For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશમાં થશે ચોમાસાની એન્ટ્રી, આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

હિમાચલ પ્રદેશમાં થશે ચોમાસાની ન્ટ્રી, આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદશમાં ચોમાસાની એન્ટ્રી આજે કે કાલે થવાની પ્રબળ સંભાવના છે, સામાન્ય રીતે અહીં ચોમાસું 24 જૂન સુધી પહોંચે છે, આ વખતે પણ તે સમયસર પહોંચે તેવી ઉમ્મીદ છે. ચોમાસાની દસ્તક પહેલા પાછલા કેટલાય દિવસોથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, આ વખતે રાજ્યમાં સારો વરસાદ થવાના અણસાર છે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરી દેવામા આવ્યું છે. અને જે ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે તેના હિસાબે મૉનસૂન આગલા 24 કલાકમાં દિલ્હીમાં પણ પ્રવેશ કરવામાં આવશે.

કેટલાક કલાકોમાં હિમાચલ પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે

કેટલાક કલાકોમાં હિમાચલ પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે

માટે આઇએમડીએ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી દીધી છે, જ્યારે 48 કલાકમાં ઉત્તર પ્રદેશના બાકી બચેલા વિસ્તારો, પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબના મોટાભાગના વિસ્તારો, રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે.

દેશના 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

દેશના 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

અગાઉ ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે આગલા બે દિવસમાં મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળી ખાડીમાં બનેલું દબાણ પોતાની નક્કી ગતિથી આગળ વધી રહ્યું છે, જેને પગલે ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદના અણસાર છે, જેને પગલે આગામી ત્રણ દિવસમાં મૉનસૂન આ રાજ્યોને સંપૂર્ણપણે કવર કરી લેશે.

સાઉથ વેસ્ટ મૉનસૂન હજી આખા બિહારાં સક્રિય

સાઉથ વેસ્ટ મૉનસૂન હજી આખા બિહારાં સક્રિય

આઇએમડીએ કહ્યું કે સાઉથ વેસ્ટ મૉનસૂન હાલ આખા બિહારમાં સક્રિય છે, આગામી 24 કલાકમાં ઉત્તર- પૂર્વી અને મધ્ય- ઉત્તર બિહારના જિલ્લામાં કેટલીય જગ્યાએ ભારે વરસાદ થઇ શકે છે. જ્યાર ઝારખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે, એમપી, યૂપી, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

રાજસ્થાન, હરિયાણા, દિલ્હીામં જબરદસ્ત વરસાદ થશે

રાજસ્થાન, હરિયાણા, દિલ્હીામં જબરદસ્ત વરસાદ થશે

જ્યારે સ્કાઇમેટ મુજબ અનુમાન જતાવવામાં આવ છે કે દક્ષિણ- પશ્ચિમ મૉનસૂન 24 જૂન અથવા 25 જૂન સુધી ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદશ અને ઉત્તરાખંડના મોટાભાગના ભાગોમાં પહોંચશે, જે પહલાના આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તરી મધ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને ધૂળ ભરેલી આંધી સાથે વરસાદ થઇ શકે છે.

ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ, જાણો વનઇન્ડિયાના પાઠકોનું મંતવ્યચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ, જાણો વનઇન્ડિયાના પાઠકોનું મંતવ્ય

English summary
monsoon about to enter in himachal pradesh, heavy rain alert in 7 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X