For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવાજ ના કરો, સંસદમાં વાંદરો વાંચે છે...

|
Google Oneindia Gujarati News

આ ટાઇટલ વાંચીને જો તમે કંઇ બીજું ધારી બેઠા હોવ તો તમને સ્પષ્ટતા આપી દઇએ કે અમે અહીં વાંદરાની જ વાત કરીએ છીએ! સંસદમાં ભલે ચોમાસુ સત્રમાં કોઇ ચર્ચા થાય કે ના થાય, ભલે કોઇ બિલ પસાર થાય કે ના થાય પણ વાંદરાઓની હાજરી અહીં કાયમી રહેવાની છે. વાત જાણે કે એમ બની કે સંસદ ભવનના સેન્ટ્રલ હોલથી જોડાયેલી લાઇબ્રેરી કે જ્યાં વિધાયકો અને પત્રકારો આવતા જતા રહે છે ત્યાં એક વાંદરાએ લગભગ 30 મિનિટ જેવો સમય પસાર કરીને સમાચારોમાં છવાઇ ગયો.

એટલું જ નહીં આ વાંદરો રાજાની જેમ આવ્યો હતો અને લીલી જાજમ પર ટેસથી મુખ્ય દરવાજો પકડીને પાછો પણ જઇ રહ્યો હતો પણ ત્યાં જ સુરક્ષાકર્મીઓ સફળતા જાગી ઉઠ્યા અને પછી થોડી નાસભાગ બિચારા વાંદરાને કરવી પડી. 30 મિનિટ સુધી લાઇબ્રેરીમાં ટેબલ પર કૂદા કૂદ કરીને ગેલરીમાં લાગેલા વિજળીના તાર પર ચઢી તે મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યો પણ સેન્ટ્રલ હોલના સિક્યોરીટી તેને રોકતા લાઇબ્રેરી સ્ટાફને થોડી ચીસો પાડવી પડી હતી. પણ છેવટે વાંદરો ભાગવામાં સફળ રહ્યો હતો. અને લાઇબ્રેરીના સ્ટાફે પણ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે સંસદ પ્રત્યે વાંદરોના આ ખાસ લગાવ વિષે કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...

સંસદ અને વાંદરાનું આંતક

સંસદ અને વાંદરાનું આંતક

દિલ્હીમાં સંસદમાં કામ કરતા લોકોને જ ખબર છે કે સંસદમાં વાંદરાઓનો કેટલો આતંક છે. દેશની ટોપ સિક્ટોરિટી આ સંસદમાં હોવા છતાં વાંદરાઓ આગળ ભલ ભલા ઓફિસરો, સાંસદો, કર્મચારીઓ પાણી ભરે છે!

વાંદરોઓ અને સંસદ

વાંદરોઓ અને સંસદ

અહીં વાંદરાઓ ટેસથી ગાર્ડનમાં ઇમારતોમાં આવી જ રીતે ફરતા રહે છે. જો કે તે વાત ચોક્કસથી છે કે અચાનક જ તેમને સામે જોતા કેટલીક વાર સ્ટાફ ચીસાચીસ કરી મૂકે છે અને સુરક્ષાકર્મીઓ ભાગતા થઇ જાય છે.

વાંદરાને ભગાડવા માટે લંગૂર

વાંદરાને ભગાડવા માટે લંગૂર

એટલું જ નહીં આ વાંદરાઓને ભગાડવા માટે અહીં ખાસ એક લંગૂરને રાખવામાં આવ્યો છે. જે તેના માલિક સાથે જરૂરના સમયે સંસદની સ્પેશ્યલ મુલાકાતે આવે છે. અને વાંદરાઓને ભગાવી જાય છે. જો કે આમ છતાં આ પ્રશ્ન હજી પણ સંસદના પ્રશ્નોની જેમ જ સળગતો રહ્યો છે. અને તેનો કોઇ અંત નથી.

વાંદરો વાંચે છે.

વાંદરો વાંચે છે.

ત્યારે વાંદરાઓ માટે સંસદ તે જગ્યા છે જ્યાં તે ફરી, હરી શકે છે. પુસ્તકો ઉથલાવી શકે છે ભલ ભલાને ડરાવી શકે છે. અને બસ છેલ્લે એ જ કહેવા માંગીએ છીએ કે અહીં ખાલી વાંદરાઓની વાત થાય છે. કોઇ પણ કોઇ પ્રકારની પૂર્વધારણા ના બાંધવી!

English summary
Monkey Spends 30 minutes in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X