For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ દરિયાકાંઠાના દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, આસામમાં આજે ભારે વરસાદની સંભાવના

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ નહિ વધવાને કારણે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામના અમુક ભાગોમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ નહિ વધવાને કારણે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામના અમુક ભાગોમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના સાથે ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે.

weather

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જારી કરેલા સમાચારની આગાહી મુજબ થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, અમરાવતી, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા અને બાઘદોગરામાંથી નોર્ધન લિમિટ ઑફ મોન્સુન (NLM) પસાર થવાનું યથાવત રહેશે. ચોમાસાનો ફ્લો ધીમો પડી જતા આવતા એક સપ્તાહ સુધી ચોમાસાની સ્થિતિ આગળ વધવાની સંભાવના નથી.

weather

તેમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે દક્ષિણ આસામ અને મેઘાલય તેમજ દરિયાની સપાટીથી 4.5 કિમી સુધીના વિસ્તારની આસપાસમાં ચક્રવાત પરિભ્રમણ ચાલુ રહેશે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસામાં વરસાદની વહેંચણી દરિયાકિનારા અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટકના દૂરના ભાગો, આસામ અને મેઘાલયમાં 'ભારેથી અતિ ભારે' તેમજ કેરળ, સબ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના દૂરના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

weather

ભારતીય હવામાન વિભાગે અંતરિયાળ તમિલનાડુ, તેલંગાના, રાયલસીમા, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, ગંગેટીક પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના દૂરના ભાગોમાં પવન અને વીજળી સાથે વાવાઝોડુ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ કર્ણાટક, કેરળ દરિયાકિનારે, તમિલનાડુ દરિયાકિનારે, લક્ષદ્વીપ દરિયાકિનારે, ઓડિશા, પશ્ચિમ બંગાળ દરિયાકિનારે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ પર 35-45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

English summary
monsoon update heavy rain likely over coastal south interior karnataka assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X