For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા પણ થતી હતી મોબ લિંચિંગ ઘટનાઓ: રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજનાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યિલ મીડિયા પર ફેક ન્યુઝને કારણે ઘણી જગ્યાઓ પર હિંસાની ઘટનાઓ થાય છે, જે ચિંતાનો વિષય છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સંસદમાં મોન્સૂન સત્રના બીજા દિવસે પણ હંગામો થયો જયારે જયંત સિન્હાએ બોલવાનું શરુ કર્યું. સંસદમાં વિપક્ષ ઘ્વારા જોરદાર હંગામો કરવામાં આવ્યો જયારે સ્વામી અગ્નિવેશ સાથે મારપીટ કરવાનો મુદ્દો પણ સદનમાં છવાયેલો રહ્યો. સીપીએમ ઘ્વારા સરકારને ઘેરતા જણાવવામાં આવ્યું કે દેશને ધર્મના નામ પર તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. સદનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહએ આંતરિક સુરક્ષા અને મોબ લિંચિંગ મામલે સખત ટિપ્પણી કરી.

monsoon session

ગૃહમંત્રી રાજનાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યિલ મીડિયા પર ફેક ન્યુઝને કારણે ઘણી જગ્યાઓ પર હિંસાની ઘટનાઓ થાય છે, જે ચિંતાનો વિષય છે. પરંતુ જે લોકો આ પ્રકારની ફેક ન્યુઝને બળ આપવાનું કામ કરે છે અને દોષી સાબિત થાય તો તેની સાથે સખત કાર્યવાહી કરવી જોઈએ.

રાજનાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કાનૂન વ્યવસ્થા જાળવવાનું કામ રાજ્ય સરકારોનું છે. તેમને આવી ઘટનાઓ પર સખત કાર્યવાહી કરવી જોઈએ. તેમને સદનમાં માન્યું કે ઘણી જગ્યાઓ પર ફેક ન્યુઝને કારણે હિંસક ઘટનાઓ થયી છે. તેમને જણાવ્યું કે પહેલા પણ આવી ઘટનાઓ થતી આવી છે અને તેને રોકવા માટે કેન્દ્રં સરકારે રાજ્ય સરકારને નિર્દેશ પણ આપ્યા છે.

મોન્સૂન સેશનમાં પહેલા જ દિવસે વિપક્ષ ઘ્વારા મોદી સરકાર વિરુદ્ધ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. જેને સ્પીકર સુમિત્રા મહાજન ઘ્વારા સ્વીકાર કરીને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો. ત્યારપછી લોકસભા માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે તેની સાથે સાથે સરકારના પક્ષ અને વિપક્ષમાં વોટિંગ કરાવવામાં આવશે.

English summary
monsoon session: Rajnath Singh says lynching has been reported from many parts of the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X