વારાણસી, 12 મે: આજે નવી લોકસભાની રચના માટે છેલ્લા તબક્કાનું મતદાન છે. આજે સૌની નજર હાઇ પ્રોફાઇલ બેઠક વારાણસી પર છે. કારણ કે આ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અને ભાજપે એવી પણ જાહેરાત કરી દીધી છે કે જો મોદી આ બેઠક પરથી જીતશે તો તેઓ અહીંથી જ એમપી તરીકે લોકસભામાં જશે. વારાણસી બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોઇએ વારાણસીમાં વોટીંગ કર્યા બાદ જણાવ્યું હતું કે ભાજપનો વિજય થશે અને મોદી જ વડાપ્રધાન બનશે. જ્યારે મોદીને ટક્કર આપી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તેઓ મોદીને હરાવશે.
હારશે મોદી, અજય રાય સાથે મુકાબલામાં નથી: કેજરીવાલ
મોદીને પડકાર આપી રહેલા કેજરીવાલને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ છે. કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ ઉમેદવાર અજય રાજ તો ક્યાય ફાઇટમાં નથી. અમે અત્રે જીત નોંધાવીશું, અને મોદી આ બેઠક પરથી હારશે. બનારસની જનતાને અપિલ કરુ છું કે તે ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરે.
કેજરીવાલ પાછલા ઘણા દિવસોથી વારાણસીની ગલિયોમાં ફરી-ફરીને જનતાને વોટની અપીલ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી જે માહોલ જોવા મળી રહ્યો છે તેનાથી મારો વિજય પાક્કો છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ જણાવ્યું છે કે તેમની પાર્ટી ભારે બહુમતથી જીતશે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે. જોશીએ વારાણસીના અર્દલી બજાર સ્થિત એક શાળામાં પોતાનો મત નાખ્યા બાદ પત્રકારોને જણાવ્યું કે દેશની જનતા યૂપીએ સરકારથી કંટાળી ગઇ છે અને તે પરિવર્તન ઇચ્છે છે.
જોશીએ દાવો કર્યો કે દેશમાં હવા સંપૂર્ણપણે ભાજપના પક્ષમાં છે. તેમણે જણાવ્યું કે ભાજપ કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી છે, જેના કારણે પરિણામ પાર્ટીના પક્ષમાં જ આવશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની સાથે સાથે સમજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને પણ જનતા નકારી દેશે.