For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયારે કોઈ યુદ્ધ જ નથી તો જવાનો શહીદ કેમ થઇ રહ્યા છે: ભાગવત

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સૈનિકોની શહાદત અંગે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સૈનિકોની શહાદત અંગે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. મોહન ભાગવતે કહ્યું કે કોઈ યુદ્ધ નથી થઇ રહ્યું તેમ છતાં દેશની સીમાઓ પર જવાનો શહીદ થઇ રહ્યા છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજત જયંતિ કાર્યક્રમમાં આવું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે આવું એટલા માટે થઇ રહ્યું છે કારણકે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.

આ પણ વાંચો: RSS પ્રમુખે માથે પગ મૂકાવી લીધા આશીર્વાદ, 'અયોધ્યામાં રામ મંદિર માટે પૂરા મનથી લાગ્યા છે'

કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું તેમ છતાં આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા છે

કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું તેમ છતાં આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા છે

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે દેશને આઝાદી મળતા પહેલા દેશ માટે બલિદાન આપવાનો સમય હતો. મોહન ભાગવતે કહ્યું કે યુદ્ધમાં કોઈ સીમા પર દેશની રક્ષા માટે પોતાનો જીવ કુરબાન કરે છે. પરંતુ હાલમાં કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું તેમ છતાં આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા છે કારણકે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.

સૈનિકોની શહાદતનો મુદ્દો

સૈનિકોની શહાદતનો મુદ્દો

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો કોઈ યુદ્ધ નથી થઇ રહ્યું તો પછી કોઈ જ કારણ નથી કે આપણા સૈનિકો શહીદ થાય. તેમ છતાં આવું થઇ રહ્યું છે. તેમને આગળ કહ્યું કે તેને રોકવા અને દેશને મહાન બનાવવા માટે પગલાં ભરવા જોઈએ. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સરકારી દાવાઓ છતાં પણ સૈનિકોની શહાદતનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર રાજનીતિ ગરમાઈ શકે છે.

ભવ્ય રામ મંદિર

ભવ્ય રામ મંદિર

આ પહેલા ભાગવતે કહ્યુ કે હિંદુ સમાજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની રાહ જોઈ રહ્યા છે. પુરાતત્વિક પુરાવા પણ સામે આવી ગયા છે. કોર્ટ અને સરકારે મળીને કરોડો હિંદુઓની ભાવનાનું ધ્યાન રાખીને નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યુ બહુ રાહ જોઈ. ભાગવતે કહ્યુ કે રામ મંદિરને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ આપણી નૈતિક જવાબદારી છે કે દેશના બહુસંખ્યક લોકોની ભાવનાનું સમ્માન કરવામાં આવે. દેશ જ નહિ પરંતુ દુનિયાભરના લોકો આ ઈચ્છે છે.

English summary
rss chief mohan bhagwat questions the martyrdom of army jawans on border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X