For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ થઇ શકે છે, એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, કોંકણ-ગોવામાં ભારે વરસાદ થવાની આશકા વ્યક્ત કરી છે, જેને કારણે આ રાજ્યોમાં 24 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, કોંકણ-ગોવામાં ભારે વરસાદ થવાની આશકા વ્યક્ત કરી છે, જેને કારણે આ રાજ્યોમાં 24 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પોન્ડી, નેનીતાલ બાધેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ થવાની વાત કહી અને લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.

monsoon update

દક્ષિણ ગુજરાત, ઓરિસ્સા અને કોંકણ ગોવામાં પણ આજે ભારે વરસાદ હોવાનું કહેવાય છે અને લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ભારતમાં ચોમાસું ઉભું થયું છે, ક્યાંક એવું કહી શકાય કે પૂર જેવી સ્થિતિ છે. ચોમાસું સક્રિય થયા પછી હિમાચલ પ્રદેશને છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. કાંગડા-ઉનામાં ભારે વરસાદથી સામાન્ય જીવન પર અસર થઈ છે. હવામાન વિભાગના મત મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા સ્થળોએ વરસાદની અપેક્ષા છે.

monsoon update

તમે સેટેલાઇટ ઇમેજ ઘ્વારા વાદળોની સ્થિતિ વિશે અંદાઝો લગાવી શકો છો. આ ફોટો ભારતીય હવામાન વિભાગ ઘ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસુ ફરીથી સક્રિય થવાનો સૌથી વધુ લાભ ખરીફની 20 લાખ હેક્ટરમાં થયેલી ઉપજને થશે.

English summary
Monsoon Update: Heavy rain likely odisha gujarat uttarakhand and himachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X