• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોહમ્મદ શમીને કોર્ટથી મોટી રાહત, ધરપકડ પર રોક લાગી

|

કોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને તેના ભાઈ સામે કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. નીચલી અદાલતના આદેશ વિરુદ્ધ અપીલની સુનાવણી માટે સેશન્સ કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ રેકોર્ડ માંગ્યા છે. હાલમાં શમીની ધરપકડ પર સેશન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. આ અગાઉ પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ ઘરેલુ હિંસા કેસમાં ધરપકડનું વોરંટ જારી કર્યું હતું.

મોહમ્મદ શમીને મોટી રાહત મળી

મોહમ્મદ શમીને મોટી રાહત મળી

કોર્ટ દ્વારા મોહમ્મદ શમી અને તેના ભાઇ હસીદ અહેમદને 15 દિવસની અંદર શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. હસીન જહાંએ ગયા વર્ષે શમી પર ઘરેલું હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ પૂરો થયા બાદ શમી યુએસ ગયો છે અને તે બીસીસીઆઈ તેમજ તેમના વકીલના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શમી 12 સપ્ટેમ્બરે ભારત પરત આવશે.

શમી વિચારે છે કે તેઓ ઘણા તાકાતવર છે

શમી વિચારે છે કે તેઓ ઘણા તાકાતવર છે

જ્યારે મોહમ્મદ શમી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ થયા બાદ હસીન જહાંને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું ન્યાય પ્રણાલીની આભારી છું. હું એક વર્ષથી વધુ સમયથી ન્યાય માટે લડી રહી છું. તમે બધા જાણો છો, મોહમ્મદ શમી વિચારે છે કે તે ખૂબ શક્તિશાળી છે, શમી વિચારે છે કે તે એક મોટો ક્રિકેટર છે. જો હું પશ્ચિમ બંગાળની ન હોત અને મમતા બેનર્જી અમારી મુખ્યમંત્રી ન હોત તો હું અહીં સુરક્ષિત ન હોત. અમરોહા (ઉત્તર પરદેશ) ની પોલીસ મને અને મારી દીકરીને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ ભગવાનની કૃપા છે કે તેઓ તેમના ઉદેશમાં સફળ થયા નહીં

શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધઃ હસીન જહાં

શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધઃ હસીન જહાં

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હજુ ગયા મહિને જ હસીન જહાંએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીની બહેન ફરહત નક્વી સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં ફરહત નક્વી ‘મેરા હક ફાઉન્ડેશન' નામના સંસ્થા ચલાવે છે અને તલાક પીડિત તેમજ સમાજે સતાવેલી મહિલાઓના હકની લડાઈ લડે છે. હસીન જહાંએ ફરહત નક્વી પાસે મદદ માંગી. હસીન જહાંએ કહ્યુ કે શમી સાથે તેમના છૂટાછેડા નથી થયા અને તે તેમની સાથે રહેવા ઈચ્છે છે. હસીન જહાંએ કહ્યુ કે તેમની સંપત્તિમાં મારો અને મારી દીકરીનો અધિકાર છે એટલા માટે હું સાસરીમાં રહેવા ગઈ તો મારા પર ત્રાસ કરવામાં આવ્યો. પોલિસ પ્રશાસને શમીના દબાણમાં મારી સાથે દૂર્વ્યવહાર કર્યો.

કોંગ્રેસમાં પણ શામેલ થઈ ચૂકી છે હસીન જહાં

કોંગ્રેસમાં પણ શામેલ થઈ ચૂકી છે હસીન જહાં

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગયા વર્ષે જ હસીન જહાં કોંગ્રેસમાં શામેલ થઈ હતી. હસીન જહાંએ મુંબઈ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હસીન જહાં અને મોહમ્મદ શમીનો કેસ હાલમાં કોર્ટમાં છે. હસીન જહાંએ માર્ચ 2018માં મોહમ્મદ શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ પોતાના ફેસબુક પેજ પર વૉટ્સએપ અને મેસેન્જરના અમુક સ્ક્રીનશૉટ શેર કરીને દાવો કર્યો કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે આ સાથે જ હસીન જહાંએ એ પણ દાવો કર્યો હતો કે મોહમ્મદ શમી મેચ ફિક્સિંગમાં પણ શામેલ છે ત્યારબાદ બીસીસીઆઈએ આરોપની તપાસ માટે એક કમિટી બનાવી હતી. બાદમાં હસીન જહાંના ફિક્સિંગ સાથે જોડાયેલા આરોપો ખોટા નીકળ્યા અને ક્લીન ચિટ મળ્યા બાદ શમીને ભારતીય ટીમનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.

લગ્ન પહેલા મૉડલ હતી હસીન જહાં

લગ્ન પહેલા મૉડલ હતી હસીન જહાં

ક્યારેક મૉડલિંગની દુનિયામાં કેરિયર બનાવવાના સપના જોનારી હસીન જહાંએ જૂન 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા હતા. મોહમ્મદ શમી અને હસીન જહાંની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. તે સમયે હસીન જહાં મૉડલિંગમાં પોતાનુ કેરિયર બનાવી રહી હતી જ્યારે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં શામેલ થવા માટે પ્રયા કરી રહ્યા હતા. લગભગ બે વર્ષના અફેર બાદ બંનેએ પોતાના ઘરવાળાની મંજૂરીથી લવ મેરેજ કર્યા હતા પરંતુ આ લગ્ન માટે હસીન જહાંએ પોતાનુ મૉડલિંગનું કેરિયર છોડવુ પડ્યુ.

આ પણ વાંચો: શમીની પત્ની સાસરીમાં પહોંચી, અડધી રાત્રે પોલીસે ઘરની બહાર કાઢી

English summary
Mohammad Shami relieved from the court, arrest warrant stopped
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X