મની લોન્ડરિંગ કેસ: ED સામે હાજર થઇ જેકલીન ફર્નાન્ડીઝ, કલાકો કરાઇ પુછપરછ
200 કરોડના ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખરની પુછપરછ કરી રહી છે. ઇડીના સમન્સ પર બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થઇ હતી. અગાઉ જેકલીન ત્રણ ED ના સમન્સની અવગણના કરી રહી હતી. બુધવારે જેકલીન ફર્નાન્ડીઝ બપોરે 3 વાગ્યે દિલ્હીમાં ઇડીની ઓફિસ પહોંચી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું હતું. નાણાકીય વ્યવહારો અને સુકેશ ચંદ્રશેખર સાથે જેક્લીન ફર્નાન્ડીઝના કથિત સંબંધોને કારણે અભિનેત્રી આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની રડાર પર છે. સૂત્રો કહે છે કે મની ટ્રેલની તપાસ દરમિયાન તપાસકર્તાઓને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના કથિત સંબંધો વિશે જાણવા મળ્યું. ED એ આ કેસમાં બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.
ઇડી સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર થયો છે કે કેમ તે તપાસવાનો પ્રયાસ કરી રહ્યો છે. ED એ આ કેસના સંદર્ભમાં જેકલીનનું નિવેદન અગાઉ ઓછામાં ઓછું એક વખત નોંધ્યું હતું. તેના પ્રથમ નિવેદનમાં તેણીએ કથિત રીતે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે પણ સુકેશનો શિકાર છે અને તેણે કોઈ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે 200 કરોડના ખંડણીના કેસમાં ઈડી દ્વારા કોનમેન સુકેશ ચંદ્રશેખર, તેમની પત્ની અને અભિનેતા લીના પોલ સહિત અન્ય પાંચની અટકાયત કરવામાં આવી છે.