For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ 5 બિલ જેને મોન્સુન સત્રમાં પાસ કરાવવા માટે સરકાર લગાવશે જોર

સંસદનું મોન્સુન સત્ર આવતા બુધવારે એટલે કે 18 જુલાઈથી શરૂ થવાનું છે. ઘણા મહત્વપૂર્ણ બિલો પર બધાની મિટ મંડાયેલી છે અને ભાજપ સરકારની કોશિશ રહેશે કે આ સત્ર દરમિયાન વધુમાં વધુ કામ પતાવી શકે.

|
Google Oneindia Gujarati News

સંસદનું મોન્સુન સત્ર આવતા બુધવારે એટલે કે 18 જુલાઈથી શરૂ થવાનું છે. સંસદના આ સત્રમાં પણ ગયા સત્રની જેમ હોબાળાની સંભાવનાને જોતા થોડા દિવસો પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બધા સાંસદોને ભાવુક અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે સંસદને સરળ રીતે ચાલવા દેજો જેથી દેશની જનતાને આનો લાભ મળી શકે. વળી, સંસદના મોન્સુન સત્રની જો વાત કરીએ તો ઘણા મહત્વપૂર્ણ બિલો પર બધાની મિટ મંડાયેલી છે અને ભાજપ સરકારની કોશિશ રહેશે કે આ સત્ર દરમિયાન વધુમાં વધુ કામ પતાવી શકે.

આ 5 બિલ પાસ કરાવવાની કોશિશ રહેશે સરકારની

આ 5 બિલ પાસ કરાવવાની કોશિશ રહેશે સરકારની

1. 123 મુ બંધારણીય સુધારા બિલઃ સરકારનું જોર રાષ્ટ્રીય અન્ય પછાત વર્ગ કમિશનને બંધારણીય દરજ્જો આપવા અંગે હશે. આ બિલ ઓબીસી ક્વોટા અતંર્ગત અતિ પછાત વર્ગો માટે ક્વોટા સૂચિત કરવામાં પીએમ મોદીનો રસ્તો સરળ બનાવી શકે છે. આ બિલ આગામી લોકસભા ચૂંટણીને જોતા ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.

ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ

ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ

2. બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) વટહુકમ (સુધારો) બિલ 2016: આ બિલમાં 1950 ના બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ અને સંવિધાન (અનુસૂચિત જનજાતિ) આદેશમાં સુધારો કરીને એસસી-એસટી યાદીમાંથી બહાર કરવામાં આવેલી જનજાતિઓને શામેલ કરવાની વાત કહેવામાં આવી છે. આમ થયા બાદ અદાલત આ કાયદામાં કોઈ ફેરફાર કરી શકશે નહિ. છત્તીસગઢમાં થનારી ચૂંટણીને જોતા આ બિલ પાસ કરાવવા પર સરકારની નજર હશે. ઝારખંડ ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપની મત ટકાવારી વધી છે.
3. સરોગસી (રેગ્યુલેશન) બિલઃ આ બિલ નવેમ્બર 2016 થી જ અટકેલુ છે. આ બિલ અંગે ઘણો વિવાદ થયો હતો. બિલ અનુસાર સરોગેટ મધર તે દંપત્તિની નજીકની સંબંધી હોવી જોઈએ જે બાળકો પેદા નથી કરી શકતા. જો કે બિલમાં ‘નજીકના સંબંધી' ટર્મની વિસ્તૃત જાણકારી નથી. આ બિલમાં કોમર્શિયલ સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે.

સત્ર દરમિયાન હોબાળાના અણસાર

સત્ર દરમિયાન હોબાળાના અણસાર

4. મુસ્લિમ મહિલા (વિવાહ પર અધિકારોનું સંરક્ષણ) બિલઃ આને ત્રણ તલાક બિલ પણ કહેવામાં આવે છે. આ બિલ અંગે સરકાર વધુ ઉત્સાહિત છે અને સરકારનું કહેવુ છે કે આ તેમના એજન્ડામાં સૌથી ઉપર છે. આ બિલ અંગે મોન્સુન સત્ર દરમિયાન હોબાળાના અણસાર વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
5. નેશનલ મેડીકલ કમિશન બિલ, 2017: નેશનલ મેડીકલ કમિશન બિલ, 2017 હેઠળ ચાર સ્વાયત્ત બોર્ડ બનાવવાની જોગવાઈ છે. તેમનું કામ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું શિક્ષણ જોવા ઉપરાંત મેડીકલ સંસ્થાઓની માન્યતા અને ડૉક્ટરોના રજિસ્ટ્રેશનની વ્યવસ્થાને પણ જોવાનું રહેશે.

English summary
Monsoon Session of Parliament begins next Wednesday: 5 major bills in row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X