મોર્ચાને 70થી 100 બેઠકો મળી શકશે.

નરેન્દ્ર મોદી જ બનશે વડાપ્રધાન:
આખા દેશમાંથી 70 ટકા લોકોનો સર્વે કરવામાં આવ્યો અને તે લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રડાન તરીકે જોવા માંગે છે. 76.61 યુવાનો નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં 56 ટકા લોકો, સિક્કિમમાં 95.45 ટકા લોકો તેમને વડાપ્રધાન તરીકે પસંદ કરી રહ્યા છે. અહીં સુધી પશ્ચિમ બંગાળ, આસમ, મહારાષ્ટ્રા, ઝારખંડ, કેરેલા, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને અરૂણાચલમાં પણ લોકો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની રાહ જોઇ રહ્યા છે.

સર્વેની વધુ માહિતી જુઓ તસવીરોમાં...

વડાપ્રધાન માટે લોકોની પસંદ
  

વડાપ્રધાન માટે લોકોની પસંદ

વડાપ્રધાન માટે લોકોની પસંદ કંઇ આ પ્રમાણે છે. જેમાં નરેન્દ્ર મોદી સૌથી ટોપ પર છે.

મોદી સૌની પહેલી પસંદ
  

મોદી સૌની પહેલી પસંદ

જેમની પર સર્વે કરવામાં આવ્યો તેમના સંબંધીઓ પણ મોદીને સમર્થન આપ્યું હુતું. જુઓ આંકડાઓ.

દેશ કોના નેતૃત્વમાં સરકાર બનાવવા માંગે છે?
  

દેશ કોના નેતૃત્વમાં સરકાર બનાવવા માંગે છે?

દેશ કોના નેતૃત્વમાં સરકાર બનાવવા માંગે છે? તેવા સવાલના જવાબમાં કંઇ આ પ્રકારનું પરિણામ સામે આવે છે. ભાજપને લોકો સર્વાધિક 65.53 ટકા મત આપીને તેમના નેતૃત્વવાળી સરકાર બનાવવા ઇચ્છે છે.

યોગ્યતાને પહેલા પ્રાધાન્ય
  
 

યોગ્યતાને પહેલા પ્રાધાન્ય

હવે લોકો સાક્ષર અને સમજદાર બન્યા છે. તેઓ ભાવનાઓમાં વહ્યા વગર જ્ઞાતિ અને પક્ષ પરથી ઉપર ઊઠીને યોગ્યતા ધરાવતી પાર્ટીને પ્રાધાન્ય આપે છે. જેમાં પણ ભાજપ 58 ટકા સાથે સૌથી ઉપર છે.

70 ટકા લોકોની પસંદ મોદી
  

70 ટકા લોકોની પસંદ મોદી

આખા દેશમાંથી 70 ટકા લોકોનો સર્વે કરવામાં આવ્યો અને તે લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રડાન તરીકે જોવા માંગે છે. 76.61 યુવાનો નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં 56 ટકા લોકો, સિક્કિમમાં 95.45 ટકા લોકો તેમને વડાપ્રધાન તરીકે પસંદ કરી રહ્યા છે. અહીં સુધી પશ્ચિમ બંગાળ, આસમ, મહારાષ્ટ્રા, ઝારખંડ, કેરેલા, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને અરૂણાચલમાં પણ લોકો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની રાહ જોઇ રહ્યા છે.

English summary
Narendra modi will be PM of india said India’s largest poll Survey done by hindusthan samachar.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.