For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાવેલ એજન્ટ કેસઃ અઝહરે કહ્યુ, 'બધા આરોપ ખોટા, કરીશ 100 કરોડની માનહાનિનો કેસ'

મોહમ્મદ અઝહરુદ્દીન અને બે અન્ય સામે એક ટ્રાવેલ એજન્ટે 21 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે જેના જવાબમાં મોહમ્મદ અઝહરુદ્દીને ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને બે અન્ય સામે એક ટ્રાવેલ એજન્ટે 21 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે જેના જવાબમાં મોહમ્મદ અઝહરુદ્દીને બધા આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે અને તેમણે ટ્રાવેલ એજન્ટ પર 100 કરોડ રૂપિયાની માનહાનિના કેસનો દાવો કર્યો છે.

અઝહરે 100 કરોડની માનહાનિના કેસની ધમકી આપી

અઝહરે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યુ છે કે આ ફરિયાદમાં કોઈ દમ નથી અને સમાચારોમાં આવવા માટે મારા નામનો ઉપયોગ થયો છે, હું કાયદાકીય સલાહ લઈને 100 કરોડની માનહાનિનો દાવો કરીશ.

દાનિશ ટૂર્સ એન્ડ ટ્રાવેલે નોંધાવી છે એફઆઈઆર

દાનિશ ટૂર્સ એન્ડ ટ્રાવેલે નોંધાવી છે એફઆઈઆર

ઉલ્લેખનીય છે કે દાનિશ ટૂર્સ એન્ડ ટ્રાવેલના માલિક અને જેટ એરવેઝના પૂર્વ કાર્યકારી સાહેબ વાય મોહમ્મદે આ ત્રણે પર 21 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, ટ્રાવેલ એજન્ય વાય મોહમ્મદનુ કહેવુ છે કે સુધીશ અવિકલે 9 નવેમ્બરથી 12 નવેમ્બર 2019 વચ્ચે પોતાના માટે અને અઝહર માટે દુબઈ, પેરિસ, ટ્યુરિન, એમ્સટર્ડેમ, મ્યૂનિખા, કોપનહેગન, માનચેસ્ટર અને જગરેબ માટે ટૉપ એરલાઈન્સથી ટિકિટ બુક કરાવી હતી.

અઝહરુદ્દીન પર એજન્ટે લગાવ્યો છે છેતરવાનો આરોપ

અઝહરુદ્દીન પર એજન્ટે લગાવ્યો છે છેતરવાનો આરોપ

અવિકલે આ ટ્રાવેલ એજન્સીના માલિક સાથે મુલાકાત કરીને કહ્યુ કે તેમની પાસે અત્યારે ચૂકવણીના પૈસા નથી પરંતુ જવુ જરૂરી છે માટે તમે ટિકિટ બુક કરી દો. ટ્રાવેલ એજન્સીએ અઝહરુદ્દીના સચિવ મુજીબ ખાન સાથે વાત કર્યા બાદ ટિકિટ બુક કરી હતી. સુધિશ અવિકલે ક્રોએશિયન નેશનલ બેંકના પોતાના અકાઉન્ટમાંથી 13500 યુરો (1060000 રૂપિયા)નો એક હપ્તો આપવાનુ વચન આપ્યુ હતુ પરંતુ જ્યારે મોહમ્મદે આ વિશે બેંક સાથે વાત કરી તો માલુમ પડ્યુ કે કોઈ પેમેન્ટ કરવામાં વ્યુ નથી. તેમણે ત્યારબાદ અઝહર અને ખાન સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ એ લોકોએ વાત કરવાનો ઈનકાર કરી દીધો ત્યારબાદ મોહમ્મદે આ ત્રણે પર છેતરપિંડીનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવી દીધી.

આ પણ વાંચોઃ Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?આ પણ વાંચોઃ Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?

English summary
Mohammad Azharuddin said,I will seek legal advice and file defamation case worth Rs 100 crore against the complainant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X