ખેડૂત વિરોધી કાયદા પરત ના ખેંચે તો મોદી ખુરશી છોડેઃ મમતા બેનરજી

ખેડૂત વિરોધી કાયદા પરત ના ખેંચે તો મોદી ખુરશી છોડેઃ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યની સત્તાધારી ટીએમસી અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે. જેને ધ્યાનમાં રાખતાં મુખ્યમંત્રી મમતા બેનરજી સોમવારે વેસ્ટ મિદનાપુરમાં એક રેલી સંબોધિત કરવા પહોંચ્યાં. અહીં મમતા બેનરજીએ ખેડૂત આંદોલનને મુદ્દો બનાવી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું. મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે કાં તો કૃષિ કાનૂન પરત લે અથવા તો પોતાની ખુરશી ખાલી કરે. જણાવી દઈએ કે ખેડૂતોના ભારત બંધનું સમર્થન કરતી વિપક્ષી પાર્ટીઓમાં ટીએમસી પણ સામેલ છે.

mamata banerjee

PM કેર ફંડની જાણકારી છૂપાવનારા હિસાબ માંગી રહ્યા છેઃ મમતા બેનરજી

મમતા બેનરજીની મિદનાપુરમાં આ મેગા રેલીમાં 2 લાખ લોકો આવ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે. આ મેગા મંચથી મમતા બેનરજીએ ભાજપ પર આક્રમક પ્રહાર કર્યો. મમતા બેનરજીએ કહ્યું કે અમે ગમે એટલું કામ કરી લીએ, પણ જ્યાં સુધી અમારી પોલીસી ખરાબ હોય ત્યાં સુધી કંઈ ફાયદો નહિ થાય. મમતા બેનરજીએ કહ્યું કે, તેમના માટે રાફેલ કૌભાંડ અથવા પીએમ કેર ફંડની જાણકારી ના આપવી ખરાબ નહોતું, પરંતુ તે લોકો અમ્ફાન ચક્રવાતથી થયેલ નુકસાનો હિસાબ માંગી રહ્યા છે. મમતા બેનરજીએ કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો સામે પશ્ચિમ બંગાળ ક્યારેય શીષ નહિ ઝૂકાવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X