For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પીએમને લખ્યો પત્ર, કરી શિંદે વિરુદ્ધ કાર્યવાહીની માંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા ઘોષિત પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને ઘેરવામાં આવ્યા છે. મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની ‘લઘુમતિઓની ઘરપકડ' વાળા નિવેદન વિરુદ્ધ પીએમને પત્ર લખ્યો છે. મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

modiingoa
મોદીએ શિંદે વિરુદ્ધ પ્રશ્નાર્થ કરતા લખ્યું છે કે, ગુનો ગુનો હોય છે. તે એ નથી જોતો કે ગુનેગાર કયા ધર્મનો છે. ગુનેગારના ધર્મના આધારે એ નક્કી ના થવું જોઇએ કે તે દોષી છે અથવા તો નિર્દોષ. કેન્દ્રના આ પ્રયત્નોના કારણે કેસની સુનાવણીમાં મોડું થવાની પૂરી આશંકાઓ છે. પોતાના પત્રમાં મોદીએ કહ્યું કે, આ મામલે પીએમને તુરંત દખલગીરી કરવાની માંગ કરી છે. શિદેએ એક ખાસ ધર્મના યુવકોની ખોટી ધરપકડ કરવાની વાત કરી હતી. શિંદેએ આવા કેસોને લઇને રાજ્યોને પત્રો પણ લખ્યા હતા.

મોદીએ આ પહેલા ગોવામાં સંકલ્પ રેલી દરમિયાન સુશીલ કુમાર શિંદે દ્વારા રાજ્ય સરકારોને લઘુમતિ સમુદાયના સભ્યો વિરુદ્ધ આતંકવાદના મામલાઓની સમીક્ષા કરવા માટે કહેવા બદલ તેમને આડા હાથે લીધા હતા અને હવે તેમણે તેની ફરિયાદ વડાપ્રધાનને કરી છે.

ગોવામાં શિંદે પર નિશાન સાધતા મોદીએ કહ્યું હતું કે, શિંદે વોટ બેન્કનું રાજકારણ કરી રહ્યાં છે. થોડાક દિવસ પહેલા ગૃહમંત્રાલય તરફથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં જો કોઇ ગુનેગારની ધરપકડ કરવામાં આવે તો પહેલા એ જોવામાં આવે કે ક્યાંક મુસલમાનની ધરપકડ તો કરવામાં નથી આવી રહી ને.

English summary
Narendra Modi writes to PM on Home Minister Shinde's directive to CMs on minority arrests, says religion cannot determine innocence or guilt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X