For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ટ્વિટર ફાઇટમાં શશી થરૂરને હંફાવ્યા

|
Google Oneindia Gujarati News

narendra-modi-shashi-tharoor
ભારતના ટ્વિટર તેંદુલકરત તરીકે ઓળખાતા કોંગ્રેસના સાંસદ શશી થરૂર ટ્વિટર પર હકીકતોની લડાઇમાં મોદી સામે ઘુટણીયે પડી ગયા છે. મજાની બાબત એ છે કે આ વખતે બોલ પણ તેમનો હતો અને બેટ પણ તેમનું હતું. આમ છતાં તેઓ ક્લીન બોલ્ડ થઇ ગયા છે. આ દાવ પણ શશી થરૂરે જ શરૂ કર્યો હતો. ટ્વિટર પર રમવામાં આવેલી આ મેચની હાંસી હવે સમગ્ર દેશમાં ઉડાવવામાં આવી રહી છે.

વાસ્તવમાં બન્યું એમ કે યુપીએ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા શશી થરૂરે ટ્વિટર પર લખ્યું છે કે કેરળ અને ગુજરાતના વિકાસની તુલના કરતા આંકડે ... નરેન્દ્ર મોદીને એક દાવથી હારે એવા લાગી રહ્યા છે. થરૂરને એ ખ્યાલ ન હતો કે તેઓ જે આંકડાઓની વાત કરી રહ્યા છે, એ છ વર્ષ જુના છે. આ વાત બહાર આવતા જ દેશભરના પત્રકારો અને નેતાઓએ તેમની હાંસી ઉડાવવામાં જરા પણ વિલંબ કર્યો નહીં.

દિલ્હીમાં વરિષ્ઠ પત્રકાર કંચન ગુપ્તાએ સૌથી પહેલા ખુલાસો કર્યો કે થરૂરે જે આંકડા આપ્યા છે તે વર્ષ 2007ના છે. તેમણે લખ્યું કે "શશી થરૂર એક દાવથી હાર તો તમારી જ થઇ છે. આપે કેટલી નાની અને બાળકો જેવી વાત કરી છે." એટલે જો ધ્યાનથી જોવામાં આવે તો શશી થરૂર જે દાવ એટલે કે 2007ની વાત કરી રહ્યા હતા, એ સમયે તો નરેન્દ્ર મોદી મેદાન પર ઉતર્યા પણ ન હતા. નરેન્દ્ર મોદી એ સમયે ડ્રેસિંગ રૂમમાં તૈયાર થઇ રહ્યા હતા.

મજાની વાત એ છે કે કોંગ્રેસમાં સોશિયલ મીડિયાના મહારથી ગણાતા સશી થરૂર સ્વયં પણ ટ્વિટર પર પોસ્ટ કરતા સમયે આ દાવ ખેલવા માટે તૈયાર ન હતા. તેમને જરા પણ અંદાજ ન હતો કે આ દાવ રમ્યા બાદ તેઓ પોતે જ મજાકને પાત્ર બની જશે. એવી જ રીતે ટ્વિટર પર લોકોને પણ ખ્યાલ ન હતો કે કોંગ્રેસના સોશિયલ મીડિયાના મહારથીના પણ આવા બદહાલ થશે.

આ અંગે મહારાષ્ટ્ર ભાજપના નેતાએ લખ્યું છે કે "લાગે છે કે શશી થરૂર ઇટાલીના મુદ્દેથી દેશનું ધ્યાન બીજી તરફ ખેંચવા માંગતા હતા. આ કારણે જ તેમણે ગુજરાતના વિકાસની તુલના કેરળ સાથે કરી હતી." તેમણે આગળ લખ્યું કે "થરૂરની બોલિંગ પર મોદીએ તો જોરદાર છક્કો માર્યો છે, એ પણ મેદાનમાં આવ્યા વિના."

જ્યારે આર જગન્નાથને ફર્સ્ટ પોસ્ટ પર લખ્યું કે શશી થરૂરે એ નથી વાંચ્યું જે એક સારા વાચક જેવા કે અરવિંદ પનાગારિયા, જગદીશ ભગવતી અતવા વિવેક દેવરૉયે વાંચ્યું કે લેખે ગુજરાત વિશે શું કહ્યું છે. સાચું પૂછો તો સશી તરૂરને સોશિયલ મીડિયામાં આવું લખતા પહેલા નરેન્દ્ર મોદીના અડગ વર્તનને યાદ રાખવું જોઇએ. જે વર્તન જાપાનમાં મોદીએ દર્શાવ્યું હતું. મારૂતિ પ્લાન્ટ વિશે તેમણે એક વાર પણ એવો અહેસાસ કરવા દીધો ન હતો કે હરિયાણા કોંગ્રેસ શાસિત પ્રદેશ છે.

English summary
Modi win Twitter fight over Shashi Tharoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X